October 16, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડ સિટી પેલેસ એપાર્ટમેન્‍ટના બંધ મકાનમાં કોઈકે ગણેશજીની છ ખંડિત પ્રતિમાઓ નાખી દીધી

જાગૃત ભાવિક યુવાનોએ મૂર્તિઓ એકત્ર કરીને વિધિવત નદીમાં વિસર્જીત કરી

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.15: વલસાડ જિલ્લામાં હાલમાં ધુમ ધામ આસ્‍થા પૂર્વક ગણેશ મહોત્‍સવ ચાલી રહ્યો છે તે વચ્‍ચે આસ્‍થાને ઠેસ પહોંચે તેવો બનાવ વલસાડમાં બન્‍યો છે. એક બંધ મકાનમાં કોઈ ઈસમ છ જેટલી ખંડિત ગણેશ મૂર્તિઓ નાખી જતા ચકચાર મચી જવા પામી હતી.
વલસાડના ધોબીતળાવ વિસ્‍તારમાં આવેલ સિટી પેલેસ એપાર્ટમેન્‍ટના બંધ મકાન પાસે કોઈ ગણેશજીની છ જેટલી પ્રતિમાઓ નાકી ગયેલ. તેની જાણ ધીરે ધીરે ચારે તરફ ફેલાઈ હતી.અહીંના સ્‍થાનિક જતેશ્વર મહાદેવ મંડળના જાગૃત યુવાનોને થઈ હતી. યુવાનો સિટી પેલેસ એપાર્ટમેન્‍ટ દોડી ગયા હતા. તમામ મુર્તિઓ સાચવીને બહાર કાઢી હતી. ત્‍યારબાદ નદી કિનારે જઈને વિધિવત આસ્‍થા પૂર્વક મૂર્તિઓનું પાણીમાં વિસર્જન કર્યું હતું તેમજ વેપારીઓ અને જાહેર રીતે જણાવેલ કે ખંડીત મૂર્તિઓ ફેંકી પાપ ના કરવુ જોઈએ તેનો સુયોગ્‍ય નિકાલ કરવો જોઈએ. લોકોની આસ્‍થાને ઠેસ પહોંચે તેવી કામગીરી કદાપિ નહી કરવી જોઈએ.

Related posts

વાપી હાઈવે ઉપર પેટ કેર શોપમાં ચોરી : 50 હજારથી વધુની રોકડ ચોરી કરી બેતસ્‍કરો ફરાર

vartmanpravah

દમણ કોસ્‍ટગાર્ડમાં ફાયરમેનની પરીક્ષા આપવા આવેલા 7 પરીક્ષાર્થીઓ નવી ટેક્‍નોલોજીના ગેજેટ સાથે પકડાયા

vartmanpravah

આજથી વલસાડ જિલ્લા સહિત ગુજરાત રાજ્‍યના 55 હજાર વિજ કર્મચારીઓ આંદોલન ઉપર

vartmanpravah

રવિવારે સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલ પેડેસ્‍ટ્રીયલ બ્રિજ પાસે ચિલ્‍ડ્રન મેમોરિયલ પાર્કનું લોકાર્પણ કરશે

vartmanpravah

ખાનવેલની કેન્‍દ્ર શાળા પરિસરમાં ‘પ્રશાસન ગામ તરફ’ શિબિર યોજાઈ

vartmanpravah

સંઘપ્રદેશમાં ‘સ્‍વચ્‍છતા હી સેવા’ પખવાડાનો આરંભઃ સ્‍વચ્‍છતા રથનું કરાવેલું પ્રસ્‍થાન

vartmanpravah

Leave a Comment