July 18, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

સુરતના તત્‍કાલીન ટી.પી.ઓ. કૈલાસ ભોયાની અપ્રમાણસરની મિલકતો અંગે એ.સી.બી.એ વલસાડમાં તપાસ હાથ ધરી

રૂા.1.57 કરોડની અનઅધિકૃત મિલકતો અબ્રામા, કાંજણહરી,
જુજવા અને ધરમપુરમાં મળી આવી છે

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.13: સુરતમાં તત્‍કાલિન ટાઉન પ્‍લાનિંગ ઓફિસ (ટી.પી.ઓ.) તરીકે ફરજ બજાવતા કૈલાસ ભોયા ઉપર એ.સી.બી. દ્વારા અપ્રમાણસરની મિલકતો અંગે તવાઈ ચાલી રહી છે. એ.સી.બી. વડોદરા દ્વારા ચાલતી તપાસ રેલો વલસાડ સુધી વિસ્‍તર્યો છે. કૈલાસ ભોયાની વલસાડ-ધરમપુરમાં ખાસ્‍સી મિલકતો તપાસમાં બહાર આવી છે. વલસાડ એ.સી.બી.ને સાથે રાખીને વલસાડ અબ્રામા, જુજવા, વલસાડ જલારામ સોસાયટીમાં મિલકતો હોવાથી બહાર આવ્‍યું હતું.
સુરત ટી.પી.ઓ તરીકે ફરજ બજાવતા કૈલાસભોયા વિરૂધ્‍ધ અપ્રમાણસરની મિલકતો અંગે એ.સી.બી. વડોદરાએ તપાસ હાથ ધરી છે. જેનો રેલો વલસાડ-ધરમપુર સુધી વિસ્‍તર્યો છે. ધરમપુરમાં પત્‍ની અને પૂત્રીના નામે મિલકતો મળી આવી છે. સરકારી બાબુઓ ભ્રષ્‍ટાચાર કરીને કરોડો રૂપિયાની સંપતિના માલિક બની જતા હોય છે. તેનો જાગતિક પુરાવો ટી.પી.ઓ. કૈલાસ ભોયા થકી મળી રહ્યો છે. હજુ એ.સી.બી. વડોદરા અને વલસાડની તપાસ ચાલુ છે. તેથી નવી બાબતો પ્રકાશમાં આવે તેવી સંભાવનાઓ જોવાઈ રહી છે.

Related posts

વાપી એલજી હરિયા સ્‍કૂલમાં આંતર સ્‍કૂલ પોસ્‍ટર એન્‍ડ પેઇન્‍ટિંગ સ્‍પર્ધા યોજાઈ

vartmanpravah

વાપી રેલવે સ્‍ટેશનથી દાદરા ચેક પોસ્‍ટ સુધી દોડતી બસ પાછળના ચાર ટાયર પૈકી ત્રણ ટાયરો વડે ચાલી રહી છે

vartmanpravah

ભારત સરકારના કુદરતી ગેસ મંત્રાલય અને બાલ્‍મેર લોરીના સંયુક્‍ત પ્રયાસથી દાનહના સાયલી અને ખડોલી ગામોની 7પ વંચિત આદિવાસી મહિલાઓના સશક્‍તિકરણ માટે શરૂ થનારો આજીવિકા સંબંધિત પ્રોજેક્‍ટ

vartmanpravah

બાળ કલ્‍યાણ સમિતિ અને કિશોર ન્‍યાય બોર્ડ, દીવ દ્વારા કોવિડ મહામારી દરમ્‍યાન પોતાના બંને માતા-પિતા ગુમાવનાર વણાકબારાના ચાર અનાથ બાળકોના વાર્ષિક મકાન ભાડા માટે આર્થિક સહાય પૂરી પાડવામાં આવી

vartmanpravah

દીવ જિલ્લા બીજેપી મહિલા મોરચાએ જનસંખ્‍યા નિયંત્રણ પર વિવાદિત ટિપ્‍પણી કરનાર બિહારના સીએમ નિતીશ કુમારનું પુતળું બાળી વિરોધ દર્શાવ્‍યો

vartmanpravah

નવસારી વિજલપોર ખાતે આવેલ મારૂતિનગર મરાઠી શાળામાં વિદાય સમારંભ યોજાયો

vartmanpravah

Leave a Comment