January 16, 2026
Vartman Pravah
Breaking Newsદીવદેશ

દીવ ન.પા. ચૂંટણીનું કાઉન્‍ટ ડાઉન શરૂઃ અનામત બેઠકો માટેનો ડ્રો સંપન્નઃ કુલ 06 બેઠકો મહિલાઓ માટે અનામતઃ વોર્ડ નં.13ની બેઠક અનુ.જાતિ મહિલા માટે આરક્ષિત જાહેર

અનામત બેઠકોના ડ્રો બાદ હવે સુરક્ષિત બેઠકોની શરૂ થયેલી શોધ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દીવ,તા.02
આજે કેન્‍દ્રશાસિત પ્રદેશોના ચૂંટણી કમિશનર શ્રી નરેન્‍દ્ર કુમારની અધ્‍યક્ષતામાં દીવ નગરપાલિકાની ચૂંટણી માટે અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને મહિલાઓ માટે અનામત બેઠકો નક્કી કરવા માટે એક બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં મહિલાઓ માટે અનામત બેઠકોની પસંદગી રોટેશન પ્રક્રિયાના આધારે કરવામાં આવી હતી. આ દરમિયાન ચૂંટણી કમિશનર શ્રી નરેન્‍દ્ર કુમાર ઉપરાંત કેન્‍દ્રશાસિત પ્રદેશોના ચૂંટણી સચિવ શ્રી એસ.કે. ગુપ્તા, દીવ જિલ્લા કલેક્‍ટર શ્રી ફોરમન બ્રહ્મા, પંચાયત અને નગરપાલિકાના સંયુક્‍ત નિર્દેશક શ્રી આશિષ મોહન, નાયબ કલેક્‍ટર અને મુખ્‍ય કાર્યકારી અધિકારી ડો. વિવેક કુમાર, દીવ નગરપાલિકાના સભ્‍યો અને વિવિધ પક્ષોના પ્રતિનિધિઓ, જનપ્રતિનિધિઓ, મીડિયાકર્મીઓ અને સામાન્‍ય જનતા વગેરે મુખ્‍યત્‍વે ઉપસ્‍થિત રહ્યા હતા.
અનામત બેઠક નક્કી કરવા માટેની બેઠક આજે સવારે 11.00 કલાકે મળી હતી. જેમાં દીવ નગરપાલિકાની કુલ 13બેઠકોમાંથી 07 બેઠકો તમામ રાજકીય પક્ષો અને સભ્‍યોની હાજરીમાં રોટેશન પ્રક્રિયાના આધારે ડ્રો દ્વારા મહિલાઓ માટે અનામત જાહેર કરવામાં આવી હતી. મહિલાઓ માટે અનામત 07 બેઠકોમાંથી 06 બેઠકો સામાન્‍ય મહિલાઓ માટે જ્‍યારે 01 બેઠક અનુસૂચિત જાતિ વર્ગની મહિલાઓ માટે અનામત હતી.
નોંધનીય છે કે દીવ નગરપાલિકાની કુલ 13 બેઠકોમાંથી 06 બેઠકો દીવ વિસ્‍તાર અને 07 બેઠકો ઘોઘલા વિસ્‍તાર માટે છે. જે પૈકી દીવ વોર્ડ નં. 03, 06 અને ઘોઘલાના વોર્ડ નં. 07, 08, 10, 12 સામાન્‍ય મહિલા માટે અનામત રખાઈ હતી.
જ્‍યારે વોર્ડ નં. 13 અનુસૂચિત જાતિ વર્ગની મહિલાઓ માટે અનામત જાહેર કરવામાં આવી હતી.
આજની રોટેશન પ્રક્રિયા બાદ આગામી દીવ નગરપાલિકામાં કઈ બેઠકો અનામત છે અને કઈ બેઠકો બિનઅનામત છે તે સ્‍પષ્ટ થઈ ગયું છે. આ પ્રસંગે કેન્‍દ્રશાસિત પ્રદેશોના ચૂંટણી કમિશનર શ્રી નરેન્‍દ્ર કુમારે સૌનો આભાર માન્‍યો હતો.
અત્રે યાદ રહે કે, આ વખતે ઘોઘલા વિસ્‍તારની 07 બેઠકો પૈકી 05 બેઠકો મહિલા ઉમેદવાર માટે અનામત જાહેર થઈ છે. જેમાં વોર્ડ નં.13ની બેઠક અનુ.જાતિ મહિલા માટે નિર્ધારિત થઈ છે. જેના કારણે ઘણાં ઉત્‍સાહી ઉમેદવારોએ હવે પોતાના માટે સલામત નવી બેઠકો શોધવી પડે એવું છે. કારણ કે, ગત નગરપાલિકાની બોડીમાં ઘોઘલાનોદબદબો રહ્યો હતો.

Related posts

‘‘નશામુક્‍ત ભારત અભિયાન” અંતર્ગત દમણ-દાનહ પોલીસે ચલાવેલી ‘‘નો ટોબેકો” ઝુંબેશ

vartmanpravah

દીવમાં 15 થી 18 વર્ષના વિદ્યાર્થીઓને કોવિડ-19 રસીકરણની કરાયેલી શરૂઆત

vartmanpravah

વલસાડ જિલ્લા ગ્રામ પંચાયત ચૂંટણીમાં સરપંચ 9 અને સભ્‍યોના ર4 ફોર્મ રદ થયા

vartmanpravah

દીવ જિલ્લા ભાજપ યુવા મોર્ચા દ્વારા શિક્ષક દિવસની ઉજવણી

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલની પહેલથી દમણમાં નોકરી વાંચ્‍છુ બેરોજગારો માટે યોજાયો રોજગાર મેળોઃ 275ને સ્‍થળ ઉપર જ મળેલી નોકરી

vartmanpravah

વલસાડ જિલ્લાના વિવિધ વિસ્‍તારમાંથી ઝડપાયેલ આશરે રૂા.9.24 કરોડનો દારૂનો નાશ કરાયો

vartmanpravah

Leave a Comment