October 14, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

પારડી એન.કે. દેસાઈ કોલેજ દ્વારા મિસ્‍કોસ ઈન્‍ડસ્‍ટ્રીઝ વિઝીટ યોજાઈ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
પારડી, તા.10: પારડી એજ્‍યુકેશન સોસાયટી સંચાલિત નિર્મળાબેન કિશોરભાઈ દેસાઈ સાયન્‍સ એન્‍ડ કોમર્સ ઈંગ્‍લિશ મીડિયમ કોલેજ દ્વારા T.Y.B.Sc ના વિદ્યાર્થીઓ માટે મિસ્‍કોસ સ્‍ટુડિયોની મુલાકાત યોજાઈ હતી. આ આયોજનનો મુખ્‍ય હેતુ એ હતો કે, વિદ્યાર્થીને ભણતરમાં આવતાં વિષય અંતર્ગતવિદ્યાર્થીઓને જનરલ કેમિસ્‍ટ્રીમાં કોસ્‍મેટિક વિશે તેમનાં અલગ અલગ વિભાગો લિપસ્‍ટિક, કોમ્‍પેક પાઉડર, નેઈલ પેન્‍ટની બનાવટ અને તેમના કાર્યની માહિતી અપાઈ હતી. આ ઉપરાંત કંપનીના પ્રતિનિધિ શ્રી દેવેન પટેલ દ્વારા માહિતીની વિગતવાર ચર્ચા કરી હતી અને વિદ્યાર્થીના સવાલોના જવાબ આપવામાં આવ્‍યા હતા. આ કંપનીમાં કોલેજના વિદ્યાર્થી માટે પ્રથમ વિઝિટ છે તેથી પૂરેપૂરૂં જ્ઞાન અને નેઇલ પેન્‍ટના વિવિધ કલર કોડ વિશે પણ વિસ્‍તૃત ચર્ચા કરી હતી. આ સમગ્ર કાર્યક્રમનું આયોજન આકાંક્ષા પટેલ અને ડૉ. અજય પટેલ દ્વારા કરવામાં આવ્‍યું હતું. કંમ્‍પનીની વિઝિટ બદલ કોલેજના કેમ્‍પસ ડાયરેક્‍ટર ડૉ. દીપેશ શાહ અને પારડી એજ્‍યુકેશન સોસાયટીના પ્રમુખ શ્રી હેમંતભાઈ દેસાઈ દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્‍યા હતા.

Related posts

આજે વાપી નગરપાલિકા દ્વારા પાણી સપ્‍લાય બંધ રહેશે: ભર ઉનાળે પાણીની બુમો વચ્‍ચે લેવાયેલ નિર્ણયથી લોકરોષ

vartmanpravah

વઘઇ બીલીમોરા ટ્રેન પુન: પાટે દોડતી તો થઈ પરંતુ પ્રથમ દિવસે જ વિવાદ

vartmanpravah

ભીલાડની સરકારી વિજ્ઞાન કોલેજમાં ઈનોવેશન કલબ હેઠળ તાલીમ યોજાઈ

vartmanpravah

દપાડા ગામના ગુમ થયેલ યુવાનની લાશ ખડોલીની પથ્‍થરની ખાણમાંથી મળી આવીઃ હત્‍યા કરાયેલ હોવાનો પોસ્‍ટમોર્ટમ રિપોર્ટ

vartmanpravah

સેલવાસ નગર પાલિકા દ્વારા ‘હર ઘર તિરંગા’ અભિયાન તેજ

vartmanpravah

ચીખલી સાદડવેલ ગામે શેરડીના ખેતરમાંથી મૃત હાલતમાં દિપડો મળી આવ્યો

vartmanpravah

Leave a Comment