(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.10: વાપીની નામાંકિત શાળા જે વર્ષોથી માત્ર શિક્ષણ ક્ષેત્રે જ નહીં પરંતુ ઈતર પ્રવૃત્તિઓમાં પણ આગળ છે એવી શ્રી એલ.જી. હરિઆ મલ્ટિપર્પઝ શાળાના વિદ્યાર્થીએ મહારાષ્ટ્ર મિત્ર મંડળ દ્વારા આયોજિત 21મા આંતર સ્કુલ રંગોળી પ્રતિયોગિતામાં ભાગ લીધો હતો. આ પ્રતિયોગિતામાં વાપીના 36 જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો અને એમાં વાપીની શ્રી એલ.જી. હરિઆ અલ્ટિપર્પઝ શાળાનો ધોરણ આઠનો વિદ્યાર્થી રોહન ભારદ્વાજ દ્વિતીય સ્થાન પ્રાપ્ત કરી શાળાને ગૌરવ અપાવ્યું છે. શાળાના મેનેજમેન્ટ અને આચાર્યા શ્રીમતી બીની પૌલે શાળા પરિવાર વતી વિજેતા વિદ્યાર્થી અને એમની માર્ગદર્શક શિક્ષકો શ્રી મિતુલ પટેલ અને શ્રી રંગેશ કંસારાને અભિનંદન પાઠવ્યા હતા.
