October 14, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

શ્રી દમણ રાણા સમાજ દમણની વાર્ષિક સામાન્‍ય સભા યોજાઈ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.29 :
શ્રી દમણ રાણા સમાજ દમણની વાર્ષિક સામન્‍ય સભા ભાદરવા વદ ચોથના શુભ દિને છેલ્લાં 165 કરતાં વધુ વર્ષોથી યોજાતી રહી છે, આ વર્ષે પણ શ્રી દમણ રાણા સમાજ દમણની વાર્ષિક સામન્‍ય સભા ગત ભાદરવા વદ ચોથ તા.21/09/2024 ના રોજ સમાજની વાડીમાં યોજાઈહતી. વર્ષ દરમિયાન સદગત પામેલ મૃતાત્‍માઓની શાંતિ અર્થે બે મિનીટની મોન પારી સભાની શરૂઆત શ્રી રાણા સમાજનાં પ્રમુખશ્રી રવિનભાઈ મોહનભાઈ રાણાએ ઉપસ્‍થિત સર્વ સભ્‍ય ને આવકારી બપોરે 4.30 કલાકે શરૂ કરવામાં આવી હતી. ખજાનચી શ્રી પુનીતભાઈ અરવિંદભાઈ રાણા દ્વારા આવક જાવકનો હિસાબ રજૂ કરવામાં આવ્‍યો હતો. સમગ્ર વર્ષ દરમિયાન શ્રી દમણ રાણા યુવક મંડળ દ્વારા આયોજિત વિવિધ સાંસ્‍કળતિક કાર્યક્રમોનો અહેવાલ યુવા પ્રમુખશ્રી ગુંજનભાઈ છબીલદાસ રાણા દ્વારા પ્રસ્‍તુત કરવામાં આવ્‍યો હતો, સમાજ કલ્‍યાણમાં ઉપયોગી મુદ્દાઓની વિસ્‍તૃત ચર્ચા કરવામાં આવી હતી.
શ્રી દમણ રાણા સમાજની કારોબારીના કાર્યકાળ એક વર્ષનો હોઈ છે જે પુનઃ થતાં સ્‍વેચ્‍છાએ 40+ જેટલા સભ્‍યોની નવી કારોબારી સમિતીની રચના દ્વારા સર્વાનુમતે પ્રમુખશ્રી અનિલભાઈ ઈશ્વરભાઈ રાણાની હર્ષભેર સાથે વરણી કરવામાં આવી હતી. બાદ પ્રમુખશ્રી દ્વારા નવા પદાધિકારીની રચના કરવામાં આવી હતી. ત્‍યાર બાદ યુવા પ્રમુખશ્રીની વરણી સર્વાનુમતે શ્રી અમિતભાઈ બિપીનભાઈ રાણા (1) પ્રમુખશ્રી અનિલભાઈ ઈશ્વરભાઈ રાણા, (2) ઉપ પ્રમુખશ્રી ઉમેશભાઈ ભાણાભાઈ રાણા, (3) મંત્રીશ્રી સુરેશભાઈ લલ્લુભાઈ રાણા, (4) સહમંત્રીશ્રી રાજેન્‍દ્ર લક્ષ્મીચંદ રાણા, (5) સહમંત્રીશ્રી રાહુલભાઇ રાણા, (6) ખજાનચીશ્રીદેવાંગભાઈ કે રાણા, (7) હિસાબનીશશ્રી રિષિભભાઈ સી રાણા.
શ્રી દમણ રાણા સમાજના યુવક મંડળની રચના કરવામાં આવી. (1) યુવા પ્રમુખશ્રી અમિતકુમાર બિપીનભાઈ રાણા, (2) યુવા ઉપપ્રમુખશ્રી નીખીલકુમાર ડી રાણા, (3) યુવા મંત્રીશ્રી પ્રિતેશકુમાર એન રાણા, (4) યુવા મંત્રીશ્રી કલ્‍પેશભાઈ એન રાણા, (5) યુવા સહમંત્રીશ્રી કુંતેશ એમ રાણા, (6) ખજાનચી આયુષ ડી રાણા, (7) સહ ખજાનચી અભય એચ રાણા, તથા ટ્રસ્‍ટી મંડળ અને વાડી નવ નિર્માણ ફંડ સમિતી ના સભ્‍યો યથાવત રાખવામાં આવ્‍યા છે. બાદ સરપણ કમિટીના ચેરમેન શ્રી મનીષભાઈ નાગરદાસ રાણાની વરણી કરવામાં આવી છે જેની સેવા વર્ષોથી સમાજને મળતી આવી છે.
આ વાર્ષિક સામન્‍ય સભામાં વડીલશ્રી ઓ તેમજ અન્‍ય મહાનુભાવો સભામાં ઉપસ્‍થિત રહી યોગ્‍ય માર્ગદર્શન આપ્‍યું હતું.
બાદ શ્રી દમણ રાણા સમાજ દમણની વર્ષ 2024-25 ના પૂર્ણરુપે વરણી થયેલ પ્રમુખશ્રી અનિલભાઈ ઈશ્વરભાઈ રાણાએ હાજર ઉપસ્‍થિત સભ્‍યોનો આભાર માની સભાની કાર્યવાહી રાત્રે 8.30 કલાકે પૂર્ણ કરવાં માં આવી હતી.
—–

Related posts

ચીખલી તાલુકામાં કમોસમી વરસાદથી ખેતરોમાં ડાંગરના પુળીયા ભીંજાતા ખેડૂતોને ભારે નુકસાન

vartmanpravah

વલસાડ વશીયરમાં મળસ્‍કે છોટા હાથી ટેમ્‍પો રસ્‍તા વચ્‍ચે બેઠેલ ગાયો ઉપર ફરી વળતા 3 ગાયના મોત

vartmanpravah

વલસાડ તાલુકાના આંગણવાડી કેન્‍દ્રોમાં કુપોષિત બાળકોને ખજૂર, ફળ અને ચિક્કીનું વિતરણ કરાયું

vartmanpravah

પારડી-કલસર ગામના સરપંચ મનોજભાઈની સમય સૂચકતા થઈ ફળીભૂત: છેલ્લા કેટલાક સમયથી પશુઓનું મારણ કરતી દિપડી પાંજરે પુરાઈ

vartmanpravah

સરીગામની વેન પેટ્રોકેમ એન્‍ડ ફાર્મા કંપનીની મોટી હોનારતમાં એનજીટીનો હુકમ: મૃતકોને રૂા.20 લાખ અને ઈજાગ્રસ્‍તોને રૂા.10 લાખના વળતર ચુકવણીના આદેશથી પરિવારોને મળેલી આંશિક રાહતઃ જીપીસીબીને નોટિસની ફટકાર

vartmanpravah

કપરાડા તાલુકાના સિલધા હાટ બજારમાં સ્‍વામી વિવેકાનંદ ગુજરાત રાજ્‍ય યુવા બોર્ડ કપરાડા તાલુકા દ્વારા સાફ સફાઈ કરી

vartmanpravah

Leave a Comment