Vartman Pravah
દમણદીવદેશસેલવાસ

આજે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી ‘શિક્ષક પર્વ ૨૦૨૧’નું સત્ર ખુલ્લું મુકશેઃ સંઘપ્રદેશ પ્રશાસને જીવંત પ્રસારણ નિહાળવા કરેલી ખાસ વ્યવસ્થા

તા.૫મીથી ૧૭મી સપ્ટેમ્બર સુધી ચાલનારા ‘શિક્ષક પર્વ ૨૦૨૧’માં શિક્ષકોના યોગદાન અને સન્માનની લેવાનારી નોîધ

(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
દમણ, તા. ૦૬
ભારત સરકાર દ્વારા તા.૫મી સપ્ટેમ્બરથી ૧૭મી સપ્ટેમ્બર સુધી શિક્ષકોના યોગદાન અને સન્માનમાં યોજાનારા ‘શિક્ષક પર્વ ૨૦૨૧’ના ઉદ્ઘાટન સમારંભમાં આવતી કાલે સવારે ૧૧ વાગ્યે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી વિડીયો કોન્ફરન્સિંગના માધ્યમથી દેશના શિક્ષકો, વાલીઓ અને વિદ્યાર્થીઓને સંબોધશે. આ વર્ષના શિક્ષક પર્વનો વિષય ‘ગુણવત્તા અને સક્ષમ શાળા’: ભારતમાં શાળામાંથી શિક્ષણ રાખવામાં આવેલ છે.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના જીવંત સંબોધનને નિહાળવા સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવ પ્રશાસનના શિક્ષણ વિભાગે ખાસ વ્યવસ્થા કરી છે. જેમાં સરપંચો, જિલ્લા પંચાયતના સભ્યો અને કાઉન્સિલરોને સામેલ કરાયા છે.
દાદરા નગર હવેલી ખાતે સેક્રેટરિઍટના કોન્ફરન્સ હોલમાં, દમણમાં વિદ્યુત ભવનના કોન્ફરન્સ હોલમાં અને દીવ ખાતે કલેક્ટોરેટના કોન્ફરન્સ હોલમાં જીવંત પ્રસારણ નિહાળવાની વ્યવસ્થા કરવામાં આવી છે.

Related posts

સેલવાસ ન.પા.એ ‘અગ્નિપથ’ યોજના રથને લીલી ઝંડી બતાવી રવાના કરી

vartmanpravah

દાનહના વૃદ્ધ દંપતીએ રેડિયો ઉપર સાંભળી વડાપ્રધાનશ્રીની ‘મન કી બાત’

vartmanpravah

સેલવાસની તિરુપતિ રેસીડેન્‍સીમાં ભાગવત કથાનું કરાયેલું આયોજન

vartmanpravah

રવિવારે રાજ્‍યના નાણાંમંત્રીશ્રી કનુભાઈ દેસાઈના હસ્‍તે વલસાડ જિલ્લામાં શ્રમિક અન્નપૂર્ણા યોજનાનો શુભારંભ કરાશે જિલ્‍લામાં 6 કડિયાનાકા ખાતે લાભાર્થીઓને લાભ મળશે

vartmanpravah

પારડી હાઈવે ઉપર શનિવારે રાત્રે એક ટેમ્‍પો આઠ કાર સહિત 9 વાહનો ભટકાયા : કોઈ જાનહાની નહીં

vartmanpravah

ધરમપુર શ્રીમદ રાજચંદ્ર હોસ્પિટલનું આજે વડાપ્રધાનશ્રી વીડિયો કોન્ફરન્સથી ઉદઘાટન કરશે

vartmanpravah

Leave a Comment