December 1, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

શ્રી રામદેવ ચેરીટેબલ ટ્રસ્‍ટ સરીગામ ભીલાડ દ્વારા ચારભુજાજી રેવાડ યાત્રાનું કરવામાં આવેલું ભવ્‍ય આયોજન

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સરીગામ, તા.15: સરીગામ ભીલાડ વિસ્‍તારમાં શ્રી રામદેવ ચેરીટેબલ ટ્રસ્‍ટ દ્વારા 14 મી સપ્‍ટેમ્‍બરનાં રોજ ભગવાન ચાર ભુજાજી રેવાડી યાત્રાનું આયોજન કરવામાં આવ્‍યું હતું. યાત્રાનો પ્રારંભ સવારે 11.15કલાકે સરીગામ ખાતેથી કરવામાં આવ્‍યો હતો. જે પદયાત્રા ભીલાડથી પસાર થઈ ને.હા. નંબર 8 સુધી પહોંચ્‍યા બાદ ત્‍યાંથી વાહન મારફતે ચાર ભૂજાજી રેવાડી યાત્રા દમણ ગંગા નદી વાપી ખાતે પહોંચી હતી. જ્‍યાં ભગવાન ચાર ભુજાજીને સ્‍નાન કરાવી ભીલાડ ભંડારી હોલમાં પરત ફરી હતી. આ યાત્રા દરમિયાન મહિલાઓ સહિત રાજસ્‍થાન પરિવારના સભ્‍યો વેશભૂજામાં સજજ થઈ ડી.જે.ના તાલે રાજસ્‍થાની નૃત્‍યમાં ઝૂમતા જોવા મળ્‍યા હતા. આ પાવન રેવાડી યાત્રા પ્રસંગે ભાજપ સંગઠન પ્રમુખશ્રી દિલીપભાઈ ભંડારી, શ્રી દિપકભાઈ મિષાી, કારોબારી અધ્‍યક્ષશ્રી મહેશભાઈ આહીર, શ્રી રાકેશભાઈ રાય, શ્રી પ્રતીક રાય, શ્રી શેખરભાઈ આરેકર, શ્રી કીર્તિભાઈ રાય સહિત ખૂબ મોટી સંખ્‍યામાં સરીગામના આગેવાનો રાજસ્‍થાની ગ્રુપ યાત્રામાં જોડાયા હતા. આ પ્રસંગે મહાપ્રસાદનું આયોજન શ્રી માધારામજી સુપુત્ર ભીમારામજી માલી મંજલ પરિવાર દ્વારા કરવામાં આવ્‍યું હતું.

Related posts

વાપી જુના એસ.ટી. ડેપોનું ડિમોલેશન કરાયું : નવો ડેપો બલીઠામાં હાઈવે પર બનાવવા માટે ઉઠેલી પ્રબળ માંગ

vartmanpravah

ઉમરગામ પાલિકાએ છેલ્લા એક વર્ષમાં નિયમોને નેવે મૂકી આપેલી બીયુપી સામે થનારી ઉચ્‍ચ સ્‍તરીય રજૂઆત

vartmanpravah

સાદકપોર ગ્રામ પંચાયતના સરપંચ સામેની અવિશ્વાસની દરખાસ ફગાવી દેતા સૂરસૂરિયું થઈ ગયું હોવાની અફવાની વિગતો બહાર આવી

vartmanpravah

શ્રી સ્‍વામિનારાયણ ગુરુકુળ સલવાવ દ્વારા ભગવાન શ્રી રામની શોભાયાત્રા

vartmanpravah

નાણાંમંત્રી કનુભાઈ દેસાઈની અધ્‍યક્ષતામાં ગાંધીનગરમાં હાઈવે અને આર.એન.બી.ના અધિકારીઓની ઉચ્‍ચ મિટિંગ યોજાઈ

vartmanpravah

હિંમતનગર શ્રી ગણેશ યુવક સેવા મંડળ દ્વારા સ્‍વામી વિવેકાનંદની જન્‍મ જયંતી અવસરે સાદર શ્રદ્ધાસુમન અર્પણ કરાયા

vartmanpravah

Leave a Comment