October 15, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ગાંધી જયંતિ નિમિત્તે વલસાડ જિલ્લાની 101 ગ્રામ પંચાયત ટીબી મુક્‍ત પંચાયત તરીકે જાહેર કરાઈ

ગ્રામ પંચાયતોને ટીબી ફ્રી પંચાયતનું સર્ટિફિકેટ અને મહાત્‍મા ગાંધીજીની
કાંસ્‍ય પ્રતિમા અર્પણ કરાઈ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ, તા.02: કેન્‍દ્ર અને રાજ્‍ય સરકારના ટીબી હારેગા, દેશ જીતેગા 2024 અભિયાન અંતર્ગત વલસાડ જિલ્લાની 101 ગ્રામ પંચાયતને ટીબી મુક્‍ત પંચાયત તરીકે જાહેર કરવામાં આવી છે. આજે ગાંધી જયંતિ નિમિત્તે આ 101 ગ્રામ પંચાયતને ટીબી ફ્રી પંચાયતનું સર્ટિફિકેટ અને મહાત્‍મા ગાંધીની કાંસ્‍ય પ્રતિમા અર્પણ કરવામાં આવી હતી.
સરકાર દ્વારા ચાલુ વર્ષના 100% ટીબી દર્દીઓને નિક્ષય પોષણ સહાય યોજના અંતર્ગત ઓછામાં ઓછો પ્રથમ હપ્તો મળતા તેમજ વર્ષના 100% ટીબીના દર્દીઓનેપ્રધાનમંત્રી ટીબી મુક્‍ત ભારત અભિયાન અંતર્ગત ન્‍યુટ્રીશન સપોર્ટ હેઠળ આવરી લીધા હોવા બાબતે નિર્દેશિત તમામ સૂચકાંક મુજબ ગત વર્ષે -2023 માં વલસાડ જિલ્લા મેજિસ્‍ટ્રેટ -વ- કલેક્‍ટરશ્રીના માર્ગદર્શન હેઠળ જિલ્લાના તમામ 6 તાલુકા મળી (વલસાડ- 24, ધરમપુર- 24, કપરાડા- 16, પારડી- 12, વાપી- 01 અને ભીલાડ- 24) કુલ – 101 ગ્રામ પંચાયતને ટીબી મુક્‍ત પંચાયત તરીકે જાહેર કરવામાં આવી હતી. જે અન્‍વયે તા.02/10/2024ના રોજ યોજાનાર ગ્રામસભામાં સેન્‍ટ્રલ ટીબી ડિવિઝનની ગાઇડ લાઇન મુજબ 101 ટીબી મુક્‍ત પંચાયતને ટીબી ફ્રી પંચાયતના સર્ટિફિકેટ અને મહાત્‍મા ગાંધીની કાંસ્‍ય પ્રતિમા એનાયત કરવામાં આવી તેમજ ટીબી મુક્‍ત ભારત અને ટીબી મુક્‍ત પંચાયત ઇનીશીયેટીવના ઇન્‍ડીકેટર બાબતે માહિતગાર કરવામાં આવ્‍યા હતા. પ્રધાનમંત્રીશ્રી નરેન્‍દ્રભાઈ મોદી દ્વારા વર્ષ 2025 સુધીમાં ટીબી મુક્‍ત ભારત અભિયાનનું આહવાન કરાતા વલસાડ જિલ્લા આરોગ્‍ય વિભાગના ટીબી વિભાગ દ્વારા આ વર્ષે પણ વધુમાં વધુ પંચાયતો ટીબી મુક્‍ત થાય તે દિશામાં કમર કસાઇ રહી છે.

ટીબી મુક્‍ત પંચાયત માટે નિયત કરાયેલા સુચકાંક
1. દર 1000 ની વસ્‍તીએ એક વર્ષમાં 30 કે તેથી વધુ શંકાસ્‍પદ ટીબીના સ્‍પુટમ ટેસ્‍ટ કરાવવા.
2. વર્ષમાં દર 1000 ની વસ્‍તીએ ટીબીના કેસનુંનોટિફિકેશન 1 થી ઓછું હોવું જોઇએ.
3. જે-તે વર્ષની અગાઉના વર્ષમાં ટીબી દર્દીઓનો ટ્રીટમેન્‍ટ સક્‍સેસ રેટ 85 ટકા કે તેથી વધુ હોવો જોઇએ.
4. ચાલુ વર્ષના ઓળખ થયેલા દર્દીઓ પૈકી માઇક્રોબાયોલોજીકલ કન્‍ફર્મ 60 ટકા દર્દીઓની યુડીએસટીની તપાસ થયેલી હોવી જોઇએ.
5. નિક્ષય પોષણ સહાય યોજના અંતર્ગત ઓછામાં ઓછો પ્રથમ હપ્તો મળી જવો જોઇએ.
6. વર્ષના પ્રધાનમંત્રી ટીબી મુક્‍ત ભારત અભિયાન અંતર્ગત 100% ટીબીના દર્દીઓને ન્‍યુટ્રીશન સપોર્ટ મળ્‍યો હોવો જોઇએ.

Related posts

પારડી એજ્‍યુકેશન સોસાયટી સંચાલિત નિર્મળાબેન કિશોરભાઈ દેસાઈ સાયન્‍સ એન્‍ડ કોમર્સ કોલેજમાં ડે ની ઉજવણી શરૂ કરવામાં આવી

vartmanpravah

કલસરમાં જીએસપીસીની ગેસ લાઈનમાં ભંગાણ થતા આગ ભભૂકી ઉઠી

vartmanpravah

દાનહ રમત-ગમત અને યુવા વિભાગ દ્વારા ઈન્‍ટર કોલેજ ક્રિકેટ સ્‍પર્ધા યોજાઈ

vartmanpravah

ચીખલી-ખેરગામ વાડ ખાડીના બ્રિજની જર્જરિત રેલીંગના સમારકામ માટે ગાંધીનગરથી ઉચ્‍ચ અધિકારીઓની સૂચના બાદ પણ સ્‍થાનિક અધિકારીઓ ઘોર નિંદ્રામાં

vartmanpravah

દમણની સુપ્રસિદ્ધ પોલીકેબ ક્રિકેટ ટૂર્નામેન્‍ટનો પ્રેસિડેન્‍ટ રમેશ કુંદનાનીના માર્ગદર્શન અને કુશળ નેતૃત્‍વમાં થયેલો આરંભ

vartmanpravah

દાનહના સાંસદ કલાબેન ડેલકરે પોતાના સાંસદનિધિ અંતર્ગત પહેલું કામ ગૌશાળાના ભવન બનાવવા રૂા.5.પ0 લાખની ફાળવણીથી કરેલી શુભ શરૂઆત

vartmanpravah

Leave a Comment