October 13, 2025
Vartman Pravah
Breaking NewsOtherગુજરાતડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

ભારત સરકારના ગૃહ મંત્રાલયે જારી કરેલો આદેશ સંઘપ્રદેશ પ્રશાસનમાં કાર્યરત ત્રણ આઈ.એ.એસ. અને 2 આઈ.પી.એસ. અધિકારીઓની બદલી

સંઘપ્રદેશના નાણાં સચિવ ગૌરવ સિંહ રાજાવત અને ફરમન બ્રહ્માની અરૂણાચલ પ્રદેશ તથા ભાનુ પ્રભાની દિલ્‍હી બદલી

સંઘપ્રદેશ પ્રશાસનમાં આઈ.એ.એસ. અધિકારી અજય કુમાર ગુપ્તા અને ડો. મોનિકા પ્રિયદર્શીનીનું દિલ્‍હીથી થનારૂં આગમન

દાનહ અને દમણ-દીવમાં કાર્યરત આઈ.પી.એસ. અધિકારી ફૂલઝેલે પિયુષ નિરાકરની લદ્દાખ અને મણિભૂષણ સિંઘની મિઝોરમ બદલી

કુમાર જ્ઞાનેશની દિલ્‍હીથી અને કેતન બંસલની ચંડીગઢથી સંઘપ્રદેશ દાનહ અને દમણ-દીવમાં નિયુક્‍તિ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.12 : આજે ભારત સરકારના ગૃહ મંત્રાલયે એગ્‍મૂટ કેડરના 33 આઈ.એ.એસ. અને 45 આઈ.પી.એસ. અધિકારીઓની બદલીના આદેશ જારી કર્યા છે. જેમાં દાદરા નગર હવેલી અને દમણ-દીવના 3 આઈ.એ.એસ. અને 2 આઈ.પી.એસ. અધિકારીઓનો પણ સમાવેશ થાય છે.
આજે ભારત સરકારના ગૃહમંત્રાલયે જારી કરેલા આઈ.એ.એસ. અને આઈ.પી.એસ.ની બદલીના આદેશમાં સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવમાં નાણાં સચિવ તથા પંચાયતી રાજ સચિવ જેવા મહત્ત્વના પદે કાર્યરત 2011 બેચના આઈ.એ.એસ.અધિકારી શ્રી ગૌરવ સિંહ રાજાવત, દીવ જિલ્લાના કલેક્‍ટર 2015 બેચના શ્રીમતી ભાનુ પ્રભા અને 2019 બેચના સંઘપ્રદેશમાં સમાજ કલ્‍યાણ સચિવ તરીકે કાર્યરત શ્રી ફરમન બ્રહ્માનો સમાવેશ થાય છે. શ્રી ગૌરવ સિંહ રાજાવત અને શ્રી ફરમન બ્રહ્માને અરૂણાચલ પ્રદેશ અને શ્રીમતી ભાનુ પ્રભાની દિલ્‍હી ખાતે બદલી કરવામાં આવી છે.
સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવ પ્રશાસનમાં 2010 બેચના આઈ.એ.એસ. અધિકારી શ્રી અજય કુમાર ગુપ્તા અને 2014 બેચના ડો. મોનિકા પ્રિયદર્શીનીની દિલ્‍હીથી બદલી કરવામાં આવી છે.
જ્‍યારે આઈ.પી.એસ. અધિકારીઓમાં સંઘપ્રદેશ પ્રશાસનમાં ફરજ બજાવી રહેલા 2015 બેચના શ્રી ફૂલઝેલે પિયુષ નિરાકરની લદ્દાખ અને 2019 બેચના શ્રી મણિભૂષણ સિંઘની મિઝોરમ બદલીના આદેશ જારી કરાયા છે અને સંઘપ્રદેશ પ્રશાસનમાં 2013 બેચના શ્રી કુમાર જ્ઞાનેશની દિલ્‍હીથી અને 2016 બેચના શ્રી કેતન બંસલની ચંડીગઢથી સંઘપ્રદેશ દાનહ અને દમણ-દીવમાં બદલીના આદેશ કરાયા છે.

Related posts

વાપી કે.બી.એસ કોમર્સ અને નટરાજ પ્રોફેશનલ સાયન્‍સ કોલેજ ખાતે સ્‍ટાફ ઓરિએન્‍ટેશન પ્રોગ્રામ યોજાયો

vartmanpravah

ધરમપુર સ્‍ટેટ હોસ્‍પિટલમાં પ્રસુતિમાં મહિલાનું મોત નિપજતા પરિવારનો હંગામો

vartmanpravah

વાપી નગરપાલિકાના નવનિયુક્‍ત પ્રમુખ સહિતના હોદ્દેદારોએ વલસાડ-ડાંગ સાંસદ અને જિલ્લા ભાજપ પ્રમુખની લીધેલી શુભેચ્‍છા મુલાકાત

vartmanpravah

સંતની સાચવણી માટે સંસ્‍કાર, સત્‍સંગ અને શિવ ભક્‍તિની જરૂરિયાત : મેહુલભાઈ જાની

vartmanpravah

ગુજરાત નેશનલ લૉ યુનિવર્સિટીના સેલવાસ કેમ્‍પસ ખાતે સંઘપ્રદેશના વિદ્યાર્થીઓ માટે નિઃશુલ્‍ક સીએલએટી માર્ગદર્શન શિબિર યોજાઈ

vartmanpravah

‘મોદીની ગેરંટી’ યોજનાઓ બનાવવા પૂરતી સીમિત નથી, પણ ગરીબ, વંચિત, હકદાર લાભાર્થીઓ સુધી પહોંચાડવાની પણ ગેરંટી છેઃ વડાપ્રધાન

vartmanpravah

Leave a Comment