સમુદ્ર કિનારે નમો પથ, લાઈટ હાઉસ, દમણ નગરપાલિકા જેવા સ્થળોની મુલાકાત કરી પ્રદેશના વિવિધ વિકાસ કાર્યોની કરેલી પ્રશંસા
કાઉન્સિલર જનરલ માઈક હૈંકીએ ઉદવાડા ખાતે પારસીઓના પવિત્ર સ્થળ ‘‘ઈરાનશાહ આતશ બેહરામ”ની મુલાકાત કરી ‘‘દૂધ-ના-પફ”નો એક ગ્લાસનો માણેલો આનંદઃ પારસીઓના વડા દસ્તૂરજી ખુર્શેદ દસ્તૂરજીની સાથે પણ મુલાકાત કરી પારસી ધર્મના ઇતિહાસ અને ભારતના ધાર્મિક તેમજ સાંસ્કૃતિક વિરાસતમાં પારસી સમુદાયના યોગદાન વિશે મેળવેલી માહિતી
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
દમણ, તા.04 : અમેરિકી દૂતાવાસના કાઉન્સિલ જનરલ માઈક હૈંકી આજે તેમના મુંબઈ ખાતેના દૂતાવાસથી કેન્દ્ર શાસિત પ્રદેશ દમણની મુલાકાતે આવ્યા હતા. તેમણે મુલાકાત દરમિયાન પારસી હોટેલિયર અને વેપારીઓના પ્રતિનિધિ મંડળ સાથે મુલાકાત કરી હતી. આ અવસરે દમણ નગરપાલિકાના પ્રમુખ શ્રી અસ્પી દમણિયા દ્વારા અન્ય પ્રતિનિધિઓની સાથે તેમનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું.
અમેરિકી કાઉન્સિલ જનરલ શ્રી માઈક હૈંકીએ આજે દમણના સમુદ્ર કિનારે નમો પથ, લાઈટ હાઉસ, દમણ નગરપાલિકા જેવા સ્થળોની મુલાકાત કરી હતી. તેમણે વિવિધ સ્થળોઓની મુલાકાત કરીને દમણના વિકાસનીભરપુર પ્રશંસા કરી હતી.
શ્રી માઈક હૈંકીએ પારસી પ્રતિનિધિઓ સામે ઉદવાડાની પણ મુલાકાત કરી હતી. દરમિયાન તેમણે ‘‘ઈરાનશાહ આતશ બેહરામ”ની મુલાકાત સમયે ‘‘દૂધ-ના-પફ”નો એક ગ્લાસનો આનંદ માણ્યો હતો.
શ્રી માઈક હૈંકી ગુજરાતની વિરાસત ઉદવાડા નગરની પોતાની પ્રથમ યાત્રાએ પારસીઓના પવિત્ર ‘‘ઈરાનશાહ અગ્નિ મંદિર”ને નિહાળ્યું હતું અને વડા દસ્તૂરજી ખુર્શેદ દસ્તૂરજીની સાથે મુલાકાત કરી હતી અને પારસી ધર્મના ઇતિહાસ અને ભારતના ધાર્મિક બહુલવાદ તેમજ સાંસ્કૃતિક વિરાસતમાં પારસી સમુદાયના યોગદાન વિશે માહિતી મેળવી હતી. અતીત(ભૂતકાળ)થી ભવિષ્યની તરફ જોતાં કાઉન્સિલ જનરલશ્રીએ ઉદવાડામાં પારસી સંગ્રહાલય અને માહિતી કેન્દ્રમાં ભારતમાં પારસી સમુદાયની સાંસ્કૃતિક વારસાની બાબતમાં માહિતી મેળવી હતી. તેમણે સરાહના કરતા જણાવ્યું હતું કે, પારસી ધર્મનો ઇતિહાસ કયા પ્રકારે વિશ્વાસ અને પ્રથાઓ ભારતના ઇતિહાસમાં એક મહત્ત્વની કડી બની ગઈ છે.