October 17, 2026
Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદમણદેશ

દમણ જિલ્લા સહકારી ભંડારે આનંદ-ઉત્‍સાહ અને ઉમંગ સાથે 62મા સ્‍થાપના દિવસની કરેલી ઉજવણી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા. 10 : દમણ જિલ્લાની સહકારી ક્ષેત્રની સૌથી જૂની અને આગેવાન સંસ્‍થા શ્રી દમણ જિલ્લા સહકારી ભંડારે પોતાના62મા સ્‍થાપના દિવસની ઉજવણી ખુબ જ આનંદ, ઉત્‍સાહ અને ઉમંગ સાથે કરી હતી.
મોટી દમણ સ્‍થિત થાણાપારડી સરકારી સ્‍કૂલમાં અમૂલની બ્રાન્‍ડેડ આઈટમની કિટનું વિતરણ કરી બાળકોને અમૂલના ઉત્‍પાદનની સુંદર કિટની ભેટ આપવામાં આવી હતી.
મોટી દમણ સ્‍થિત વૃદ્ધાશ્રમમાં ત્‍યાં રહેતા વડીલો સાથે બેસી પ્રેમભરી ચર્ચા કરી હતી અને તેમના હાલચાલ જાણ્‍યા હતા. તેમને પણ અમૂલ ઉત્‍પાદનની કિટ ભેટ આપી આશીર્વાદ લીધા હતા.
સંસ્‍થાના કાર્યાલય ખાતે બપોરે ડાયરેક્‍ટરો અને કર્મચારીઓએ સાથે બેસી ભોજન લઈ સંસ્‍થાને ઔર વધુ ઊંચાઈએ લઈ જવાનો સંકલ્‍પ લીધો હતો.
આ પ્રસંગે શ્રી દમણ જિલ્લા સહકારી ભંડારના ચેરમેન શ્રી હિરેન જોષીએ દરેકનો દિલથી આભાર માની ‘સબકા સાથ, સબકા વિકાસ’ના નારાને ચરિતાર્થ કરી સામુહિક સહકારી પ્રયાસથી સંસ્‍થાને વધુ ને વધુ લોકાભિમુખ બનાવવા દરેક કર્મચારીઓ અને ડાયરેક્‍ટરોને પ્રેરિત કર્યા હતા.

Related posts

વલસાડ પાલિકા દ્વારા વોટર સપ્‍લાય અને ડ્રેનેજ નેટવર્ક પ્રોજેક્‍ટનો પ્રારંભ કરાશે

vartmanpravah

વાપીમાં ગુમ થયેલ આધેડની એક મહિના બાદ છીરીમાં કન્‍ટ્રકશન સાઈટ ઉપર ફાંસો ખાલેલ લાશ મળી

vartmanpravah

વાપીમાં નેશનલ હાઈવે પર સાનવી હ્યુન્‍ડાઈ શોરૂમનું ઉદઘાટન સમારોહ રાજ્‍યના નાણાં, ઊર્જા અને પેટ્રોલિયમ મંત્રી કનુભાઈ દેસાઈના હસ્‍તે યોજાયો

vartmanpravah

સેલવાસઃ ટોકરખાડા શાળાના વિદ્યાર્થીઓ માટે ‘વેસ્‍ટમાંથી બેસ્‍ટ’ સ્‍પર્ધા યોજાઈ

vartmanpravah

સંઘપ્રદેશના પંચાયતી રાજ સચિવની આકસ્મિક તપાસમાં ઉજાગર સોમનાથ ગ્રામ પંચાયતમાં વહીવટી અનિયમિતતાઃ દસ્તાવેજાની જાળવણીમાં કચાશ

vartmanpravah

રાજ્‍યના પાણી પુરવઠા મંત્રી જીતુભાઈ ચૌધરીનો પ્રવાસ કાર્યક્રમ (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) વલસાડ તા.05: ગુજરાતના કલ્‍પસર, મત્‍સ્‍યોદ્યોગ (સ્‍વતંત્ર હવાલો), નર્મદા, જળસંપત્તિ, અને પાણી પુરવઠા વિભાગના રાજ્‍યકક્ષાના મંત્રી શ્રી જીતુભાઈ ચૌધરી તા.6/4/2022ના રોજ સવારે 10-00 કલાકે નાનાપોંઢા ખાતે ભાજપના સ્‍થાપના દિનના કાર્યક્રમમાં ઉપસ્‍થિત રહેશે, ત્‍યારબાદ મતવિસ્‍તારના ગામોની મુલાકાત લઈ લોકસંપર્ક કરશે. તા.7/4/2022 અને તા.8/4/2022ના રોજ અનુラકૂળતાએ તેમના મતવિસ્‍તારના ગામોની મુલાકાત લઈ લોકસંપર્ક કરશે. તા.9/4/2022ના રોજ સાંજે 4-00 કલાકે જલારામધામ, ફલધરા ખાતે રામનવમી નિમિત્તે ભવ્‍ય આનંદ મેળામાં હાજરી આપશે, ત્‍યારબાદ મતવિસ્‍તારના ગામોની મુલાકાત લઈ લોકસંપર્ક કરશે. તા.10/4/2022ના રોજ સવારે 9-00 કલાકે નૂતન વિદ્યાલય ધરાસણા ખાતે ગુજરાત પ્રદેશ અધ્‍યક્ષની ઉપસ્‍થિતિમાં યોજાનારા મેગા બ્‍લડ ડોનેશન કેમ્‍પમાં હાજરી આપશે અને ત્‍યારબાદ મતવિસ્‍તારના ગામોની મુલાકાત લઈ લોકસંપર્ક કરશે. સાંજે 4-30 કલાકે મહર્ષિ સદ્‌ગુરુ સદાફલ દેવ દંડકવન આશ્રમ, વાંસીયાતળાવ, તા.વાંસદા, જિ.નવસારી ખાતે વિહંગમ યોગસત્‍સંગ સમારોહ અને ધ્‍યાન શિબિરમાં હાજરી આપી અનુકૂળતાએ ગાંધીનગર જવા રવાના થશે

vartmanpravah

Leave a Comment