September 2, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ચીખલી મામલતદાર કચેરીની બેદરકારીઃ વરસાદ વરસ્‍યો છતાં નોંધવામાં જ ન આવ્‍યો

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી (વંકાલ), તા.23: ચીખલી તાલુકામાં રવિવારના રોજ વહેલી સવારથી જ કાળા દીબાંગ વાદળો ઘેરાવા સાથે દિવસ દરમ્‍યાન છુટા છવાયા વરસાદના ઝાપટા આવી રહ્યો હતો. આ દરમ્‍યાન બપોર બાદ પોણા ચારેક વાગ્‍યાના અરસામાં પવનના સુસવાટા સાથે તેજ ગતિએ વરસાદ શરૂ થયો હતો. અને ચીખલી તથા આસપાસના મજીગામ, સમરોલી, થાલા, વંકાલ સહિતના ગામોમાં સતત અડધો કલાક વરસાદ વરસતા માર્ગો પરથી પાણી વહેતા થઈ ગયા હતા.
આ વરસાદ અંગે મામલતદાર કચેરી સ્‍થિત ફલડ કંટ્રોલ રૂમમાં તપાસ કરતા આ વરસાદની કોઈ નોંધ કરવામાં આવી ન હતી. અને ફલડ કંટ્રોલ રૂમમાંફરજ પરનો કર્મચારી હાજર ન હતો. અને ફલડ કંટ્રોલ રૂમ પટાવાળાના ભરોસે જ રેઢિયાળ છોડી દેવાતા વરસેલો વરસાદ માપવામાં પણ ન આવ્‍યો હતો.
ચીખલીમાં આ વરસાદ દરમ્‍યાન કોઈ નુકશાની કે દુર્ઘટના ન ઘટી હતી. પરંતુ ઘણા કિસ્‍સાઓમાં વળતર ચૂકવવાના સમયે વરસાદના આંકડા ધ્‍યાનમાં લેવાતા હોય તેવા સંજોગોમાં વરસાદ વરસ્‍યો હોવા છતાં નોંધવામાં જ ન આવ્‍યો હોય તો શું સ્‍થિતિ સર્જાઈ તે સમજી શકાય તેમ છે. ફલડ કંટ્રોલ રૂમમાં કર્મચારી જ હાજર ન હોય અને પટાવાળાના ભરોસે જ છોડી દેવાતું હોય ત્‍યારે વરસાદ દરમ્‍યાન કોઈ દુર્ઘટના સર્જાઈ તો સરકારના આવા ડિઝાસ્‍ટર વિભાગ પર લોકોએ શું અપેક્ષા રાખવી તેવા અનેક સવાલો સાથે મામલતદાર કચેરીની ઘોર બેદરકારી સામે આવવા પામી છે.
મામલતદાર રાકેશભાઈ જોષીના જણાવ્‍યાનુસાર રવિવારના રોજ ફરજ પરનો કર્મચારી બીમાર હતો. રવિવારના રોજ મામલતદાર કચેરીમાં વરસાદ માપવાનું યંત્ર મૂકેલું છે. ત્‍યાં માપી શકાય એટલો વરસાદ વરસ્‍યો હશે. પરંતુ ત્‍યાં ન હતો.
—–

Related posts

પ્રદેશમાં નવા રોકાણકારોને આકર્ષવા સંઘપ્રદેશ પ્રશાસન દ્વારા પ્રદેશના 70થી વધુ ઉદ્યોગોને સબસીડી સહાય પુરી પાડવા લીધેલો મહત્‍વનો નિર્ણય

vartmanpravah

વાપી પાલિકાએ વેરા વસૂલી અભિયાનમાં 4 દુકાનોને તાળાં માર્યાઃ 213 મિલકત ધારકોને છેલ્લી નોટિસો ફટકારી

vartmanpravah

સેલવાસમાં ભગવાન મહાવીર જયંતિની કરાયેલી ઉજવણી

vartmanpravah

ગ્રામ પંચાયત ચૂંટણીમાં મતદાનના દિવસે મતદાન મથકની ૨૦૦ મીટરની અંદર ટેબલ-ખુરશી-મંડપ વગેરે વ્‍યવસ્‍થા કરી શકાશે નહીં

vartmanpravah

વાપી બલીઠા ભંગારના કચરામાં ભિષણ આગ લાગતા અફરા તફરી મચી: આગ લાગી કે લગાડાઈ એ એક તપાસનો વિષય છે

vartmanpravah

વલસાડ કાંઠાના ચાર ગામોમાં પૂનમની ભરતીએ તબાહી સર્જી : ઘરો બે થી ત્રણ ફૂટ પાણીમાં તરતા થયા

vartmanpravah

Leave a Comment