July 17, 2026
Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દાનહ અને દમણ-દીવ પ્રદેશ ભાજપે પંડીત દીન દયાળ ઉપાધ્‍યાયની 108મી જન્‍મ જયંતિની કરેલી ઉજવણી

દમણના પ્રદેશ ભાજપ કાર્યાલયમાં પ્રદેશ અધ્‍યક્ષ દીપેશભાઈ ટંડેલના નેતૃત્‍વમાં યોજાયેલો શ્રદ્ધાસુમનનો કાર્યક્રમ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.25 : આજે ભારતીય જનસંઘના સહ સંસ્‍થાપક અને ભારતીય જનતા પાર્ટીના પથદર્શક પ્રખર રાષ્‍ટ્રવાદી એકાત્‍મ માનવવાદ અને અંત્‍યોદયના પ્રણેતા પંડીત દીન દયાળ ઉપાધ્‍યાયની 108મી જન્‍મ જયંતિની ઉજવણી દમણ ખાતે પ્રદેશ ભાજપના કાર્યાલયમાં કરવામાં આવી હતી. પ્રદેશ ભાજપ અધ્‍યક્ષ શ્રી દીપેશભાઈ ટંડેલના અધ્‍યક્ષસ્‍થાને યોજાયેલ કાર્યક્રમમાં સ્‍વ. પંડીત દીન દયાળ ઉપાધ્‍યાયને શ્રદ્ધાસુમન અર્પણ કરી શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી.
આ પ્રસંગે દમણ અને દીવના પૂર્વ સાંસદ શ્રી લાલુભાઈ પટેલ, દમણ જિલ્લા ભાજપ અધ્‍યક્ષ શ્રી અસ્‍પી દમણિયા, દમણ જિલ્લા પંચાયતના અધ્‍યક્ષ શ્રીમતી જાગૃતિબેન પટેલ, દમણ ન.પા.ના ઉપ પ્રમુખ શ્રીમતી રશ્‍મિબેન હળપતિ, પ્રદેશ ભાજપ ઉપ પ્રમુખ શ્રીમહેશભાઈ આગરિયા, શ્રી નવિનભાઈ રમણભાઈ પટેલ, પ્રદેશ સચિવ શ્રી જીજ્ઞેશ ડી. પટેલ, શ્રી મજીદભાઈ લધાણી, શ્રી કલ્‍પેશભાઈ પટેલ, દમણ ન.પા.ના પૂર્વ અધ્‍યક્ષ શ્રીમતી સોનલબેન પટેલ, ભાજપના વરિષ્‍ઠ નેતા શ્રી બી.એમ.માછી સહિત જિલ્લા અને મોરચાના પદાધિકારીઓ ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

દાનહ મહિલા કોંગ્રેસના અધ્‍યક્ષ તરીકે માધુરીબેન માહલાની નિયુક્‍તિઃ કોંગ્રેસ અધ્‍યક્ષ મહેશ શર્મા સહિત આગેવાનોએ આપેલા અભિનંદન

vartmanpravah

વલસાડ જિલ્લા કલેકટર ક્ષિપ્રા આગ્રેના અધ્યક્ષસ્થાને યોજાયેલા વલસાડ તાલુકાના સ્વાગત કાર્યક્રમમાં ૩૫ પૈકી ૨૭ પ્રશ્નોનો સ્થળ પર જ નિકાલ

vartmanpravah

દાનહ વનવાસી કલ્‍યાણ આશ્રમ દ્વારા રાંધામાં ‘રાનભાજી’ મહોઉત્‍સવ ઉજવાયો

vartmanpravah

સાયલી એસ.એસ.આર. કોલેજના આચાર્ય ડો. રાજીવને ગુજરાત ભૂષણ પુરસ્‍કારથી સન્‍માનિત કરાયા

vartmanpravah

આપત્તિ સમયે બચાવ કામગીરી અંગે વલસાડ જિલ્લા નિવાસી અધિક કલેકટર અનસૂયા જહાના અધ્‍યક્ષસ્‍થાને ડિઝાસ્‍ટર મેનેજમેન્‍ટ તાલીમ કાર્યક્રમ યોજાયો

vartmanpravah

વડાપ્રધાનશ્રીની ન્યૂ સ્ટાર્ટઅપ અને મેક ઈન ઈન્ડિયાની પહેલ વાપીમાં રંગ લાવી

vartmanpravah

Leave a Comment