December 1, 2025
Vartman Pravah
Breaking Newsગુજરાતવલસાડ

કપરાડામાં ભાડાની દુકાનમાં ડીગ્રી વગર બોગસ પ્રેક્ટિસ કરતો ઊંટવૈદ પકડાયો

પોલીસ અને મેડિકલ ઓફિસરે રેડ કરી ૩૦ હજારની દવાઓ મુદ્દામાલમાં જપ્ત


(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.૦૯
અંતરીયાળ ગ્રામ્ય વિસ્તારોમાં બોગસ ડોક્ટરો ગરીબ આદિવાસીઓની જીંદગી સાથે ચેડા કરી રહ્ના હોવાનો વધુ ઍક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. કોઈપણ ડીગ્રી વગર કપરાડામાં બોગસ પ્રેક્ટિસ કરી રહેલો બનાવટી તબીબ પોલીસ અને કપરાડા મેડીકલ ઓફિસરે ઝડપી પાડ્યો હતો.
પ્રા વિગતો અનુસાર કપરાડાના પાથરપાડા ફળીયામાં કોઈપણ પ્રકારની તબીબી ડીગ્રી કે લાયસન્સ વગર મૂળ કલકત્તાનો રહેવાસી ઍવો ઉત્પલ હળદેવ નામનો ઈસમ ઊંટવૈદની હાટડી ચલાવતો ઝડપાઈ ગયો હતો. કપરાડા પી.ઍસ.આઈ. ભાદરકા અને મેડીકલ ઓફિસર ડો.નિતિ પટેલે પાથરપાડા ફળીયામાં રેડ પાડી હતી. બોગસ તબીબ ઉત્પલ હળદેવના દવાખાનામાંથી ૩૦ હજારની દવાઓ કાર્યવાહીમાં પોલીસે જ કરીને કાયદેસરની કાર્યવાહી કરી હતી. હજુ પણ આ અભિયાન ચાલુ રાખવામાં આવે તો અન્ય વધુ બોગસ તબીબો ઝડપાઈ શકે ઍમ છે.

Related posts

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ પરિયારી ગ્રામ પંચાયતમાં જમીનના પુનઃ સર્વેક્ષણ માટે મળેલી ગ્રામસભા

vartmanpravah

સેલવાસનો યુવાન ગુમ થયો હોવાની ફરિયાદ નોંધાઈ

vartmanpravah

પ્રાણીન ફાઉન્‍ડેશન દ્વારા મામલતદારને આવેદનપત્ર પાઠવી ગૌ-પોષણ યોજનાનો ત્‍વરિત અમલ કરવા માંગ કરાઈ

vartmanpravah

દમણમાં બસપાના સંસ્‍થાપક બહુજન નાયક કાંશીરામજીની 88મી જન્‍મજયંતિની કરાયેલી ઉજવણી

vartmanpravah

પારડી એન. કે. દેસાઈ સાયન્‍સ એન્‍ડ કોમર્સ કોલેજના વિદ્યાર્થીઓનો સન્‍માન સમારંભ યોજાયો

vartmanpravah

જન કલ્‍યાણ યોજના પ્રચાર અભિયાન અને દામિની મહિલા ફાઉન્‍ડેશનના સહયોગથી ‘‘રાષ્‍ટ્રીય શહેરી આજીવિકા મિશન” અંતર્ગત નાની દમણ દામિની વુમન્‍સ ફાઉન્‍ડેશન કાર્યાલયમાં મહિલાઓને ભારત સરકારની લોક કલ્‍યાણકારી યોજનાઓની માહિતી આપવા યોજાયો કાર્યક્રમ

vartmanpravah

Leave a Comment