Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ગાંધીનગર સ્‍ટેટ મોનિટરિંગ સેલે ચીખલી હાઇવે પરથી દારૂ ભરેલ ટ્રક સાથે એકની ધરપકડ કરી 

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી,(વંકાલ),તા.25: ગાંધીનગર સ્‍ટેટ મોનિટરિંગ સેલની ટિમ ચીખલી વિસ્‍તારમાં પેટ્રોલિંગમાં હતી. દરમ્‍યાન પૂર્વ બાતમીના આધારે ચીખલી ને.હા.નં-48 ઇન્‍ડિયન ઓઇલ પેટ્રોલ પંપ મુંબઈ થી અમદાવાદ જતા ટ્રેક ઉપર વોચ ગોઠવી હતી. દરમ્‍યાન બાતમી મુજબની અશોક લેલન ટ્રક નં-એમએચ-01-સીવી-6117 આવતા જેને રોકી તલાસી લેતા અંદરથી વિદેશી દારૂ તેમજ ટીન-બીયરની નાની-મોટી બોટલ નંગ-10,848 કિ.રૂ.11,96,360/- મળી આવતા જે અંગે પાસ પરમીટ માંગતા ન હોવાનું જણાવતા પોલીસે ટ્રક ડ્રાઇવર દેવેન્‍દ્રસિંહ ઉર્ફે મીનું મહેશસિંહ તોમર (ઉ.વ-32) (રહે.રતનપોર ગામ તા.બસેડી જી.ધોલપુર, રાજેસ્‍થાન) ની ધરપકડ કરી અંગ ઝડતીમાંથી રોકડા રૂ.5,000/-, એક મોબાઇલ, અશોક લેલન ટ્રક કિ.રૂ.10 લાખ મળી કુલ્લે રૂ.22,06,360/- નો મુદ્દામાલ કબ્‍જે કરી ગુજરાતમાં દારૂનો જથ્‍થો પહોંચાડનાર સંજય નામના શખ્‍સ તેમજ ટ્રકમાં દારૂનો જથ્‍થો ભરી આપનાર, દારૂનો જથ્‍થો મંગાવરનાર તથા અશોક લેલન ટ્રક માલિક મળી કુલ્લે ચાર જેટલાને પોલીસ ચોપડે વોન્‍ટેડ જાહેર કરી બનાવ અંગેની ફરિયાદ ગાંધીનગર સ્‍ટેટ મોનિટરિંગ સેલના એએસઆઇ-મનુભાઇ પુંજાભાઇ એ કરતા વધુ તપાસ ગણદેવી પોલીસ મથકના પીઆઇ-એ.જે.ચૌહાણ કરી રહ્યા છે.

Related posts

દાનહ પોલીસ દ્વારા 42 લાખના 295 મોબાઈલ રિકવર કરાયા

vartmanpravah

વાપી બલીઠાથી સગીરાને ભગાડી જનાર વિધર્મી યુવક મહારાષ્‍ટ્ર શીવાજીનગરથી ઝડપાયો

vartmanpravah

દાનહઃ દૂધની મેઢા ઘાટ ઉપર કારચાલકે સ્‍ટીયરીંગ ઉપરથી સંતુલન ગુમાવતાં સર્જાયો ગોઝારો અકસ્‍માત

vartmanpravah

ખાનવેલ પોલીસે ઉદ્યોગપતિઓ સાથે વિવિધ મુદ્દાઓના સંદર્ભમાં કરેલી મુલાકાત

vartmanpravah

જાયન્‍ટ્‍સ ગ્રુપ ઓફ વલસાડ દ્વારા ગાયનેકોલોજિસ્‍ટ ડૉ. યોગિની રોલેકરનું વક્‍તવ્‍ય યોજાયું

vartmanpravah

વલસાડ જિલ્લામાં ગુજરાત સ્‍ટેટ યોગ બોર્ડ દ્વારા વડાપ્રધાન નરેન્‍દ્રભાઈ મોદીનો જન્‍મદિવસ વૈદિક યજ્ઞ સાથે ઉજવાયો

vartmanpravah

Leave a Comment