December 1, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડ-સરોધી હાઈવે ઉપર રાત્રે જીવલેણ ખાડાથી બચવા કારે અચાનક બ્રેક મારતા ત્રણ કાર વચ્‍ચે અકસ્‍માત સર્જાયો

સરોધી હાઈવે ઉપર સ્‍થાનિકોના જણાવ્‍યા મુજબ આજે આ બીજો અકસ્‍માત છે

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.06: નેશનલ હાઈવે વલસાડથી લઈ ભીલાડ સુધીમાં અનેક જીવલેણ ખાડા પડી ચૂક્‍યા છે. આ ખાડા રોજેરોજ અકસ્‍માત સર્જી રહ્યા છે તેવો વધુ એક ગંભીર અકસ્‍માત શનિવારે રાત્રે થયો હતો. મુંબઈથી અમદાવાદ તરફ જતા રોડ ઉપર સરોધી એકતા હોટલ સામે એક જીવલેણ ખાડાથી બચવા માટે કાર ચાલકે અચાનક બ્રેક મારતા પાછળથી આવતી અન્‍ય બે કાર સહિત ત્રણ કારો વચ્‍ચે અકસ્‍માત સર્જાયો હતો. અકસ્‍માતમાં અન્‍ય કોઈ જાનહાની થઈ નહોતી.
હાઈવે ઓથોરિટી સુવિધાયુક્‍ત હાઈવે આપવાનું તો દૂર રહ્યું છેતો બીજી તરફ ટોલટેક્ષ વધારવાનું ચાલુ રખાયું છે. પરિણામે હાઈવેની ઉપર ઠેર ઠેર વલસાડથી ભિલાડ સુધી જીવલેણ ખાડા પડી ચૂક્‍યા છે. જેમાં થઈ રહેલા વારંવાર અકસ્‍માતોમાં અનેક નિર્દોષના જીવ પણ ગુમાવ્‍યા છે. છતાં હાઈવે ઓથોરિટીની કામગીરી તસુભાર ફેર પડયો નથી. ગત રાત્રે સરોધી હાઈવે ઉપર જીવલેણ ખાડાને લઈ ત્રણ કાર વચ્‍ચે ગંભીર અકસ્‍માત સર્જાયો હતો. જેમાં ત્રણેય કાર નુકશાનગ્રસ્‍ત થઈ હતી. સ્‍થાનિકોએ જણાવ્‍યું હતું કે આજે આ બીજો બનાવ છે. ત્રણ ચાર કલાક પહેલાં જ અકસ્‍માત થયો હતો. હાઈવે ઉપર અન્‍ય કોઈ ઈમરજન્‍સી સેવાનો અભાવ ઠેર ઠેર જોવા મળી રહ્યો છે.

Related posts

વાપી નગરપાલિકા દ્વારા બાકી મિલકત વેરો વસુલાતનું અભિયાન તેજ કર્યું

vartmanpravah

ખાનવેલમાં સાંસદ લાલુભાઈ પટેલે કબડ્ડી ટૂર્નામેન્‍ટનો કરાવેલો શુભારંભ

vartmanpravah

ચીખલી તાલુકાના સાદડવેલમાં વલસાડ-ડાંગ લોકસભા બેઠક કોંગ્રેસના ઉમેદવાર અનંતભાઈ પટેલની ઉપસ્‍થિતિમાં કાર્યક્રમ યોજાયો

vartmanpravah

દીવમાં કોરોનાના કેસ નોંધાતા કોરોના ગાઈડ લાઈનનું ચૂસ્‍તપણ પાલન કરવા આદેશ જારી

vartmanpravah

ચીખલી પોલીસે માણેકપોર ગામેથી ગંજીપાનાનો જુગાર રમતા ચાર જેટલાને ઝડપી પાડયા

vartmanpravah

વાપી નોટિફાઈડ દ્વારા ચણોદ પાસે 35 વર્ષ જુની પાણીની ટાંકી કોલમ બ્રેકીંગ ટેકનોલોજીથી મિનિટોમાં ધરાશાયી કરાઈ

vartmanpravah

Leave a Comment