August 31, 2026
Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદમણદીવદેશવલસાડસેલવાસ

સેલવાસના ટોકરખાડા સરકારી શાળામાં રાષ્‍ટ્રીય સેવા યોજના (એન.એસ.એસ.)ના સ્‍થાપના દિવસની કરાયેલી ઉજવણી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.26: ‘રાષ્ટ્રીય સેવા યોજના(એન.એસ.એસ.)’ના સ્‍થાપના દિવસની સંઘપ્રદેશના ત્રણેય જિલ્લામાં વિવિધ પ્રવૃત્તિઓના માધ્‍યમથી ઉજવણી કરવામાં આવી હતી.
પ્રાપ્ત માહિતી પ્રમાણે સેલવાસ ટોકરખાડા હાઈસ્‍કૂલ પરિસરમાં રાજ્‍ય એન.એસ.એસ. સેલના તત્‍વાધાનમાં ‘રાષ્ટ્રીય સેવા યોજના’ના સ્‍થાપના દિવસની ઉજવણીનું આયોજન કરવામાં આવ્‍યું હતું. કાર્યક્રમમાં મુખ્‍ય અતિથિ તરીકે આસિસ્‍ટન્‍ટ ડાયરેક્‍ટર ઓફ એજ્‍યુકેશન શ્રી ડી.ડી.મન્‍સૂરી અને અતિથિ વિશેષ પદે રાજ્‍ય એન.એન.એસ. ઓફિસર શ્રી ગૌરાંગ એચ.વોરા, કાર્યક્રમ સમન્‍વયક ડૉ. મનીષાબેન પટેલનું એન.એસ.એસ. બેન્‍ડ દ્વારા સ્‍વાગત કરવામાં આવ્‍યું હતું.
આ પ્રસંગે વોલેન્‍ટિયર્સ દ્વારા વિવિધ સાંસ્‍કૃતિક કૃત્તિઓની રજૂઆત કરી હતી. ત્‍યારબાદ રાજ્‍ય અધિકારી શ્રી ગૌરાંગ વોરાએ વોલેન્‍ટિયર્સને માર્ગદર્શન કરતા વિવિધ ગતિવિધિઓમાં સ્‍વયંસેવકોની ભૂમિકાની સરાહના કરતા પ્રજાસત્તાક દિવસપરેડ, એન.આઈ.સી. કેમ્‍પ, મેરી માટી મેરા દેશ, વીરોને વંદન, એક પેડ માઁ કે નામ, સડક સુરક્ષા, સાક્ષરતા અભિયાન, સાઇબર સુરક્ષા, હેલ્‍થ એવમ હાઇજીન જાગરૂકતા, માય પોર્ટલની ઉપયોગીતામાં યોગદાન અંગે જાણકારી આપી હતી.
એન.એસ.એસ. દિવસના ઉપલક્ષમાં આયોજીત નિબંધ અને ભાષણ પ્રતિયોગિતાના સફળ પ્રતિભાગીઓ તથા શૈક્ષણિક ગતિવિધિઓની દાનહ ટોપર્સ હિન્‍દી મીડિયમની નેહા ગુપ્તા અને સોનાલી પ્રસાદને પ્રમાણપત્ર અને મોમેન્‍ટો આપી સન્‍માનિત કરાઈ હતી. મુખ્‍ય અતિથિ શ્રી ડી.ડી.મંસુરીએ વોલેન્‍ટિયર્સની સેવા સમર્પણના મહત્ત્વ અંગે જણાવતા રાષ્ટ્ર સેવા માટે સદૈવ તત્‍પર રહેવા માટે પ્રેરિત કર્યા હતા. કાર્યક્રમને સફળ બનાવવામાં શ્રી ભરત ટંડેલ, શ્રી સુનિલ પગાર, શ્રી શૈલેષ પટેલ અને વોલેન્‍ટિયર્સની મહત્ત્વની ભૂમિકા હતી. કાર્યક્રમનું સંચાલન પ્રોગ્રામ ઓફિસર શ્રી અનુરાગ તિવારીએ કર્યું હતું.

Related posts

માંડવાથી કપરાડા સુધીના કુંભઘાટ હાઈવે ઉપર પડેલા મસમોટા ખાડાઓથી વાહનચાલકો પરેશાન

vartmanpravah

પારડીમાં હર્ષ ઉલ્લાસ અને ધામધૂમથી આદિવાસી દિવસની ઉજવણી

vartmanpravah

દાનહ અને દમણ-દીવ પ્રદેશ ભાજપ દ્વારા વિવિધ સંગઠનાત્‍મક પદાધિકારીઓની કરાયેલી નિયુક્‍તિ

vartmanpravah

વલસાડ માર્ગ અને મકાન (પંચાયત) વિભાગ દ્વારા ડામર રોડના પેચવર્કની કામગીરી શરૂ

vartmanpravah

આઝાદીના અમૃત મહોત્‍સવ અને ‘મેરી માટી, મેરા દેશ’ અભિયાન અંતર્ગત મોટી દમણની શહિદ ભગતસિંહ પ્રાથમિક અને ઉચ્‍ચ પ્રાથમિક પરિયારી શાળામાં દેશભક્‍તિ ગીતની યોજાયેલી સ્‍પર્ધા

vartmanpravah

ચીખલી પોલીસે થાલા ને.હા. સ્‍થિત હોટલના કમ્‍પાઉન્‍ડમાં ટેન્‍કરમાંથી થતી કેમિકલ ચોરીનો કરેલો પર્દાફાશ

vartmanpravah

Leave a Comment