January 16, 2026
Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દાનહના ડેપ્‍યુટી કલેક્‍ટર મોહિત મિશ્રા દિલ્‍હી અને અપૂર્વ શર્મા તથા કૃષ્‍ણા ચૈતન્‍યની અંદામાન બદલી

ભારત સરકારના ગૃહ મંત્રાલયના યુ.ટી. ડિવિઝને જારી કરેલો આદેશ

દાનિપ્‍સ અધિકારી રજનીકાંત અવધિયાની પણ અંદામાન બદલી

સંઘપ્રદેશ પ્રશાસનમાંદિલ્‍હીથી દાનિક્‍સ અધિકારીઓ અમિત કુમાર પમાસી, પુનિતકુમાર પટેલ અને મરાઠે ઓંકાર ગોપાલની નિયુક્‍તિ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.12 : ભારત સરકારના ગૃહ મંત્રાલયના યુ.ટી. ડિવિઝને સંઘપ્રદેશ પ્રશાસનમાં કાર્યરત દાનિક્‍સ અને દાનિપ્‍સ અધિકારીઓની બદલીઓના આદેશ પણ આજે જારી કર્યા હતા. જેમાં સંઘપ્રદેશ દાનહ અને દમણ-દીવમાં કાર્યરત દાનિક્‍સ અધિકારી શ્રી અપૂર્વ શર્મા, શ્રી એસ. ક્રિષ્‍ણા ચૈતન્‍ય અને શ્રી મોહિત મિશ્રાનો પણ સમાવેશ થાય છે.
2013 બેચના દાનિક્‍સ અધિકારી શ્રી અપૂર્વ શર્મા અને 2012 બેચના શ્રી એસ. ક્રિષ્‍ણા ચૈતન્‍યની અંદામાન અને નિકોબાર અને 2013 બેચના શ્રી મોહિત મિશ્રાની દિલ્‍હી બદલીનો આદેશ જારી કરાયો છે.
2009 બેચના દાનિક્‍સ અધિકારી શ્રી અમિત કુમાર પમાસી, 2012 બેચના શ્રી પુનિતકુમાર પટેલ અને 2008 બેચના શ્રી મરાઠે ઓંકાર ગોપાલની દિલ્‍હીથી દાદરા નગર હવેલી અને દમણ-દીવ પ્રશાસનમાં બદલીનો આદેશ કરાયો છે.
દાદરા નગર હવેલી અને દમણ-દીવમાં કાર્યરત 2013 બેચના દાનિપ્‍સ અધિકારી શ્રી રજનીકાંત અવધિયાની અંદામાન અને નિકોબાર અને દિલ્‍હીથી 2011 બેચના સુશ્રી તનુ શર્માની દાનહ અને દમણ-દીવ પ્રશાસનમાં બદલીનો આદેશ કરાયો છે.

Related posts

દાનહમાં કોંગ્રેસના ઉમેદવાર તરીકે મહેશભાઈ ધોડીએ કરેલી ઉમેદવારી

vartmanpravah

ધરમપુર સ્‍ટેટ હોસ્‍પિટલના કર્મચારીઓના બાકી પગાર માટે ધારાસભ્‍ય અનંત પટેલના પ્રયત્‍નથી સુખદ ઉકેલ આવ્‍યો

vartmanpravah

દાનહ બેઠક માટે શિવસેનાએ જારી કર્યો ઘોષણા પત્રઃ 36 મુદ્દાઓને આપેલી પ્રાથમિકતા

vartmanpravah

સંઘપ્રદેશના શિક્ષણ વિભાગના ‘‘વિદ્યા સમીક્ષા કેન્‍દ્ર”નું પ્રશાસક પ્રફુલભાઈ પટેલે કરેલું નિરીક્ષણ

vartmanpravah

મોબાઇલ અને બાઈક છોડાવવા માટે હોમગાર્ડ પાસે રૂા.ચાર હજારની લાંચ લેતા દાનહના આઈએસઆઈને સીબીઆઈએ કરેલી ધરપકડ

vartmanpravah

જિલ્લામાં આયુષ્માન ભારત અંતર્ગત “મા” કાર્ડ માટે ઈ – કે.વાય.સી. કરાવી શકાશે

vartmanpravah

Leave a Comment