Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડ તાલુકાના આંગણવાડી કેન્‍દ્રોમાં કુપોષિત બાળકોને ખજૂર, ફળ અને ચિક્કીનું વિતરણ કરાયું

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ, તા.13: સાતમા ‘‘રાષ્‍ટ્રીય પોષણ માહ” ની ઉજવણીઅંતર્ગત સપ્‍ટેમ્‍બર- 2024માં દર વર્ષની જેમ આ વર્ષે પણ વલસાડ જિલ્લાના તમામ આંગણવાડી કેન્‍દ્રો પર ઉજવણી કરવામાં આવી રહી છે.
પોષણ માહ- 2024 અંતર્ગત સમગ્ર ગુજરાતમાં અતિકુપોષિત બાળકોના કુપોષણને દૂર કરવા માટે આઈ.સી.ડી.એસ શાખામાં વલસાડ તાલુકાના વલસાડ ઘટક-3માં પારડી પારનેરા-5 બંગલી ફળિયાના આંગણવાડી કેન્‍દ્રમાં કુપોષિત બાળક અને અતિકુપોષિત બાળકોને દાતાશ્રી તરફથી ખજૂર અને સીંગદાણા ચિક્કીનું વિતરણ કરવામાં આવ્‍યું હતું. આ ઉપરાંત મગોદ ડુંગરી-2 નારીછેડા ફળિયાના આંગણવાડી કેન્‍દ્રમાં પણ દાતાશ્રી તરફથી બાળકોને પ્રોત્‍સાહિત કરવા ફળ અને ખજૂર વિતરણ કરવામાં આવ્‍યા હતા સાથે ‘‘પૌષ્ટિક અને સમતોલ આહાર, શરીરને આપે તંદુરસ્‍તી અપાર” નાં સૂત્ર સાથે સ્‍વસ્‍થ જીવનનો આધાર પૌષ્ટિક આહાર વિષે માહિતગાર કરતા ચોપાનીયાનું વિતરણ પણ કરવામાં આવ્‍યું હતું.
આમ, ઘટકમાં એક બાજુ કુપોષણ પર ધ્‍યાન કેન્‍દ્રિત રાખવામાં આવે છે જ્‍યારે બીજી તરફ તંદુરસ્‍ત બાળકોને પ્રોત્‍સાહન પણ કરવામાં આવે છે. આ સાથે સગર્ભા માતાઓને માતૃશક્‍તિનો ઉપયોગ, નિયમિત રસીકરણ અને 6 માસ સુધી ફક્‍ત સ્‍તનપાન અને સગર્ભાવસ્‍થા દરમિયાન રાખવાની થતી કાળજી વિશે સમજ આપવામાં આવી હતી. પોષણ માસનું કેન્‍દ્રબિંદુપોષણ આધારિત સંવેદના માટે માનવ જીવનચક્રના મુખ્‍ય તબક્કાઓ એટલે કે ગર્ભાવસ્‍થા, બાલ્‍યાવસ્‍થા, બાળપણ અને કિશોરાવસ્‍થા વિશે જાગૃતિ લાવવાનો છે.

Related posts

દમણની સાર્વજનિક શાળામાં આયોજીત બે દિવસીય ખેલ મહોત્‍સવનું સફળતાપૂર્વક સમાપન

vartmanpravah

સ્‍વ.વકીલ નિલેશભાઈની યાદમાં પારડી બાર એસોસિએશન દ્વારા ક્રિકેટ મેચનું કરાયેલું આયોજન

vartmanpravah

ઉત્તર ભારતીય લોકોનો શ્રાવણ મહિનો શરૂઃ દલવાડા સ્‍થિત વાસુકીનાથ મહાદેવ મંદિરમાં 45 દિવસીય મહાભિષેકનું આયોજન

vartmanpravah

નરોલી સરકારી હાઈસ્‍કૂલમાં ફાયર વિભાગ દ્વારા મોકડ્રિલ યોજાઈ: આકસ્‍મિક રીતે લાગતી આગને ઓલવવાની વિદ્યાર્થીઓને બતાવેલી વ્‍યવહારૂ રીત

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલની કેન્‍દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ સાથે દાનહ-દમણ-દીવ તથા લક્ષદ્વીપના વિવિધ મુદ્દાઓ ઉપર ગહન ચર્ચા-વિચારણાં

vartmanpravah

નાની દમણ આટિયાવાડ ગ્રામ પંચાયતના સરપંચ તરીકે અમિત લાલુભાઈ પટેલની નિમણૂક કરાઈ

vartmanpravah

Leave a Comment