December 1, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

આર. કે. દેસાઈ કોલેજ ઓફ એજ્‍યુકેશન વાપીમાં હિન્દી દિવસની કરાયેલી ભવ્ય ઉજવણી

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.15: વાપી સ્‍થિત આર. કે. દેસાઈ કોલેજ ઓફ એજ્‍યુકેશન, વાપીમાં બી.એડના તાલીમાર્થીઓ દ્વારા તા.14-09-2024 ના રોજ હિન્‍દી દિવસની ઉજવણી કરવામાં આવી હતી. ઉજવણી નિમિતે તાલીમાર્થીઓએ રાષ્‍ટ્ર ભાષાનું મહત્‍વ દર્શાવતાં હિન્‍દી સાહિત્‍યના દોહા, ભજન, કાવ્‍યપઠન, નુક્કડ નાટક, ગઝલ, બ્રજ ભાષામાં લોક ગીત, રજૂ કરવામાં આવ્‍યા હતાં. વિદ્યાર્થીઓએ ઉમંગ અને ઉત્‍સાહ સાથે હિન્‍દી રાષ્‍ટ્ર ભાષામાં ગૌરવંતો મહિમાં પ્રગટ કર્યો હતો. હિન્‍દી દિવસ નિમિતે હિન્‍દી વિષયના પ્રાધ્‍યાપક ડૉ.જયંતિલાલ બારીસે તાલીમાર્થીઓને હિન્‍દી દિવસ વિશેષ પ્રાસંગિક ઉદ્દબોધન કર્યું હતું તથા હિન્‍દી દિવસ કેમ મનાવવામાં આવે છે અને હિન્‍દી ભાષાને રાજભાષા તરીકે કયારે ગઠબંધન થયુ તેમજ હિન્‍દી ભાષાનું મહત્‍વ વિશે સુંદર માહિતી તાલીમાર્થીઓને અવગત કર્યા હતા. સંસ્‍થાના અધ્‍યાપિકા ડો.ગુંજન વશી, ડો.રાહુલ ટંડેલ અને ડો.અક્ષય ટંડેલ સરએ હિન્‍દી દિવસની શુભકામનાતથા આશિર્વચન આપી હિન્‍દી ભાષાનો મહિમા પ્રગટ કર્યો હતો. સમગ્ર કાર્યક્રમનું સંચાલન એસ.વાય. બી.એડની તાલીમાર્થી મનાલી પટેલ દ્વારા કરવામાં આવ્‍યું હતું. કાર્યક્રમના અંતે હિંદી વિષયના પ્રાધ્‍યાપક ડૉ.વિમુખ પટેલ દ્વારા આભાર વિધિ રજૂ થઈ હતી. આ સુંદર કાર્યક્રમ કરવા બદલ સંસ્‍થાના ચેરમેન શ્રી મિલન દેસાઈ તથા ઇન્‍ચાર્જ કેમ્‍પસ ડાયરેક્‍ટર ડો.મિત્તલ શાહ અને કોલેજના પ્રિન્‍સિપાલ ડો.પ્રીતિ ચૌહાણેએ હિન્‍દી દિવસ નિમિતે શુભેચ્‍છા પાઠવી હતી.

Related posts

સમસ્‍ત માહ્યાવંશી સમાજની વૈશ્વિક ઓળખના પર્યાય બનેલા કેપ્‍ટન અમૃતલાલ માણેક

vartmanpravah

વાપી રામ લલ્લા મયઃ અંબામાતા મંદિરમાં ભવ્‍ય રામોત્‍સવની ઉજવણી : હજારોની ભીડ ઉમટી

vartmanpravah

દાનહ પોલીસ દ્વારા નરોલી ગામેથી 1.220 કિલો ગાંજા સાથે બે આરોપીની ધરપકડ કરાઈ

vartmanpravah

વલસાડ હાઈવે ગુંદલાવ ચોકડી ઉપર બાઈકમાં આગ લાગી : બનાવ બાદ ચાલક ફરાર : બાઈક ચાલક કોણ હતો તેની પોલીસે તપાસ હાથ ધરી હતી

vartmanpravah

નવસારી જિલ્લામાં વરસાદનું જોર ઘટતા નુકશાનીનો સત્વરે સર્વે કરી સહાય ચૂકવવા તાકિદ કરતાં પ્રભારી સચિવશ્રી

vartmanpravah

દાનહના સાંસદ કલાબેન ડેલકરે લોકસભામાં સાંસદ પદના લીધેલા શપથઃ પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીના ત્રીજા કાર્યકાળમાં દેશવાસીઓના કલ્‍યાણ અને અમૃતકાળના સંકલ્‍પોમાં સહભાગી બનવા બતાવેલી કટિબધ્‍ધતા

vartmanpravah

Leave a Comment