October 16, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડની રોણવેલ 108 એમ્‍બ્‍યુલન્‍સ દ્વારા બીનવાડા ગામની મહિલાની 108માં સફળ ડિલેવરી

બાળકના ગળામાંગર્ભનાળ વીંટળાયેલી હતી, જેને દૂર કરી માતા-બાળકનો જીવ બચાવ્‍યો : પરિવારજનોએ રાજ્‍ય સરકારની 108 સેવાનો આભાર માન્‍યો

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ, તા.10: વલસાડ તાલુકાના બીનવાડા ગામમાં રહેતા 33 વર્ષીય સવિતા જયેશભાઈ નાયકાને રાત્રિના સમયે પ્રસૂતિનો દુઃખાવો ચાલું થતા હોસ્‍પિટલ જવા માટે તેમણે 108ને કોલ કરતા રોણવેલ 108ની ટીમ બીનવાડા ગામ પહોંચી મહિલાને 108 એમ્‍બ્‍યુલન્‍સમાં બેસાડી હોસ્‍પિટલ જવા નીકળ્‍યા હતા. આ દરમ્‍યાન હોસ્‍પિટલથી 10 કિલોમીટર દૂર હતા ત્‍યારે સવિતાબેનને અસહ્ય પીડા ચાલું થતા 108માં જ ડિલેવરી કરાવવાની ફરજ પડી હતી. 108ને રોડ સાઈડમાં ઊભી રાખી ઈ.એમ.ટી. જોરાભાઈ સોલંકી અને પાયલોટ જયેશભાઈ પટેલ દ્વારા ડિલેવરી કરાવતા હતા ત્‍યારે બાળકના ગળામાં ગર્ભનાળ વીંટળાયેલી હતી જેને ઈ.એમ.ટી. જોરાભાઈ સોલંકીએ સાવચેતીપૂર્વક દૂર કરી ડિલેવરી કરવામાં આવી હતી ત્‍યારે બાળકના મોઢામાં ફલુઈડ ભરાયેલું હતું, સક્‍શન મશીન દ્વારા ફલૂઈડ બહાર કાઢીને અમદાવાદ હેડ ઓફીસ પર હાજર ડો. મિહિરભાઈની સલાહ મુજબ જરૂરી ઈન્‍જેકશન આપી બાળક તથા માતાનો જીવ બચાવ્‍યો હતો. સવિતાબેનના પરિવારે 108 ટીમનો આભાર વ્‍યક્‍ત કર્યો હતો.

Related posts

ચીખલીના ખુડવેલ ખાતે યોજાનારા ‘ગુજરાત ગૌરવ અભિયાન’ કાર્યક્રમ માટે તૈયારીઓનો જારશોરથી ધમધમાટ શરૂ

vartmanpravah

સમરોલી ગામે મહિલાના ગળામાંથી સોનાનું મંગળસૂત્ર ઉતરાવી બે ઠગ ફરાર થઈ ગયા

vartmanpravah

વાપી-વલસાડથી કુંભ મેળા માટે પશ્ચિમ રેલવે દ્વારા સ્‍પેશિયલ ટ્રેનો શરૂ કરવામાં આવશે

vartmanpravah

દમણની 4 દિકરીઓએ કઠોર તાલીમ બાદ આરંગેત્રમની કરેલી પ્રસ્‍તુતિ

vartmanpravah

શ્રી બાસુકીનાથ મહાદેવ મંદિરમાં દમણ જિલ્લા ભાજપ પ્રમુખ અસ્‍પી દમણિયાએ મહાભિષેક અને પૂજા અર્ચના કરી

vartmanpravah

દાદરાની ગ્રોવર એન્‍ડ વીલ ઈન્‍ડિયા લિ. કંપનીમાં નેત્ર ચિકિત્‍સા શિબિર યોજાઈ

vartmanpravah

Leave a Comment