જાગૃત ભાવિક યુવાનોએ મૂર્તિઓ એકત્ર કરીને વિધિવત નદીમાં વિસર્જીત કરી
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.15: વલસાડ જિલ્લામાં હાલમાં ધુમ ધામ આસ્થા પૂર્વક ગણેશ મહોત્સવ ચાલી રહ્યો છે તે વચ્ચે આસ્થાને ઠેસ પહોંચે તેવો બનાવ વલસાડમાં બન્યો છે. એક બંધ મકાનમાં કોઈ ઈસમ છ જેટલી ખંડિત ગણેશ મૂર્તિઓ નાખી જતા ચકચાર મચી જવા પામી હતી.
વલસાડના ધોબીતળાવ વિસ્તારમાં આવેલ સિટી પેલેસ એપાર્ટમેન્ટના બંધ મકાન પાસે કોઈ ગણેશજીની છ જેટલી પ્રતિમાઓ નાકી ગયેલ. તેની જાણ ધીરે ધીરે ચારે તરફ ફેલાઈ હતી.અહીંના સ્થાનિક જતેશ્વર મહાદેવ મંડળના જાગૃત યુવાનોને થઈ હતી. યુવાનો સિટી પેલેસ એપાર્ટમેન્ટ દોડી ગયા હતા. તમામ મુર્તિઓ સાચવીને બહાર કાઢી હતી. ત્યારબાદ નદી કિનારે જઈને વિધિવત આસ્થા પૂર્વક મૂર્તિઓનું પાણીમાં વિસર્જન કર્યું હતું તેમજ વેપારીઓ અને જાહેર રીતે જણાવેલ કે ખંડીત મૂર્તિઓ ફેંકી પાપ ના કરવુ જોઈએ તેનો સુયોગ્ય નિકાલ કરવો જોઈએ. લોકોની આસ્થાને ઠેસ પહોંચે તેવી કામગીરી કદાપિ નહી કરવી જોઈએ.