October 21, 2024
Vartman Pravah
Breaking NewsOtherઉમરગામગુજરાતચીખલીડિસ્ટ્રીકટતંત્રી લેખદમણદીવદેશનવસારીપારડીવલસાડવાપીસેલવાસ

‘પુરુષાર્થમાં જ વ્‍યક્‍તિનું સાચું ભાગ્‍ય છૂપાયેલું છે, નહીં કે હસ્‍તરેખામાં’

જ્‍યારે મનુષ્‍ય પુરુષાર્થને ગૌણ કરી મફતનું મેળવી જીવન જીવવાની આશા રાખે છે, તે કદી પણ સુખના સાગરમાં તરી ન શકે, મફતનું મેળવેલું ધન વ્‍યસનમાં જાય, અનાચરની પ્રવૃત્તિમાં ધોવાઈ જાય..!

ઈસવીસન પૂર્વે 400-500ની વાત છે. પ્રાચીન ભારત (હાલનું પાકિસ્‍તાન)ના નાનકડાં એવા શાલાતુલા ગામમાં એક વખત એક જ્‍યોતિષ આવ્‍યો. શેરીમાં રમતાં કેટલાંક બાળકોએ તે જ્‍યોતિષને જોયો. એ સમયે પ્રથા એવી હતી કે જે જ્‍યોતિષને અનાજ આપે તેની હસ્‍તરેખા જોઈ જ્‍યોતિષ ભાવિ ભાખે. પ્રથા પ્રમાણે સૌ બાળકો ઘરેથી અનાજ લાવીને જ્‍યોતિષને હાથ બતાવવા લાગ્‍યાં. જ્‍યોતિષ પણ જેવું સૂઝે એવું ભાવી ભાખે. બધાં બાળકોની લાઈન પૂરી થઈ. ત્‍યાં જ અનાજ વગર ખાલી હાથે એક નાના બાળકે પોતાનું ભવિષ્‍ય જાણવા પોતાનો કોમળ હાથ લંબાવ્‍યો. ખાલી હાથ જોઈ પેલાં જ્‍યોતિષે કહ્યું, ‘તારામાં વિદ્યારેખા છે જ નહીં!’
એ ક્‍યાં હોય? પેલાં બાળકે જિજ્ઞાસાથી પૂછયું.
જ્‍યોતિષે પેલાં બાળકની હથેળી પર આંગળી ફેરવી હસ્‍તરેખાનું સ્‍થાન બતાવ્‍યું.
કહેવાય છે કે તે નિર્દોષ બાળકે ઘરેથી છરી લાવી જ્‍યોતિષના દેખતાં જ હથેળીમાં ‘વિદ્યારેખા’ ચીતરી નાંખી!
‘હવે તો વિદ્યાઆવશે ને?’ બાળકના આ પ્રશ્નથી પેલો જ્‍યોતિષ અવાક્‌ થઈ ગયો.
છરીથી પોતાના હાથમાં ‘કાયમી રેખા’ ચિતરનારો બાળક હતો પાણિની!
પાણિની એક પ્રખ્‍યાત પ્રાચીન ભારતીય વિદ્વાન, વ્‍યાકરણશાષાી અને ભાષાશાષાી હતા. તેમણે પતંજલિ અને ભર્તૃહરિ જેવાં પ્રાચીન ભારતીય વિદ્વાનોને પ્રભાવિત કર્યા હતા. તેમણે સંસ્‍કળત વ્‍યાકરણ માટે વ્‍યવસ્‍થિત અભિગમ દાખવી, નિયમો વિકસાવી અષ્ટાધ્‍યાયીની રચના કરી. આ એક માત્ર વ્‍યાકરણશાષા છે જેને ખૂબ સરળતાથી કોમ્‍પ્‍યુટરાઇઝ્‍ડ કરી શકાય.
અહીં વાત છે સકારાત્‍મક અભિગમની. લોકો નસીબના ભરોષે બેસી રહે, ‘ભાગ્‍યમાં જ નથી’ એવો ભ્રમ રાખી પુરુષાર્થ પર પૂર્ણવિરામ મૂકી દે તેવી વ્‍યક્‍તિ માટે પાણિનીનું દ્રષ્ટાંત પ્રેરણારૂપ છે.
વિલ સ્‍મિથ કહે છે ‘Success is not based on luck; it’s based on preparation and hard work.’ – સફળતા નસીબ પર આધારિત નથી; તે પૂર્વ તૈયારી અને સખત મહેનત પર આધારિત છે.
ઘણાં હસ્‍તરેખા પર નિર્ભર રહેતા હોય છે. પણ એ યાદ રહે કે, ‘પુરુષાર્થમાં જ વ્‍યક્‍તિનું સાચું ભાગ્‍ય છુપાયેલું છે, નહીં કે હસ્‍તરેખામાં.’
એક વ્‍યસની વ્‍યક્‍તિ એક સંત પાસે હસ્‍તરેખા બતાવવા લાગ્‍યો. સંત તેની હથેળી જોઈ કહે, ‘ભાઈ તારી ભાગ્‍યરેખા તો તંબાકુ અને ચૂનો ઘસી ઘસી ને ભૂંસાઈ ગઈછે! વ્‍યસન છોડ તો કદાચ નવી ભાગ્‍યરેખા ફૂટે!’
જ્‍યારે મનુષ્‍ય પુરુષાર્થને ગૌણ કરી મફતનું મેળવી જીવન જીવવાની આશા રાખે છે, તે કદી પણ સુખના સાગરમાં તરી ન શકે. મફતનું મેળવેલું ધન વ્‍યસનમાં જાય, અનાચરની પ્રવૃત્તિમાં ધોવાઈ જાય!
આપણી નજર સમક્ષ એવાં કેટલાંક મહારથીઓ છે કે જેમણે નસીબને પણ પુરુષાર્થથી ઝુકાવી દીધું છે!
અપ્રભાવિત શૈક્ષણિક રેકોર્ડને કારણે જેમને ટાટા સ્‍ટીલ દ્વારા નકારવામાં આવ્‍યા હતાં તેવાં NDDB અને અમૂલના સ્‍થાપક ડૉ. વર્ગીસ કુરિયન જો નસીબ વાંકે બેઠાં હોત તો ‘શ્વેતક્રાંતિના પિતા’ બની ન શક્‍યા હોત!
ઓલ ઇન્‍ડિયા રેડિયો દ્વારા તેમના ઘોઘરા અવાજને કારણે અસ્‍વીકાર કરાયેલાં વિખ્‍યાત અભિનેતા શ્રી અમિતાભ બચ્‍ચને નસીબને સ્‍વીકારી પડતુ મૂક્‍યું હોત તો શ્રેષ્ઠ અભિનેતાનો રાષ્‍ટ્રીય પુરસ્‍કાર જીતી શક્‍યા ન હોત!
જે ધીરુભાઈ અંબાણીએ મુંબઈની ગલીઓમાં ફરી ફરીને ખભા પર ગાંસડી ઉપાડી કાપડનો વ્‍યવસાય શરુ કરેલો તે ‘કર લો દુનિયા મુઠ્ઠી મેં’ એવું સૂત્ર આપી શકે ખરાં?
1981માં અમદાવાદમાં જ્‍યારે ભગવાન સ્‍વામિનારાયણ દ્વિશતાબ્‍દી મહોત્‍સવ મનાવવામાં આવી રહ્યો હતો ત્‍યારે એક સામાન્‍ય સામાજિક કાર્યકરના રૂપમાં નરેન્‍દ્રભાઈ મોદી પ્રમુખસ્‍વામી મહારાજના દર્શન કરવા માટે આવ્‍યા હતા. ત્‍યારેસ્‍વામીજી પોતાના ખંડમાં અન્‍ય કોઈ સાથે વાત કરી રહ્યા હતા. આ સમયે નરેન્‍દ્રભાઈ ત્‍યાં આવીને નીચે બેઠા. આ સમયે સ્‍વામીજી સમક્ષ બેઠેલાં નરેન્‍દ્રભાઈ સ્‍વામીજીની ચરણરેખા જોઈને પોતાની ચરણરેખા જોવા લાગ્‍યા. ત્‍યારે પ્રમુખસ્‍વામી મહારાજ અચાનક ફર્યા અને હળવા સ્‍મિત સાથે નરેન્‍દ્રભાઈ સામે જોઈ કહ્યું, ‘આપણા બંનેના ચરણમાં એક જ રેખા છે અને તે છે સેવાની – પુરુષાર્થ કરવાની. છેલ્લા શ્વાસ સુધી સેવા કરવાની, પુરુષાર્થ કરવાનો.’
ચાલો, જ્‍હોન સી. મેક્‍સવેલના શબ્‍દોથી સમાપન કરીએ ‘It’s hard work and determination, not luck, that makes people successful.’
કઠોર પરિશ્રમ અને અડગ નિશ્ચય લોકોને સફળ બનાવે છે નહીં કે નસીબ!
‘શું મારે સ્‍ટેશન પર ચા વેચનાર નરેન્‍દ્રભાઈ મોદી માટે વિવરણ કરવું પડશે?’

