October 17, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

કપરાડા તા.પં. કોંગ્રેસ સભ્‍ય વિરૂધ્‍ધ ફરિયાદ નોંધાઈ: મોદીનો વિડીયો એડીટીંગ કરી વાયરલ કર્યો

સિલ્‍ધા બેઠકના કોંગ્રેસ સભ્‍ય ઈશ્વર તુમડા વિરૂધ્‍ધ
તાલુકા ભાજપ પ્રમુખે ફરિયાદ નોંધાવી

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.29: કપરાડા તાલુકા પંચાયત કોંગ્રેસ સભ્‍યએ રાજ્‍યસભામાં વડા પ્રધાન નરેન્‍દ્ર મોદીના પ્રવચનનો વિડીયો એડીટીંગ કરી વાયરલ કરતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે.
વડાપ્રધાન નરેન્‍દ્ર મોદી રાજ્‍ય સભામાં અનામત અંગેનું ભાષણ આપેલું. આ ભાષણની સ્‍પીચ એડીટીંગ કરી વાયરલ થઈ છે. કપરાડા તાલુકા પંચાયતના કોંગ્રેસ સભ્‍ય ઈશ્વરભાઈ તુમડાએ મોદીનો સ્‍પીચનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો. અનામત બંધ થઈ જશે, નોકરીઓ છીનવાઈ જશે તેવો અપ્રચાર એડીટીંગ વિડીયોના માધ્‍યમથીકોંગ્રેસ સભ્‍યએ કરતા મામલો ઉગ્ર બન્‍યો હતો. ભાજપના કપરાડા તાલુકા પંચાયતના પ્રમુખ તા.પં. કોંગ્રેસી સભ્‍ય ઈશ્વરભાઈ તુમડા વિરૂધ્‍ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે. વાયરલ વિડીયોને લઈ કપરાડા વિસ્‍તારમાં રાજકારણ ગરમાઈ જવા પામ્‍યુ છે. કોંગ્રેસ ભાજપ વચ્‍ચે ફરી વૈમનસ્‍યનું વાતાવરણ ઉભુ થવા પામેલ છે.

Related posts

વલસાડ જિલ્લાના વહીવટી કેન્‍દ્રના સહયોગથી જે.પી.પારડીવાલા આર્ટસ એન્‍ડ કોમર્સ કોલેજમાં 36 માં નેશનલ ગેમ્‍સના ઓવેરનેસ પ્રોગ્રામ યોજાયો

vartmanpravah

દમણ કોર્ટમાં ‘વિશ્વ આરોગ્‍ય દિવસ’ની ઉજવણી કરાઈ

vartmanpravah

સેલવાસના મંદિર ફળિયામાં પાણીની પાઈપલાઈન તુટી જતા વ્યર્થ વહી જતું પાણી

vartmanpravah

દહાડ પ્રાથમિક શાળાની જમીન વિવાદિત મુદ્દે સ્‍ટેમ્‍પ ડ્‍યુટી મૂલ્‍યાંકન તંત્રએ પાઠવેલી નોટિસ

vartmanpravah

ભાજપના નેતાઓએ ૪૦ કરોડનું જમીન કૌભાંડ આચર્યું  હોવાનો કોંગ્રેસનો આરોપ 

vartmanpravah

વલસાડમાં પ્રાચી ટાવરમાં ઈસમ વોચમેન સુતો રહ્યો અને બે કારની ટેપ સિસ્‍ટમ ચોરી કરી ફરાર

vartmanpravah

Leave a Comment