July 17, 2026
Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દમણની સાર્વજનિક શાળામાં શિક્ષક દિવસની ઉત્‍સાહભેર કરાયેલી ઉજવણી શિક્ષકો આપણને માત્ર શિક્ષણ જ આપતા નથી, પરંતુ જીવન જીવવાનો સાચો માર્ગ પણ બતાવે છેઃ જીજ્ઞેશ જોગી-દમણ સાર્વજનિક વિદ્યાલયના ચેરમેન

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.05 : મહાત્‍મા ગાંધી મેમોરિયલ એજ્‍યુકેશન સોસાયટી સંચાલિત દમણની સાર્વજનિક શાળામાં શિક્ષક દિનની ઉજવણીનું આયોજન કરવામાં આવ્‍યું હતું. આ અવસરે આયોજિત કાર્યક્રમમાં સંસ્‍થાના અધ્‍યક્ષ શ્રી જીજ્ઞેશ જોગી, પૂર્વ અધ્‍યક્ષ શ્રી જોગીભાઈ ટંડેલ, સંસ્‍થાના સેક્રેટરી શ્રી રૂદ્રેશભાઈ ટંડેલ, ખજાનચી શ્રી દિલીપભાઈ ટંડેલ અને ઓ.એસ.ડી. શ્રી રમેશભાઈ ખાસ ઉપસ્‍થિત રહ્યા હતા.
પ્રારંભમાં શાળાના તમામ શિક્ષકો અને કર્મચારીઓનું સન્‍માન કરવામાં આવ્‍યું હતું. આ પ્રસંગે સંસ્‍થાના વાઈસ ચેરમેન શ્રી વિવેક ભાઠેલા, સભ્‍યો શ્રી મૃદુલ ટંડેલ, શ્રી જયંતિભાઈ ટંડેલ અને શ્રી પીનલભાઈ શાહે પણ તમામ શિક્ષકોને શુભેચ્‍છા પાઠવી હતી.
આ પ્રસંગે શાળાના અધ્‍યક્ષ શ્રી જીજ્ઞેશ જોગીએ તમામ શિક્ષકોને અભિનંદન પાઠવતા શિક્ષકનું મહત્ત્વ સમજાવતા જણાવ્‍યું હતું કે માતા-પિતા પછી શિક્ષકો જ આપણા જીવનમાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે. શિક્ષકો આપણને માત્ર શિક્ષણ જ નથી આપતા, પરંતુ તેમના અનુભવ અને માર્ગદર્શનથી આપણું જીવન સફળ બનાવવામાંપણ મદદ કરે છે.
સંસ્‍થાના સેક્રેટરી શ્રી રુદ્રેશ ટંડેલે શિક્ષક દિન નિમિત્તે આજના કાર્યક્રમમાં પોતાનો સંદેશ રજૂ કરતાં જણાવ્‍યું હતું કે શિક્ષક એ એવી વ્‍યક્‍તિ છે કે જે આપણને જીવન જીવવાનો સાચો માર્ગ જણાવે છે અને નાનપણથી જ સાચા માર્ગ પર ચાલવાનું શીખવે છે.
આ પ્રસંગે સાંસ્‍કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્‍યું હતું. જેમાં નૃત્‍ય અને પ્રવચન જેવા કાર્યક્રમો સામેલ હતા. શાળાના પૂર્વ પ્રાથમિક વિભાગના નાના બાળકો સાઇનિંગ સ્‍ટાર્સ આકર્ષણનું કેન્‍દ્ર રહ્યા હતા. આજના સમગ્ર કાર્યક્રમનું સમગ્ર સંચાલન વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવ્‍યું હતું.
આ પ્રસંગે શાળાના આચાર્ય શ્રી દીપકભાઈ મિષાી, સુપરવાઈઝર શ્રી બી.ડી. જગતાપ, માધ્‍યમિક વિભાગના એચ.એમ.શ્રીમતી શીતલ પટેલ અને પ્રિ-શાળાના એચ. એમ. શ્રીમતી વૈશાલી પટેલ વગેરેએ વિદ્યાર્થીઓને સુંદર સાંસ્‍કૃતિક કાર્યક્રમ રજૂ કરવા બદલ બિરદાવ્‍યા હતા.

Related posts

સંઘપ્રદેશ દાનહ-દમણ-દીવને સો ટકા સાક્ષર બનાવવા શરૂ થઈ કવાયતઃ શિક્ષણ વિભાગે મિશન મોડમાં શરૂ કરેલું અભિયાન

vartmanpravah

વલસાડની અટાર પી.કે.ડી વિદ્યાલયમાં વ્‍યકિત વિશેષ કાર્યક્રમ યોજાયો

vartmanpravah

મરોલી કોળીવાડ અને તળગામ ગામના માથે આવી પડેલી બીમારી નોતરે એવી ગંભીર આફત

vartmanpravah

‘સત્તાના સૂર્યને પણ રાત્રિ અવરોધે છે, જ્‍યારે ચારિત્ર્યનો પ્રકાશ અનંત કાળ સુધી અવિરતપણે ઝળહળતો રહે છે’

vartmanpravah

વલસાડની યુવતિની મહેસાણા વડસ્‍મા ફાર્મસી કોલેજમાં હત્‍યા : કોર્ટે આરોપી પ્રણવને ત્રણ દિવસના પોલીસ રિમાન્‍ડ આપ્‍યા

vartmanpravah

દાનહઃ સુરંગી ગ્રામ પંચાયત ખાતે ‘વિકસિત ભારત સંકલ્‍પ યાત્રા’ પહોંચતા કરાયું સ્‍વાગત

vartmanpravah

Leave a Comment