October 17, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડ જિલ્લામાં લોકડાયરાના માધ્‍યમ થકી રાજ્‍ય સરકારની યોજનાઓનો પ્રચાર પ્રસાર

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ, તા.13: રાજ્‍ય સરકાર દ્વારા અમલી વિવિધ પ્રજા કલ્‍યાણલક્ષી યોજનાઓ/વિકાસ કાર્યક્રમોની જાણકારી શહેરી, ગ્રામીણ અને અંતરિયાળ વિસ્‍તારના લોકો સુધી પહોંચે તે માટે પરંપરાગત માધ્‍યમના કાર્યક્રમો પ્રચાર-પ્રસારનું અસરકારક માધ્‍યમ છે. પ્રગતિશીલ ગુજરાત રાજયની વિવિધ યોજનાઓનો બહોળો પ્રચાર થાય તે માટે જિલ્લા માહિતી કચેરી વલસાડ દ્વારા હાલમાં ચાલી રહેલા ગણેશ મહોત્‍સવમાં લોકડાયરાના માધ્‍યમથી લોકોમાં જાગૃતિ કેળવવાના પ્રયાસો હાથ ધરાયા છે. જેમાં વિવિધ કલા મંડળોને કાર્યક્રમોની ફાળવણી કરવામાં આવી છે. જેમને રાજ્‍ય સરકાર દ્વારા નિયત કરાયેલા પુરસ્‍કારની રકમ પણ આપવામાં આવે છે.
આ કલા મંડળો પૈકી બીલપુડીના પ્રગતિ મહિલા મંડળને પણ કાર્યક્રમોની ફાળવણીકરવામાં આવી હતી. જેમાં પારડી તાલુકાના પંચલાઈ અને નેવરી ગામે યોજાયેલા કાર્યક્રમમાં ગ્રામજનોનો બહોળો પ્રતિસાદ મળ્‍યો હતો. બંને ગામોના સરપંચોએ માહિતી ખાતા દ્વારા આ પ્રકારના કાર્યક્રમો યોજી લોકોમાં જાગૃતિ ફેલાવવાનું આયોજન કરવામાં આવી રહ્યું છે તે સરાહનીય છે, તેમ જણાવ્‍યું હતું. પ્રગતિ મહિલા મંડળના પ્રમુખ વનીતાબેન ગાવિતે મહિલાઓને લગતી વિવિધ યોજનાકીય જાણકારી આપી તેનો લાભ લેવા શું કરવું તેની પણ સમજણ આપી હતી. ચોમાસાની ઋતુમાં વિવિધ રોગો સામે રક્ષણ મળે તે માટે રાખવાની તકેદારી બાબતે પણ માહિતગાર કર્યા હતા.
વલસાડ જિલ્લામાં લોકડાયરા, ભવાઈ, કઠપૂતળી, નાટક વગેરે ક્ષેત્રમાં કામ કરતા મંડળો તેમના માધ્‍યમ થકી રાજ્‍ય સરકારની યોજનાઓના પ્રચાર પ્રસારના કાર્યક્રમમાં સહભાગી થવા માંગતા હોય તેમણે જિલ્લા માહિતી કચેરી, સેવા સદન 1, ધરમપુર રોડ, વલસાડનો સંપર્ક સાધવાનો રહેશે.

Related posts

દાનહ આદિવાસી વિકાસ સંગઠન દ્વારા ‘વિશ્વ આદિવાસી દિવસ’ની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી

vartmanpravah

સંઘપ્રદેશની તમામ સરકારી શાળાઓ આધુનિક સંસાધનોથી સજ્જઃ શિક્ષણની ગુણવત્તામાં પણ થઈ રહેલો ઉત્તરોત્તર વધારોઃ શિક્ષણ નિર્દેશક જતિન ગોયલ

vartmanpravah

વલસાડ રાબડા ગામે દરગાહ ચલાવતા ચેતન બાપુની હનુમાન જયંતિ નિમિત્તે હનુમાન દાદાની કબર ખોલવાની પત્રિકાથી રોષ

vartmanpravah

શ્રી ઘનશ્‍યામ વિદ્યામંદિર, સલવાવનું ગૌરવ

vartmanpravah

પોર્ટુગીઝ સલ્‍તનતના સમયે 75 વર્ષ પહેલાં સ્‍થાપાયેલ દમણની સાર્વજનિક વિદ્યાલય ખાતે યોજાયેલ નીટની પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન

vartmanpravah

નવસારી જિલ્લામાં કુલ 10,78,260 મતદારો

vartmanpravah

Leave a Comment