December 1, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડમાં ‘ઇન્ટરનેશલ કોસ્ટલ ક્લીનઅપ ડે’ નિમિત્તે તિથલ બીચ અને દરિયાઈ તટની સાફ સફાઈ કરવામાં આવી

કાર્યક્રમમાં ૩૦૦થી વધુ લોકોએ સાફ્સફાઈમાં યોગદાન આપી
૧૨૮.૪૩ કિલો કચરો એકત્ર કર્યો

(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
વલસાડ, તા.૨૧: વલસાડ જિલ્લાના તિથલ બીચ ખાતે તા.૨૧-૦૯-૨૪ ‘ઈન્ટરનેશનલ કોસ્ટલ ક્લીનઅપ ડે’ નિમિત્તે ગુજરાત પોલ્યૂશન કંટ્રોલ બોર્ડ(GPCB) અને ગુજરાત એન્વાયરમેન્ટ મૅનેજમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા વહીવટી તંત્રના સહયોગ સાથે તિથલ બીચની સ્વચ્છતા અભિયાન હેઠળ સાફ સફાઈ કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં વલસાડ ધારાસભ્યશ્રી ભરતભાઈ પટેલ, જિલ્લા કલેક્ટર શ્રી નૈમેષ દવે, જિલ્લા વિકાસ અધિકારીશ્રી અતિરાગ ચપલોત અને વલસાડ પ્રાંત અધિકારીએ આસ્થા સોલંકીએ ઉપસ્થિત રહી સફાઈ કામગીરીમાં પોતાનું યોગદાન આપ્યું હતું.
બીચ સફાઈ અભિયાનમાં વલસાડ નગરપાલિકા અને તિથલ ગ્રામ પંચાયતના સફાઈ કર્મચારીઓએ, વિવિધ ત્રયમ ફોઉન્ડેશન, મહાલક્ષ્મી મિત્ર મંડળ, ઉમિયા સોશ્યલ ટ્રસ્ટ, બેંક ઓફ બરોડા, અતુલ લીમીટેડ, નાઈટ્રેક ઇન્ડસ્ટ્રીઝ, GPCB, પર્યાવરણ સુરક્ષા ગતિવિધિ, સીમા જાગરણ મંચના સર્મચારીઓ અને કાર્યકર્તાઓ તેમજ વલસાડ ગવર્મેન્ટ એન્જીન્યરીંગ કોલેજ, ગવર્મેન્ટ પોલિટેક્નિક કોલેજ, શાહ કે. એમ. લૉ કોલેજ, શાહ એન.એચ. કોમર્સ કોલેજ, શ્રીમતી જે.પી. શ્રોફ આર્ટસ કોલેજ, બી. કે. એમ. સાયન્સ કોલેજ અને નર્સિંગ કોલેજના પ્રિન્સિપાલ, સિનિયર સ્ટાફ, પ્રોફેસરો અને ખાસ કરીને વિદ્યાર્થીઓ સહિત ૩૦૦થી વધુ લોકોએ હાજર રહી મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું. સફાઈ કામગીરી દરમિયાન ૧૨૮.૪૩ કિલો પ્લાસ્ટિક વેસ્ટ તથા અન્ય કચરો એકત્રિત થયો હતો. અતુલ લિમિટેડ કંપની એકઠા થયેલા કચરાને રિસાયકલ પ્લાન્ટમાં યોગ્ય રૂપે નિકાલ કરવા બાબત જવાબદારી લીધી હતી. આ કાર્યક્રમ અતુલ કલ્યાણી સ્કૂલમાં પોસ્ટર સ્પર્ધા યોજાઈ હતી અને વિજેતા વિદ્યાર્થોને ઇનામ વિતરણ કરી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.
વલસાડ જીલ્લામાં ઉમરગામ બીચ ઉપર દિવસે સોશિયલ સ્લીનર્સ NGO દ્વારા ૧૯૭૨ કિલો પ્લાસ્ટિક તથા કચરો એકત્રિત કરી રિસાઈકલરને મોકલવામાં આવ્યો હતો. તત્વ એન્ટરપ્રાઇઝ, GPCB sarigam અને ઉમરગામ નગરપાલિકા પણ સફાઈ કામગીરીમાં જોડાયા હતા.
તિથલ બીચ સફાઈ કાર્યક્રમમાં DLSA(district legal service authority)ના ભરતભાઈ પોપટ, જી.પી.સી.બી. અધિકારી અનિલભાઈ પટેલ, ગે.મી. ના અધિકારી દર્પણાબેન ઢીમ્મર, તિથલના સરપંચ શ્રી રાકેશભાઈ પટેલ, બેંક ઓફ બરોડાના અધિકારી શ્રી શૈલેન્દ્રકુમાર સિંહ અને ડો. સંદીપ દેસાઈ ઉપસ્થિત રહ્યા હતા.

Related posts

સંઘપ્રદેશના પ્રશાસકે વિકાસ કામોના નિરીક્ષણ-અવલોકન માટે કરેલું દમણ ભ્રમણઃ ખાસિયતો-ખામીની થશે સમીક્ષા

vartmanpravah

આજે નાણા-ઊર્જા અને પેટ્રોકેમિકલ્‍સ કેબિનેટ મંત્રી કનુભાઈ દેસાઈ ગુજરાત સરકારનું બજેટ રજૂ કરશે

vartmanpravah

દાનહઃ મસાટની એમ.બી. કંપનીમાં કામ કરતી પરિણીતાને સુપરવાઈઝર ભગાડી ગયો

vartmanpravah

વલસાડ જિલ્લામાં સ્કૂલ વર્ધી માટેની ઓટો રીક્ષા અને વાન સહિતના વાહનો માટે માર્ગદર્શિકા જારી કરાઈ

vartmanpravah

15થી 18 વર્ષના યુવાનો માટે કોવિડ-19 રસીકરણ અભિયાનમાં લક્ષદ્વીપના કવરત્તી ખાતે પ્રશાસક પ્રફુલભાઈ પટેલે સ્‍વયં ઉપસ્‍થિત રહી જોમ અને જુસ્‍સાનો કરેલો સંચાર

vartmanpravah

દીવમાં ખરાબ રસ્‍તાના કારણે રોંગ સાઈડ પર આવતી ફોર વ્‍હીલરને અકસ્‍માત

vartmanpravah

Leave a Comment