December 1, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ગુજરાતનાં દરેક ગામમાં પહોચશે મોબાઈલ સેવા અને ફાઈબર

ગુજરાત પ્રધાનમંત્રી શ્રીનું ગૃહ રાજ્ય હોવાથી તમામ વિભાગોને સાતત્યપૂર્ણ સેવા પ્રદાન કરવાનો નિર્દેશ અપાયો છેઃ કેન્દ્રીય મંત્રી શ્રી દેવુસિંહ ચૌહાણ: બી.એસ.એન.એલ. જલ્દી આપશે સ્વદેશી 4-જી સેવા

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) કેવડિયા, તા.02

કેન્દ્રીય સંચાર રાજ્ય મંત્રી શ્રી દેવુસિંહ ચૌહાણે આજે “સ્ટેચ્યુ ઓફ યુનિટી” કેવડિયા ખાતે ટપાલ વિભાગ અને દૂરસંચાર વિભાગના વરિષ્ઠ અધિકારીઓ સાથે સંચાર મંત્રાલયના પ્રગતિશીલ વિકાસ કાર્યો, ગુજરાત પરીમંડળમાં ચાલી રહેલા આગામી વિકાસ પરિયોજનાઓ અને ગુજરાતની જનતાની મંત્રાલય પાસેથી આકાંક્ષાઓ અને અપેક્ષાઓ અંગે વિગતવાર બેઠક કરી હતી . આ બેઠકમાં ટપાલ વિભાગના મહાનિર્દેશક શ્રી આલોક શર્મા, મુખ્ય પોસ્ટ માસ્ટર જનરલ શ્રી. જીતેન્દ્ર ગુપ્તા, ડાયરેક્ટર જનરલ ટેલીકોમ શ્રી. નીઝામુલ હક, મુખ્ય જનરલ મેનેજર બી.એસ.એન.એલ. શ્રી. સંદીપ સાવરકર, મુખ્ય જનરલ મેનેજર બી.બી.એન.એલ શ્રી. ધર્મેન્દ્ર શર્મા તેમજ અન્ય વરિષ્ટ અધિકારીગણ ઉપસ્થિત રહ્યા હતા. કેન્દ્રીય સંચાર મંત્રીએ જણાવ્યું કે ગુજરાત એ માનનીય પ્રધાન મંત્રી શ્રીનું ગૃહ રાજ્ય છે તેથી અહીના લોકોની આંકાંક્ષા અને અપેક્ષા પણ વધુ હોય તેથી તેમણે તમામ વિભાગને સાતત્ય પૂર્ણ સેવા પ્રદાન કરવાનો નિર્દેશ આપેલ, ગુજરાત એક સરહદી રાજ્ય છે. જેથી ગુજરાત દેશની સુરક્ષાને ધ્યાનમાં રાખીને ટેલિકોમ્યુનિકેશન વિભાગે ગુજરાતના આવા 60 ગામોની પસંદગી કરી હતી. આ 60 ગામોને આવરી લેવા માટે રૂ.41 કરોડના ખર્ચે 50 નવા ટાવર લગાવવામાં આવી રહ્યા છે.  અત્યાર સુધીમાં 37 ગામોને આવરી લેવાયા છે.  બાકીના 13 ગામોને જૂન 2022 સુધીમાં મોબાઈલ કવરેજ મળશે.

માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ સંચાર મંત્રાલયને નિર્દેશ આપેલ છે કે દેશના 6 લાખ ગામડાઓમાં મોબાઈલ સેવા અને ફાઈબર ઉપલબ્ધ હોવા જોઈએ. તે જોતા ગુજરાતના તમામ 317 ગામડાઓ જે મોબાઈલ સેવાથી વંચિત છે તેમને પણ આ સુવિધા આપવામાં આવશે.  તેમણે જણાવ્યું કે ગુજરાતમાં કુલ 14,622 ગ્રામ પંચાયતો છે. લગભગ તમામ ગ્રામ પંચાયતોમાં ફાઈબર પહોંચાડવામાં આવ્યા છે.  રાજ્યના બાકીના 4400 ગામડાઓને ફાઈબર આપવાની પરિયોજના પર પણ કામ શરૂ કરવામાં આવ્યું છે. રાજ્યમાં પોસ્ટ વિભાગ દ્વારા ઘણા વિકાસ કાર્યો શરૂ કરવામાં આવ્યા છે. આ નાણાકીય વર્ષમાં લગભગ રૂ. 1.6 કરોડના ખર્ચે 11 નવી પોસ્ટ ઓફિસ ઈમારતોનું નિર્માણ થઈ રહ્યું છે.  જેનાથી નાગરિકોને વધુ સારી સુવિધા મળશે.  આ ઉપરાંત 17 વધુ ઈમારતોના નિર્માણ માટે એક પરિયોજના બનાવવામાં આવી છે.

