July 25, 2026
Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

લોકોમાં સ્‍વચ્‍છતા અંગે જાગૃતિ લાવવા અને સામુદાયિક ભાગીદારી સાથે જાહેર સ્‍થળોની સ્‍વચ્‍છતા સુનિશ્ચિત કરવાના હેતુથી દાનહમાં ‘‘સ્‍વચ્‍છતા હી સેવા-2024” પ્રેકૃતિ સ્‍વચ્‍છતા થીમ હેઠળ ધાર્મિક સ્‍થળો, પ્રવાસન સ્‍થળો અને જાહેર માર્ગોની કરાયેલી સાફ-સફાઈ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.23 : કેન્‍દ્ર શાસિત પ્રદેશ દાદરા અને નગર હવેલી અને દમણ અને દીવના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના સક્ષમ નેતૃત્‍વ અને માર્ગદર્શન હેઠળ દાદરા અને નગર હવેલીના તમામ 20 જિલ્લાઓ ‘‘સ્‍વચ્‍છતા હી સેવા 2024 (SHS-2024)”, પ્રકળતિ સ્‍વચ્‍છતા થીમ હેઠળ, સંસ્‍કાર સ્‍વચ્‍છતા ધાર્મિક સ્‍થળો, પ્રવાસન સ્‍થળો અનેગ્રામ પંચાયતના જાહેર માર્ગો પર ખાસ ‘સ્‍વચ્‍છતા પ્‍લાગીંગ મેરેથોન’નું આયોજન કરવામાં આવ્‍યું હતું.
આ અભિયાન અંતર્ગત દાદરા અને નગર હવેલીની તમામ 20 ગ્રામ પંચાયતોના જિલ્લા પંચાયત સભ્‍યો, તમામ સરપંચો, વોર્ડ સભ્‍યો, ગ્રામ પંચાયતોના પંચાયત મંત્રીઓ, શાળાના શિક્ષકો અને વિદ્યાર્થીઓએ ધાર્મિક સ્‍થળો, પ્રવાસન સ્‍થળો અને જાહેર માર્ગો પર ‘સ્‍વચ્‍છતા પ્‍લગિંગ મેરેથોન’નું આયોજન કર્યું હતું. જેમાં 265 શાળાના 9880 વિદ્યાર્થીઓ, 1300 શિક્ષકો અને 1156 સ્‍પર્ધકોએ સક્રિયપણે ભાગ લીધો હતો અને તમામ ચૂંટાયેલા પ્રતિનિધિઓ, પંચાયત મંત્રીઓ, શાળાના શિક્ષકો અને વિદ્યાર્થીઓ અને સામાન્‍યજનતાએ આ સ્‍વચ્‍છતા આયોજન મેરેથોનમાં ઉત્‍સાહપૂર્વક ભાગ લીધો હતો.
આ અભિયાનનો મુખ્‍ય હેતુ લોકોમાં સ્‍વચ્‍છતા અંગે જાગૃતિ લાવવાનો અને સામુદાયિક ભાગીદારી સાથે જાહેર સ્‍થળોની સ્‍વચ્‍છતા સુનિશ્ચિત કરવાનો હતો.

Related posts

સાયલી પીટીએસ ખાતે પોલીસ જવાનો માટે મેગા મેડિકલ કેમ્‍પયો જાયો

vartmanpravah

વલસાડમાં રાજ્‍યકક્ષાના મંત્રી મુકેશભાઈ પટેલના અધ્‍યક્ષસ્‍થાને વિકાસ સપ્તાહઉજવણીનો કાર્યક્રમ યોજાયો

vartmanpravah

વલસાડ જિલ્લામાં સૌ પ્રથમવાર આદિવાસી સમાજની દીકરીએ પાયલોટ બની ડંકો વગાડ્યો, હાલ હૈદરાબાદ એરપોર્ટથી ઉડાવે છે ઈન્ટરનેશનલ ફલાઈટ

vartmanpravah

વલસાડ શહેરમાં પુસ્‍તક પરબ કાર્યક્રમ યોજાયો

vartmanpravah

વલસાડ કલેક્‍ટર કચેરી ખાતે કલેક્‍ટર ક્ષિપ્રા આગ્રેએ કમાન્‍ડ અને કંટ્રોલ સેન્‍ટરનું ઉદ્‌ઘાટન કર્યું

vartmanpravah

વાપી એલ.જી. હરિઆ સ્‍કૂલમાં શિક્ષક ગરિમા ગાન કરતા શિક્ષક દિવસની ઉજવણી કરાઈ 

vartmanpravah

Leave a Comment