July 21, 2026
Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

સાવધાન…! સેલવાસના ભુરકુડ ફળિયામાં એક ઘરમાં કુરિયર બોયના વેશમાં આવેલ વ્‍યક્‍તિએ હથિયારની અણીએ યુવાનને બંધક બનાવી રોકડ અને દાગીનાની ચલાવેલી લૂંટ

વિશાલ પાસે ઘરની તમામ લાઈટો બંધ કરાવી કબાટ ખોલાવી તેમાંનું લોકર ખોલાવી દસ હજાર રૂપિયા રોકડા અને ૧૬ તોલા સોનાના દાગીના લઈને ટેરેસના રસ્તે રફૂચક્કર થઈ ગયો

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.30 : સેલવાસના ભુરકુડ ફળીયામાં એક વ્‍યક્‍તિ કુરિયર બોય બનીને આવેલ જેણે ઘરમાં બેઠેલા યુવાનને હથિયાર બતાવી ધમકી આપી ઘરમાંથી રોકડ રકમ અને દાગીના લઈને ટેરેસના રસ્‍તે ફરાર થઈ ગયો હોવાની ઘટના બનતાં પંથકમાં અરેરાટી ફેલાઈ જવા પામી હતી.
પ્રાપ્ત માહિતી પ્રમાણે વિશાલ કુલકર્ણી એમના પરિવાર સાથે ભુરકુડ ફળીયા ખાતે રો-હાઉસમાં રહે છે. જેઓ એક દિવસ પહેલા અકસ્‍માતમાં ઘાયલ થયા હતા, જેથી તેઓ ઘરે જ હતા અને એમના પરિવારના સભ્‍યો બ્રહ્માકુમારી રાજયોગ કેન્‍દ્રમાં ગયા હતા. બપોરે સાડા બાર વાગ્‍યાના સુમારે એક વ્‍યક્‍તિ વિશાલના ઘરે આવ્‍યો અને એણે કહ્યું કે કુરિયર બોય છું અને આપનું પાર્સલ આપવા આવ્‍યો છું. વિશાલે દરવાજો ખોલી પાર્સલ રિસીવ કરવાની પ્રક્રિયા પૂર્ણ કરી ફરી ઘરમાં જઈ રહ્યો હતો તે સમયે અજાણ્‍યા યુવાને ઘરમાં ઘુસી દરવાજો બંધ કરી દીધો હતો અને હથિયાર બતાવ્‍યું હતું હતું અને ઘરની તમામ લાઈટો બંધ કરાવી દીધી હતી અને વિશાલ પાસે કબાટ ખોલાવી તેમાંરાખવામાં આવેલ લોકર ખોલાવી દસ હજાર રૂપિયા રોકડા હતા તે અને 16 તોલા સોનાના દાગીના લઈને ટેરેસના રસ્‍તે ફરાર રફૂચક્કર થઈ ગયો હતો. આ બધી ઘટનાથી વિશાલ ખુબ જ ગભરાઈ ગયો હતો.
લુંટ કરનાર અજાણ્‍યા વ્‍યક્‍તિએ ચોકલેટ કલરની ટી-શર્ટ અને કાળી જીન્‍સ પેન્‍ટ પહેરેલી હતી અને મોઢા ઉપર રૂમાલ બાંધ્‍યો હતો. આ ઘટના અંગે પોલીસને જાણ કરાતા તેમની ટીમ તાત્‍કાલિક ઘટના સ્‍થળે દોડી આવી હતી અને ઘટના અંગેની તમામ જાણકારી મેળવી ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Related posts

કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય, ભારત સરકાર વિશ્વ મધમાખી દિવસનો રાષ્ટ્રીય કાર્યક્રમ 20 મેના રોજ ગુજરાતમાં ઉજવાશે

vartmanpravah

સલવાવની શ્રીમતી ભાવનાબેન નાનુભાઈ બાંભરોલીયા સ્‍વામિનારાયણ ફાર્મસી કોલેજમાં ‘‘વિશ્વ પર્યાવરણ દિવસ” નિમિત્તે  ‘બેસ્‍ટ આઉટ ઓફ વેસ્‍ટ”સ્પર્ધા યોજાઈ

vartmanpravah

પારડીમાં થયેલ ચાર બંધ ઘરોની ચોરીનો ભેદ ઉકેલતી પોલીસ

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલના માર્ગદર્શનમાં દમણ-દીવ સ્‍ટેટ કો-ઓ. બેંક લિ.એ ગોવા સ્‍ટેટ કો-ઓ. બેંક લિ. પાસેથી બાકી નિકળતા રૂા.8.68 કરોડ મેળવ્‍યા

vartmanpravah

કૃષિ યુનિવર્સિટી નવસારી સંલગ્ન કૃષિ પ્રાયોગિક કેન્‍દ્ર, પરીયા ખાતે ‘‘ટેક્‍નોલોજી સપ્‍તાહ”ની ઉજવણી થઈ

vartmanpravah

ધરમપુરમાં નવી વિભાગીય વીજ કચેરીનું રાજ્યના નાણાં, ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રીશ્રી કનુભાઈ દેસાઈના હસ્તે લોકાર્પણ

vartmanpravah

Leave a Comment