(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
ચીખલી,(વંકાલ), તા.15: ચીખલી અખિલ હિન્દ મહિલા મંડળ હોલ ખાતે ગણેશ વિસર્જન અને ઇદે મિલાદના તહેવાર પૂર્વે શાંતિ સમિતિની બેઠક ડીવાયએસપી-ભગીરથસિંહ ગોહિલના અધ્યક્ષ સ્થાને ઈન્ચાર્જ પીઆઇ-એન.એમ.આહીર, એલઆઇબી શાખાના કિરણભાઈ, ચીખલી સરપંચ વિરલભાઈ પટેલ, ખૂંધ સરપંચ હર્ષદભાઈ સહીતનાની ઉપસ્થિતિમાં યોજાઈ હતી. જેમાં ગણેશ મંડળ અને ઇદે મિલાદના આયોજકોનેસંબોધતા ડીવાયએસપી-ભગિરથસિંહ ગોહિલે જરૂરી સૂચના આપતા જણાવ્યું હતું કે ગાંધીનગરના દહેગામ ખાતે થયેલી ઘટનાને ધ્યાને લઇ કોઈ અધતીટ ઘટના ન બને પોલીસ તંત્રને સહકાર આપવા, વિસર્જન સ્થળ ઉપર કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેમજ ચીખલી કાવેરી નદી રિવફ્રન્ટ ઉપર ફાયર ફાઇટર અને બોટની વ્યવસ્થા રહેશે. સાથે ઇદે મિલાદના ઝુલુસનો પ્રસંગ શાંતિથી ઉજવાય અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે બાબતે તકેદારી રાખવા સૂચનાઓ આપી હતી. તેમજ ભારે અને મોટા વાહનો માટે જાહેરનામું બહાર પળાશે. અને કાયદો અને વ્યવસ્થાનો ભંગ થાય તેવા બનાવમાં સખત પગલાં ભરવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારી હતી. જ્યારે ચીખલીના પીઆઇ-એન.એમ.આહીરે જણાવ્યુ હતું કે ગણેશ વિસર્જન સમયસર થાય, જે મંડળના મોટા ડીજે હોય તેમને ચીખલી ગામમાં પ્રવેશ મળશે નહીં, ગુલાલ કે અન્ય કોઈ ચીજવસ્તુ મંડળ શિવાય ઉડાડી શકાશે નહીં, ડીજેમાં કોઈની લાગણી ન દુભાઈ તે રીતે ગીતો વગાડવા, ચીખલી કાવેરી રિવરફ્રન્ટ ઉપર તરવૈયાને મૂર્તિ આપ્યા બાદ પાણીની અંદર ન જવુ તેમજ નાના પુલ ઉપરથી મોટી મૂર્તિ સાથે મંડળના 8-લોકોને જવાની છૂટ આપી પોલીસ તેમજ વહીવટી તંત્રને સહકાર આપવા જણાવ્યું હતું.
શાંતિ સમિતિની બેઠકમાં વિશ્વ હિન્દુ પરિષદના હર્ષદભાઈ,હિતેશભાઈ, મંગુભાઈ તળાવીયા, પરેશભાઈ પટેલ, ઝીલ કાયસ્થ, ઉમેશભાઈ પટેલ, મુસ્લિમ સમાજના શબ્બીરભાઈ પુનાવાલા, સૈયદ અકિલભાઈ (મહેફુઝ બાગ), હમીદભાઈ દભાડ, મકબુલ દભાડ, રફીક શેખ, અબ્દુલ મૂનાફ શેખ સહિતનાઓ ઉપસ્થિત રહ્યા હતા.
