October 16, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ચીખલીમાં કાવેરી નદી ઉપર સાદકપોર ગોલવાડ અને તલાવચોરા ગામે રૂા.42.50 કરોડના ખર્ચે બે નવા મેજર બ્રિજને મંજૂરી મળતાં સ્‍થાનિકોમાં આનંદની લાગણી છવાઈ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી,(વંકાલ), તા.06: તાલુકા મથક ચીખલી પાસેથી પસાર થતી કાવેરી નદી ઉપરથી પસાર થતા ચીખલી-ખેરગામ-ધરમપુર રાજ્‍ય ધોરીમાર્ગ ઉપર હયાત બ્રિજની બાજુમાં 12.50 મીટર પહોળાઈના નવા બ્રિજ માટે રૂ.20.40 કરોડ અને ચીખલી-ઘેજ-અટગામ મુખ્‍ય જીલ્લા રોડ પર પણ હયાત બ્રિજની બાજુમાં 12.50 મીટર પહોળાઈના નવા બ્રિજ માટે રૂ.22.10 કરોડની માતબર ગ્રાન્‍ટ કેન્‍દ્રીય મંત્રી સી.આર.પાટીલ સહિતનાઓની સફળ રજૂઆતને સરકાર દ્વારા માતબર ગ્રાન્‍ટ મંજૂર કરવામાં આવતાં સ્‍થાનિકોમાં આનંદની લાગણી છવાઈ જવા પામી હતી.
કાવેરી નદી પર ઉપરોક્‍ત બને સ્‍થળે હયાત બ્રિજ પૂરતી પહોળાઈ ન હોવા સાથે ચીખલી-ખેરગામ રાજ્‍ય ધોરીમાર્ગ અને ચીખલી-અટગામ મુખ્‍ય જિલ્લા માર્ગ બે જિલ્લાને જોડતો હોયટ્રાફિકનું ભારણ વધુ હોય તેવામાં નવા બ્રિજ મંજૂર કરવામાં આવતાં આગામી દિવસોમાં સ્‍થાનિકોને મોટી રાહત થશે. જોકે ચીખલી-અટગામ મુખ્‍ય જિલ્લા માર્ગની પહોળાઈ વધારવાની પણ સ્‍થાનિકો દ્વારા લાંબા સમયથી રજૂઆત કરવામાં આવી રહી છે. ત્‍યારે નવા બ્રિજ બાદ પણ માર્ગનું વિસ્‍તૃતિકરણ પણ ઝડપથી થાય તે જરૂરી છે.

Related posts

શીખ સમુદાયના બહાદુર બાળકોની શહાદતની યાદમાં 26 ડિસેમ્‍બરના દિવસને ‘વીર બાળ દિવસ’ જાહેર કરવા બદલ દમણ-દીવ શીખ સમાજે પીએમ મોદીનો માનેલો આભાર

vartmanpravah

‘‘પરીક્ષા પે ચર્ચા”માં ભાગ લેનાર શ્રી સ્‍વામિનારાયણ ગુરુકુળ, સલવાવના 38 શિક્ષકો અને 7 વિદ્યાર્થીઓને પ્રધાનમંત્રીએ પત્ર લખી દેશની પ્રગતિ માટેનો વિશ્વાસ વ્‍યક્‍ત કર્યો

vartmanpravah

સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવમાં લોકસભા ચૂંટણી સંદર્ભેદારૂબંધીની જાહેરાત

vartmanpravah

દીવના વણાંકબારા બસ સ્‍ટેન્‍ડ નજીક 7 મકાનની સાઈડ દિવાલોનું કરાયું ડિમોલીશન

vartmanpravah

રેડક્રોસ જિલ્લા દિવ્‍યાંગ પુનર્વસન કેન્‍દ્ર સેલવાસમાં સાધન સામગ્રી વિતરણ કરાયા

vartmanpravah

લાયન્‍સ કલબ ઓફ વાપી ઈન્‍ટ્રીગેટડ દ્વારા ચાઈલ્‍ડ હુડ કેન્‍સર સેમિનાર યોજાયો

vartmanpravah

Leave a Comment