Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી એસ. કાન્‍ત હેલ્‍થ કેર કંપનીમાં મહિલાના સ્‍વ બચાવ માટે માર્શલ આર્ટ સેમિનાર યોજાયો

કંપની એમ.ડી. ભરતભાઈ શાહની 78મી જન્‍મ જયંતિ ઉપલક્ષમાં થયેલું આયોજન

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.05: વાપી થર્ડ ફેઈઝ વિસ્‍તારમાં કાર્યરત એસ. કાન્‍ત હેલ્‍થ કેર કંપનીમાંસ્ત્રી શક્‍તિકરણ અનેમહિલાઓના સ્‍વ બચાવ માટે માર્શલ આર્ટ સેમિનારનું કંપની પરિસરમાં આયોજન કરવામાં આવ્‍યું હતું. જેમાં મહિલા કર્મચારીઓ અને કર્મચારીઓને સ્‍વ બચાવ અંગે માર્શલ આર્ટ ટેકનિકનો અભ્‍યાસ કરાવાયો હતો.
કંપની એમ.ડી. ભરતભાઈ શાહના 78ના જન્‍મ દિન સંદર્ભે આયોજીત કરાયેલ માર્શલ આર્ટ સેમિનારનું આયોજન કરાયું હતું. માર્શલ આર્ટ પ્રશિક્ષક દિપક પવારે કંપનીની મહિલા અને ભાઈ કર્મચારીઓને સેલ્‍ફ ડિફેન્‍સ માટે વિવિધ પ્રકારનું પ્રશિક્ષણ આપ્‍યું હતું. દેશભરમાં મહિલાઓ ઉપર વધી રહેલા અત્‍યાચારોમાં મહિલા સ્‍વ બચાવ કરી શકે તેવા ઉદ્દેશથી માર્શલ આર્ટ પ્રશિક્ષણ સેમિનારનું ખાસ આયોજન કરવામાં આવ્‍યું હતું. કંપની મેનેજર મહેશભાઈ કોલંબે સર્વનો આભાર માની આયોજનની જરૂરીયાતનો હેતુ સમજાવ્‍યો હતો.

Related posts

નવસારી એલસીબી પોલીસે સાદડવેલથી દારૂ ભરેલ કાર ઝડપી

vartmanpravah

પ્રશાસક પ્રફુલભાઈ પટેલના માર્ગદર્શનમાં આટિયાવાડ પંચાયતમાં યોજાયો જીએસટી કેમ્‍પ

vartmanpravah

સેલવાસના ટોકરખાડા સરકારી શાળામાં રાષ્‍ટ્રીય સેવા યોજના (એન.એસ.એસ.)ના સ્‍થાપના દિવસની કરાયેલી ઉજવણી

vartmanpravah

કલેક્‍ટર ગૌરવસિંહ રાજાવતના માર્ગદર્શન મુજબ દાનહના સામરવરણી અને મસાટ પટેલાદના ઔદ્યોગિક વસાહત ઉપર ગેરકાયદે તાણી બાંધેલ દુકાન અને ઢાબા હટાવાયા

vartmanpravah

કપરાડામાં જીત કુને-ડો એસોસિએશન કરજુ ગ્રુપ દ્વારા લેવાઈ માર્શલ આર્ટ્‍સ વિશેની પરીક્ષા

vartmanpravah

શ્રી ઘનશ્‍યામ વિદ્યામંદિર, સલવાવનું ગૌરવ

vartmanpravah

Leave a Comment