July 18, 2026
Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદમણદીવદેશ

લાયન્‍સ પરિવાર દમણ દ્વારા હોટલ રિવાન્‍ટા પાસેના ફૂડ એટીએમમાં ફ્રૂટ્‍સ, નાસ્‍તો, કેક વગેરે અર્પણ કરી જરૂરિયાતમંદોને કરેલી મદદ

17મી સપ્‍ટેમ્‍બર, 2017ના રોજ પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીના જન્‍મ દિવસથી દમણ લાયન્‍સ પરિવારે કરેલો નવતર પ્રયોગ 7 વર્ષથી ગરીબો અને જરૂરિયાતમંદો માટે ખુબ જ ઉપયોગી સાબિત થઈ રહ્યો છે

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.18 : પ્રધાનમંત્રી શ્રી નરેન્‍દ્રભાઈ મોદીના જન્‍મ દિવસની ઉજવણીના ઉપલક્ષમાં લાયન્‍સ પરિવાર દમણ દ્વારા હોટલ રિવાન્‍ટા પાસે આવેલા ફૂડ એટીએમમાં ફ્રૂટ્‍સ, નાસ્‍તો, કેક વગેરે અર્પણ કરીને ગરીબ જરૂરિયાતમંદ લોકોને મદદ કરવામાંઆવી હતી.
આજથી સાત વર્ષ પહેલાં 17મી સપ્‍ટેમ્‍બર, 2017ના રોજ પ્રધાનમંત્રી શ્રી નરેન્‍દ્રભાઈ મોદીના જન્‍મ દિવસના ઉપલક્ષમાં લાયન્‍સ પરિવાર દ્વારા દમણ ખાતે ફૂટ એ.ટી.એમ. શરૂ કરવાનો નવતર પ્રયોગ કરાયો હતો. જે લોકોની સેવા માટે અવિરત ચાલુ રહેતા ફૂડ એ.ટી.એમ.ને દમણ ખાતે ભારે સફળતા મળી હતી.
આજના સેવા કાર્યમાં લાયન્‍સ ક્‍લબ દમણના પ્રેસિડેન્‍ટ લા. જ્‍યોતિબેન, લા. જ્‍યોત્‍સનાબેન, લા. ધર્મિષ્‍ઠાબેન, લા. કવિતાબેન, લા. રિટબેન, લા. ઈલાબેન, લા. ગાયત્રીબેન, લા. ખુશમન ઢીંમર, લા. કાન્‍તિ પામસી, લા. વિજય સોમા અને શ્રી રવિભાઈ હાજર રહ્યા હતા.

Related posts

દમણ જિ.પં.ના જાહેર બાંધકામ સમિતિના ચેરપર્સન રીનાબેન પટેલે મોદી સરકારના બજેટને મહિલાઓ માટે આશીર્વાદરૂપ ગણાવ્‍યું

vartmanpravah

સંઘપ્રદેશના વિદ્યુત વિભાગના ખાનગીકરણની સાથે ઉભા થયેલા અનેક પ્રશ્નો…

vartmanpravah

કેબિનેટ મંત્રી મનસુખભાઈ માંડવીયાએ વાપી મુક્‍તિધામની મુલાકાત લઈ કાર્ય પદ્ધતિની સરાહના કરી

vartmanpravah

સેલવાસના આમલી ઇન્‍ડસ્‍ટ્રીઝ વિસ્‍તારમાં ઘન કચરાના ખડકલામાં આગ લાગતા મચેલી દોડધામ

vartmanpravah

વલસાડ જુજવા ગામે એસ.આર.પી. જવાનની કારે બાઈકને ટક્કર મારી દેતા માતા-પૂત્ર અને જવાન અકસ્‍માતમાં ઘાયલ

vartmanpravah

વાપીના ઉદ્યોગકારોની વર્ષો જૂની માંગણી સરકારે સ્‍વીકારીઃ નોટીફાઈડ બોર્ડનું પુનઃ ગઠન કરવામાં આવશે

vartmanpravah

Leave a Comment