September 12, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

બલીઠા ચેકપોસ્‍ટથી પ્‍લાસ્‍ટીકની આડમાં રૂા.5.96લાખનો દારૂનો જથ્‍થો ભરેલો ટેમ્‍પો ઝડપાયો

ચાલક કાન્‍તા પ્રસાદ યાદવ રહે.બ્રહ્મદેવ મંદિરની ધરપકડ : પોલીસે ટેમ્‍પો, દારૂનો જથ્‍થો, પ્‍લાસ્‍ટીક સહિત રૂા.25.22 લાખનો મુદ્દામાલ કબજે લીધો

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.30: વાપી ટાઉન પોલીસે બલીઠા ચેકપોસ્‍ટ ઉપર વાહન ચેકીંગમાં હતી ત્‍યારે દમણ તરફથી આવી રહેલો ટેમ્‍પોની તપાસ કરતા ટેમ્‍પોમાં પ્‍લાસ્‍ટીકની આડમાં દારૂનો જથ્‍થો છુપાવેલો મલી આવતા પોલીસે ચાલકની ધરપકડ કરી હતી.
વાપી બલીઠા ચેકપોસ્‍ટથી પોલીસે દમણ તરફથી આવી રહેલ ટેમ્‍પો નં.જીજે 16 ડબલ્‍યુ 0309 ને અટકાવી ચેકીંગ કર્યું હતું. ટેમ્‍પોમાં પ્‍લાસ્‍ટીકની આડમાં સંતાડાયેલ 8800 દારૂની બોટલ મળી આવી હતી. પોલીસે ટેમ્‍પો ચાલક કાન્‍તા પ્રસાદ દિનાનાથ યાદવ રહે.બલીઠા બ્રહ્મદેવ મંદિર પાસે ભાવેશભાઈની ચાલની ધરપકડ કરી હતી. પોલીસે દારૂ તથા ટેમ્‍પો પ્‍લાસ્‍ટીક અને મોબાઈલ મળીને રૂા.25.22 લાખનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી કરી હતી. બલીઠા ચેકપોસ્‍ટ ઉપર બીજા બનાવમાં નિબ્‍બુલ કંપની રોડ ઉપરથી મોપેડ નં.જીજે 15 ડીકે 9953 માંથી 384 બોટલ દારૂનો જથ્‍થો ઝડપ્‍યો હતો. મોપેડ તથા દારૂ સહિત 49200 રૂા.નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. પોલીસને જોઈ મોપેડ ચાલક નાસી ગયો હતો.

Related posts

દાનહમાં હોલીકા દહન કરાયું

vartmanpravah

સરીગામ ઈન્‍ડસ્‍ટ્રીઝ એસોસિએશનની ચૂંટણી અગામી 19મી મેના રોજ યોજાશે

vartmanpravah

વાપીમાં જૂના ગરનાળા પાસેથીચોરીની મોપેડ સાથે કિશોરને એસ.ઓ.જી.એ ઝડપી પાડયો

vartmanpravah

વાપી-વલસાડ રેલવે ટ્રેક ઉપર ગાય આવી જતા ‘વંદે ભારત’ ટ્રેનને વધુ એક અકસ્‍માત નડયો

vartmanpravah

દમણમાં શહેર ભ્રમણ માટે નિકળેલી ભગવાન શ્રી જગન્નાથની ભવ્‍ય શોભાયાત્રા

vartmanpravah

વાપી તાલુકા પંચાયતનાં એટીડીઓ ભરતભાઈ પટેલને અપાયું ભવ્‍ય નિવૃત્તિ વિદાયમાન: સંવેદનશીલ અને લોકાભિમુખ વહીવટમાં તેમનું યોગદાન હંમેશા યાદ રહેશેઃ જીતેન્‍દ્ર ટંડેલ

vartmanpravah

Leave a Comment