September 1, 2026
Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદેશસેલવાસ

દાદરા નગર હવેલીના સાંસદ કલાબેન ડેલકરને ભારત સરકારની ગૃહ મંત્રાલય સમિતિના સભ્‍ય બનાવાયા

કલાબેન ડેલકરે લોકસભાના સ્‍પીકર ઓમ બિરલા, વડાપ્રધાન નરેન્‍દ્રભાઈ મોદી અને ગૃહમંત્રી અમિતભાઈ શાહનો માનેલો આભાર

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.27: દાદરા નગર હવેલીના સાંસદ શ્રીમતી કલાબેન ડેલકરને લોકસભાના સ્‍પીકર શ્રી ઓમ બિરલા દ્વારા ભારત સરકારના ગૃહ મંત્રાલયના ગૃહ બાબતો સંબંધિત સમિતિના સભ્‍ય બનાવાયા છે.ગૃહ મંત્રાલય ભારત સરકાર દ્વારા જારી કરવામાં આવેલ ગૃહ બાબતોની સમિતિની યાદીમાં દાનહના સાંસદ શ્રીમતી કલાબેન મોહનભાઈ ડેલકરનું નામ સામેલ કરાયું છે. આ સમિતિમાં લોકસભાના અને રાજ્‍યસભાના સાંસદોને પણ સામેલ કરવામાં આવ્‍યા છે. ભારત સરકારના ગૃહ મંત્રાલયની કમિટીમાં સભ્‍ય પદ મળતા દાનહના સાંસદ શ્રીમતી કલાબેન ડેલકરે લોકસભાના સ્‍પીકર શ્રી ઓમ બિરલા, વડાપ્રધાનશ્રી નરેન્‍દ્રભાઈ મોદી અને ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહનો આભાર વ્‍યક્‍ત કર્યો હતો. જ્‍યારે સાંસદ શ્રી કલાબેન ડેલકરને કેન્‍દ્રીય ગૃહમંત્રાલયની કમિટીમાં મળેલા સભ્‍ય પદ બદલ દાનહવાસીઓમાં ખુશીની લાગણી જોવા મળી રહી છે.

Related posts

વલસાડ જિલ્લામાં ખેતી લાયક વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશીનો માહોલ

vartmanpravah

ધરમપુર કોંગ્રેસમાં યાદવાસ્‍થળી : કલ્‍પેશ પટેલ કોંગ્રેસમાં જોડાઈ ટિકિટના પ્રબળ દાવેદાર બનતા પૂર્વ સાંસદ કિશન પટેલને વાંકુ પડયું

vartmanpravah

વલસાડ આર.ટી.ઓ. દ્વારા ગેરરિતી આચરતી સાત ટ્રકોને રૂા.1.50 લાખનો દંડ ફટકાર્યો : ટ્રક માલિકોમાં ફફડાટ

vartmanpravah

પ્રધાનમંત્રીએ એ.એસ. નવસારીમાં નાઈક હેલ્થકેર કોમ્પ્લેક્સ અને નિરાલી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલનું ઉદ્ઘાટન કર્યું

vartmanpravah

સેલવાસના વિવિધ વિસ્‍તારોમાં તંબાકુની બનાવટની વસ્‍તુ વેચનાર સામે પોલીસે કરેલી લાલ આંખ

vartmanpravah

આખા વર્ષ દરમિયાન લાખો પર્યટકોને સ્‍વર્ગનો અહેસાસ કરાવતા દાદરા નગર હવેલીના દૂધની ગામને મળ્‍યો ‘‘બેસ્‍ટ ટુરિઝમ વિલેજ” એવોર્ડ-2024

vartmanpravah

Leave a Comment