June 30, 2025
Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટતંત્રી લેખદીવદેશસેલવાસ

ભાજપના સભ્‍ય નોંધણી અભિયાન અંતર્ગત દાનહ અને દમણ-દીવ પ્રદેશ ભાજપ ઓબીસી મોરચાના અધ્‍યક્ષ હરિશભાઈ પટેલ અને જિ.પં. સભ્‍ય રીનાબેન પટેલે 1000 કરતા વધુ સભ્‍યોની કરેલી નોંધણી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.23 : દાદરા નગર હવેલી અને દમણ-દીવ પ્રદેશ ભાજપ ઓબીસી મોરચાના અધ્‍યક્ષશ્રી હરિશભાઈ પટેલ અને તેમની ધર્મપત્‍ની જિલ્લા પંચાયત સભ્‍ય શ્રીમતી રીનાબેન પટેલે વરકુંડ, કચીગામ, રીંગણવાડા(ભંડારવાડ) અને સોમનાથ મળી કુલ 1000 કરતાં વધુ ભાજપના સભ્‍યોની નોંધણી કરી પોતાની પક્ષ પ્રત્‍યેની નિષ્‍ઠાના દર્શન કરાવ્‍યા હતા.
પ્રાપ્ત માહિતી પ્રમાણે દેશવ્‍યાપી શરૂ થયેલા ભાજપના સભ્‍ય નોંધણી અભિયાનમાં પ્રદેશ ભાજપ ઓ.બી.સી. મોરચાના અધ્‍યક્ષ શ્રી હરિશભાઈ પટેલ અને જિ.પં. સભ્‍ય શ્રીમતી રીનાબેન પટેલે ઘરે ઘરે જઈ લોકોને ભાજપની વિચારધારા, પ્રધાનમંત્રી શ્રી નરેન્‍દ્રભાઈ મોદીના ‘વિકસિત ભારત’ના લક્ષ્ય અને સંઘપ્રદેશ પ્રશાસને કરેલી હરણફાળ પ્રગતિની માહિતી આપી ગામવાસીઓને 8800002024 નંબર ઉપર મિસ્‍ડકોલ કરાવી અને તેમાં જરૂરી વિગતો ભરી ભાજપના સભ્‍ય તરીકે નોંધણી કરી રહ્યા છે. તેઓ અત્‍યાર સુધી 1000 કરતા વધુ સભ્‍યોની નોંધણી કરી ચુક્‍યા હોવાનું જણાવાયુંછે.

Related posts

દાનહમાં કંપની સંચાલકોની ભારે લાપરવાહીનો ભોગ બની રહ્યા છે નિર્દોષ કામદારો

vartmanpravah

વાપી બલીઠામાં છેલબટાઉ યુવકને ચાલુ કારમાં મોબાઈલમાં સ્‍નેપ ચેટીંગ ભારે પડયુ, કાર છ ફૂટ ઉછળી

vartmanpravah

વાપી મચ્‍છી માર્કેટમાં મધરાતે ટ્રાન્‍સફોર્મરમાં ધડાકો થતા બાજુનું ડેકોરેશન ગોડાઉન આગની લપેટમાં

vartmanpravah

વાપી હકીમજી માર્કેટના પાર્કિંગમાં જુગાર રમતા ચાર જુગારીયા ઝડપાયા

vartmanpravah

ચીખલી કાવેરી સુગરમાં ત્રણ જેટલા નવા ડિરેક્‍ટરોની નિયુક્‍તિ

vartmanpravah

દીવ રેલ્‍વે બુકિંગ ઓફિસ ફરી કાર્યરત થઈ

vartmanpravah

Leave a Comment