માનનીય પ્રધાનમંત્રીશ્રીના “બેટી બચાવો બેટી પઢાવો” કાર્યક્રમ હેઠળ, પોસ્ટ વિભાગે ગુજરાતમાં અત્યાર સુધીમાં 8.75 લાખ “સુકન્યા સમૃદ્ધિ” ખાતા ખોલ્યા છે.  પોસ્ટ વિભાગ “સુકન્યા સમૃદ્ધિ” ખાતાને વધારવા માટે એક નવું અભિયાન શરૂ કરી રહ્યું છે.  જે અંતર્ગત ગુજરાતમાં 31 જુલાઈ 2022 સુધીમાં 1.25 લાખ ખાતા ખોલવામાં આવશે જેથી કુલ ખાતાની સંખ્યા 10 લાખ થશે.

પોસ્ટ વિભાગે કોવિડ રોગચાળા દરમિયાન તેની સેવા સતત ચાલુ રાખી અને દરેક વિસ્તારમાં આવશ્યક ચીજવસ્તુઓ અને દવાઓ પહોંચાડી છે.  માનનીય પ્રધાનમંત્રી શ્રીના નેતૃત્વ હેઠળ પોસ્ટ વિભાગે તાજેતરમાં ગુજરાતમાં એક અનોખી પહેલ કરી છે.  નાગરિકોને તેમના પાર્સલ રેલવે દ્વારા મોકલવા માટે રેલવે સ્ટેશન પર જવું પડે છે, પરંતુ આ નવી પરિયોજના હેઠળ ટપાલ વિભાગ, નાગરિકોના પાર્સલ લઈને રેલવેમાં પહોંચાડશે તથા ગંતવ્ય સ્થાનેથી રેલવેથી લઈને ગ્રાહકોના ઘર તથા ઑફિસ સુધી પહોંચાડશે. શ્રીદેવુસિંહ ચૌહાણે કેવડીયા સ્થિત એકતા ઓડિટરીઅમ માં ટપાલ વિભાગ ની ગંગા સ્વરૂપ વિધવા સહાય યોજના ની લાભાર્થી બેહનોને ચેક અર્પણ કર્યા. આ કાર્યક્રમ મા-દીકરીઓને સુકન્યા સમૃદ્ધિ ખાતાની પાસબુક પણ અર્પણ કરી. સાથે સાથે, ગ્રામીણ ડાક જીવન વીમા યોજના ના પોલિસી હોલ્ડરનાં વારસદારને ચેક અર્પણ કર્યા. તાજેતરમાં જ ટપાલ વિભાગે ગુજરાતમાં આઠ સંપૂર્ણ સુકન્યા ગ્રામ જાહેર કરેલ છે. કેન્દ્રીય સંચાર રાજ્ય મંત્રીએ આ જિલ્લાના ગ્રામીણ ડાક સેવકોને સન્માન પત્ર પ્રદાન કર્યા.

કેન્દ્રીય સંચાર રાજ્ય મંત્રીએ ગરુડેશ્વર ગ્રામ પંચાયતમાં લાગેલા ઓપ્ટીકલ ફાઈબર ઉપકરણોનું નિરીક્ષણ કર્યું. એમણે ગામનાં સરપંચ, ગ્રાહક સેવા કેન્દ્રના કર્મચારીઓ અને ગ્રામજનો સાથે ચર્ચા કરી અને પ્રાપ્ય ઇન્ટરનેટ સેવા વિશે ખ્યાલ મેળવ્યો. આ પછી, શ્રી. દેવુસિંહ ચૌહાણ  એ નર્મદાના નાંદોદ તાલુકાના અંતરિયાળ એવા ગાડીત ગામમાં પહોચ્યાં. અહી દૂર સંચાર વિભાગ દ્વારા સ્થાપિત મોબાઈલ ટાવરનું નિરીક્ષણ કર્યું. ગાડિત ગામનાં રહીશોએ આધુનિક 4જી સેવા પ્રદાન કરવાં બદલ માનનીય પ્રધાનમંત્રીશ્રીનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કર્યો હતો.

Related posts

દાનહ પોલીસ દ્વારા ‘માર્ગ સલામતિ અમલીકરણ’ કાર્યક્રમ યોજાયો

vartmanpravah

દમણ એક્‍સાઈઝ વિભાગે દાભેલ ચેકપોસ્‍ટ પરથી ગેરકાયદે દારૂ ભરેલ ટેમ્‍પો ઝડપી પાડયો

vartmanpravah

દમણ જિ.પં. અધ્‍યક્ષ જાગૃતિબેન પટેલે લોક કલ્‍યાણ અને લોકોની સમસ્‍યાના નિરાકરણ માટે અંગત રસ લેતાં કામ કરવાની પોતાની આગવી શૈલીના કરાવેલા દર્શન

vartmanpravah

દાનહ અને દમણ-દીવ પ્રદેશ ભાજપ દ્વારા સદસ્‍યતા અભિયાનનો પ્રારંભઃ હજારો સભ્‍યોએ બાંધી ભાજપની કંઠી

vartmanpravah

હર ઘર તિરંગાની પ્રેરણા લઈ હર ઘર રક્‍તદાતાના અભિયાન માટે ભારત ભ્રમણ નિકળેલા સાયકલયાત્રીનું વાપીમાં સન્‍માન

vartmanpravah

ઉમરગામમાં માસુમ બાળા સાથે થયેલી દુષ્‍કર્મની ઘટના

vartmanpravah

Leave a Comment