October 17, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

નવસારી ઍલસીબી પોલીસે મજીગામઓવરબ્રિજ પાસેથી દારૂ ભરેલ આઈ-૨૦ કાર સાથે બે ઈસમોને ઝડપી પાડ્યા

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી,(વંકાલ), તા.13: નવસારી એલસીબી પોલીસના પીઆઇ-વી.જે.જાડેજા, પીએસઆઇ-એસ.વી.આહીર, હે.કો-ગણેશભાઈ દિનુભાઈ, યુવરાજસિંહ જુવાનસિંહ, લલિતભાઈ અશોકભાઈ સહિતનો સ્‍ટાફ પેટ્રોલિંગમાં હતો તેદરમ્‍યાન પૂર્વ બાતમીના આધારે ને.હા.નં-48 મુંબઈ થી અમદાવાદ જતા ટ્રેક ઉપર મજીગામ ઓવરબ્રિજના પાસે વોચ ગોઠવી હતી. દરમ્‍યાન બાતમી મુજબની આઇ-20 કાર નં-જીજે-15-સીએચ-5439 આવતા પોલીસની નાકાબંધી જોઈ આઈ-20 કાર રિવર્સ લઇ પુરઝડપે હંકારી નાસવા જતા કાર ડિવાઇડર ઉપર ચઢી જઇ અકસ્‍માત થતા પોલીસે કારને આંતરી લઈ તલાશી લેતા અંદરથી વિદેશી દારૂની નાની-મોટી બોટલ નંગ-397 કિ.રૂ.2,67,500/- તેમજ આઈ-20 કારની કિં.રૂ.5 લાખ, બે નંગ મોબાઇલ કિં.રૂ.5,500/- મળી કુલ્લે રૂ.7,73,000/- નો મુદ્દામાલ કબ્‍જે કરી કાર ચાલક અંકિત હસમુખ પત્રેકર (ઉ.વ-35) (રહે.ખેરલાવ ગામ, વાણિયાવાડ ફળીયું ગ્રામ પંચાયત પાસે તા.પારડી જી.વલસાડ), વિકેશ ઉર્ફે વિકી રમેશ ધોડિયા પટેલ (ઉ.વ-38) (રહે.ખડકીગામ ભંડારવાડ આશ્રમ ફળીયું શિવ-શક્‍તિ ક્‍વોરી પાસે તા.પારડી જી.વલસાડ) ને ઝડપી પાડયા હતા.
જ્‍યારે દારૂનો જથ્‍થો ભરાવનાર મયંક જયંતિભાઈ પટેલ (હાલ રહે.ડાભેલ ચેક પોસ્‍ટ નજીક નાની દમણ) (મૂળ રહે.રોહીણાગામ આશ્રમ ફળીયા તા.પારડી જી.વલસાડ), દારૂનો જથ્‍થો મંગાવનાર સોયેબ ઇબ્રાહિમ રાવત (રહે.નૂરનગર બારડોલી તા.બારડોલી જી.સુરત) એમ બે-જેટલાને પોલીસ ચોપડે વોન્‍ટેડ જાહેર કરી બનાવની ફરિયાદ નવસારી એલસબીના હે.કો-લલિતભાઇઅશોકભાઇએ કરતા વધુ તપાસ નવસારી એલસીબી પોલીસ કરી રહી છે.

Related posts

દીવના કેવડી મુકામે સરકારી કોલજમાં મોદી@20 પુસ્‍તકને લઈ સેમિનાર યોજાયો

vartmanpravah

વાપી જેસીઆઈએ 30મા સ્‍થાપના દિવસની મેગા સેલિબ્રેશન સાથે કરી

vartmanpravah

ધોરણ 10મા બોર્ડનું પરિણામ જાહેર: દાનહ અને દમણ-દીવનું 54.33 ટકા પરિણામઃ દમણમાં સૌથી ઓછું પરિયારી હાઈસ્‍કૂલનું 14.86 ટકા

vartmanpravah

દમણ મહિલા મંડળ દ્વારા 1988થી આજપર્યંત શેરી ગરબા દ્વારા પરંપરા અને સંસ્‍કૃતિનું થઈ રહેલું જતન

vartmanpravah

દાનહ ઇલેક્‍ટ્રીક વિભાગ પ્રાઈવેટ કંપની ટોરેન્‍ટોને આપવામા આવી ત્‍યારથી લોકોને પડતી મુશ્‍કેલી અંગે કલેક્‍ટરને લેખિત રજૂઆત કરાઈ

vartmanpravah

દાનહ અને દમણ-દીવ ભાજપ દ્વારા ડો.બાબાસાહેબ આંબેડકરની 131મી જન્‍મજયંતિની ઉજવણી કરાઈ

vartmanpravah

Leave a Comment