July 16, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ક્‍વોરી એસોસિએશનની ગાંધીનગરમાં બેઠક યોજાઈ

પડતર પ્રશ્નોનું 15 દિવસમાં નિરાકરણ કરવામાં ન આવે તો રાજ્‍યમાં અચોક્કસ મુદ્દતની હડતાલની ઉચ્‍ચારેલી ચિમકી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી,(વંકાલ), તા.18: ગુજરાત બ્‍લેક સ્‍ટોન ક્‍વોરી એસોસિએશન દ્વારા ચીખલી સહિત સમગ્ર રાજ્‍યમાં ઈસીના કારણે લિઝના એટીઆર લોક કરવા ઉપરાંત રોયલ્‍ટી પેપર આપવાનું બંધ કરાતા અને અન્‍ય પડતર પ્રશ્નોનું પણ સરકાર દ્વારા કોઈ નિરાકરણ ન કરવામાં આવતા પંદર દિવસ બાદ સમગ્ર રાજ્‍યમાં આ ચોક્કસ મુદત માટે ક્‍વોરી ઉદ્યોગ બંધ કરવાની ચીમકી ઉચ્‍ચારવામા આવી છે.
ગાંધીનગર પથિકાશ્રમમાં ગુજરાત બ્‍લેક સ્‍ટોન ક્‍વોરી એસોસિએશનના પ્રમુખ હિતેન્‍દ્રભાઈ ઉપાધ્‍યાય (કાળુભાઈ)ના અધ્‍યક્ષ સ્‍થાને કારોબારી સભ્‍યો, દરેક જિલ્લાના એસોસિએશનના પ્રતિનિધિઓની ઉપસ્‍થિતિમાં યોજાયેલ બેઠકમાં ઈસીના કારણે ગુજરાતમાં મોટાભાગની લીઝના એટીઆર લોક કરવામાં આવેલ છે તથા અન્‍ય નાના-મોટા કારણો દર્શાવી રોયલ્‍ટી પેપર બંધ કરવામાં આવેલ છે. તથા અગાઉ 16/05/2022ના રોજ સરકારદ્વારા લેખિત સમાધાન કરી આપવામાં આાવ્‍યું હતું. પરંતુ તે તમામ મુદ્દાઓ આજદિન સુધી જેવી તેવી સ્‍થિતિમાં જ છે આ ઉપરાંત જીપીએસ જેવી નવી સિસ્‍ટમનો અમલ કરવામાં આવી રહ્યો છે. આ બધા પ્રશ્નોના નિરાકરણ માટે સરકારમાં ત્રણ મહિના અગાઉ લેખિતમાં જાણ કરાઈ હતી. પરંતુ આદિન સુધી કોઈ નિરાકરણ આવેલ નથી.
ઉપરોક્‍ત મુજબની બેઠકમાં ચર્ચા કરી હજુ વધારે 15-દિવસ એટલે કે તા.02/10/2024 સુધીમાં નિરાકરણ ન થાય તો દ્વારકા મુકામે ભગવાન શ્રી દ્વારકાધીશના દર્શન કરી ચરણોમાં શિશ નમાવી અ ચોક્કસ મુદત માટે કોરી ઉદ્યોગ બંધ રાખવાનું સર્વનું મતે ઠરાવવામાં આવ્‍યું હતું.
નવસારી જિલ્લા ક્‍વોરી એસોસિએશનના પ્રમુખ સલીમભાઈ પટેલના જણાવ્‍યાનુસાર આજે ગાંધીનગરમાં રાજ્‍યના ગુજરાત રાજ્‍ય બ્‍લેક સ્‍ટોન ક્‍વોરી એસોસિએશનની બેઠક યોજાઇ હતી. જેમાં ઈસીના કારણે એટીઆર લોક કરવા, રોયલ્‍ટીના કાગળો બંધ કરવા ઉપરાંત પડતર પ્રશ્નો અંગે વિસ્‍તૃત ચર્ચા કરી સરકાર દ્વારા આગામી 15 દિવસમાં નિરાકરણ ન લાવવામાં આવે તો નવસારી જિલ્લા સહિત સમગ્ર રાજ્‍યમાં અચોક્કસ મુદત માટે ક્‍વોરી ઉધોગ બંધ કરવાનું સર્વાનુમતે ઠરાવવામાં આવેલ છે.

Related posts

દમણ-દીવમાં 100 ટકા સ્‍થાનિક ડોમિસાઈલથી સરકારી ભરતી કરવાનો કોંગ્રેસના ઉમેદવાર કેતનભાઈ પટેલનો સંકલ્‍પ

vartmanpravah

વાપી નગરપાલિકા દ્વારા સ્‍વચ્‍છતા પખવાડીયા ઉજવણીનો સાનદાર પ્રારંભ કરવામાં આવ્‍યો

vartmanpravah

આણંદ જિલ્લાના મણીલક્ષ્મી જૈન તીર્થ ખાતે ભારત વિકાસ પરિષદ ગુજરાતનો પ્રદેશ મહાઅભ્‍યાસવર્ગ-2024 યોજાયો

vartmanpravah

વલસાડમાં શિક્ષકદિને શ્રેષ્ઠ શિક્ષકદિનની ઉજવણી કરવામાં આવી

vartmanpravah

જિલ્લા કલેકટરશ્રી ક્ષિપ્રા આગ્રેના અધ્‍યક્ષસ્‍થાને જુવેનાઈલ જસ્‍ટીસ એક્‍ટના શ્રેષ્ઠ અમલીકરણ અંગેની બેઠક યોજાઈ

vartmanpravah

તા.૪થી જૂને નાણાં વિભાગ ગાંધીનગર દ્વારા સુરત ખાતે પેન્‍શન અદાલત યોજાશે

vartmanpravah

Leave a Comment