Related posts

ગણદેવીના કેસલી ગામથી પસાર થતી કેનાલમાં ઠેર-ઠેર તિરાડો પડતાં તકલાદી કામોની ખુલેલી પોલ

vartmanpravah

વાપી જીઆઈડીસીમાં ટ્રાફિક જાહેરનામુ ઓડ-ઈવનનો છેદ ઉડી રહ્યો છે : વાહનોનું આડેધડ પાર્કિંગ

vartmanpravah

વલસાડ જિલ્લા વકીલો દ્વારા નોટરી એમેન્‍ટમેન્‍ટ બિલના વિરોધમાં રેલી યોજી કલેક્‍ટરને આવેદનપત્ર પાઠવ્‍યું

vartmanpravah

દાનહ સાઈબર ક્રાઈમ પોલીસે ત્રણ છેતરપીંડીના કેસોનો કરેલો નિકાલ

vartmanpravah

વલસાડ જિલ્લામાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરાશે: જિલ્લામાં રૂ. ૫૪૦.૯૭ લાખના વિકાસ કાર્યોનું લોકાર્પણ – ખાતમૂહુર્ત કરાશે

vartmanpravah

દાનહ અનુ.જાતિ/જનજાતિ અધિકાર મોરચા દ્વારા સોશિયલ મીડિયામાં વાયરલ ફોટાની તપાસ માટે એસ.પી. અને કલેક્‍ટરને કરાયેલી રજૂઆત

vartmanpravah

Leave a Comment