September 2, 2026
Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

આંટિયાવાડ ગ્રામ પંચાયત ખાતે સરપંચ ઉર્વશીબેન પટેલ સાથે મહારાષ્‍ટ્રના રાષ્‍ટ્રીય પ્રશિક્ષણ વિશેષ આમંત્રિત સભ્‍ય યોગીનીએ સદસ્‍યતા અભિયાનને આપેલો વેગ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.06 : આજે દાદરા નગર હવેલી અને દમણ-દીવ મહિલા મોરચા દ્વારા સદસ્‍યતા અભિયાન અંતર્ગત દમણ જિલ્લામાં મહારાષ્‍ટ્રના રાષ્‍ટ્રીય પ્રશિક્ષણ વિશેષ આમંત્રિત સભ્‍ય સુશ્રી યોગીની ખાસ ઉપસ્‍થિત રહ્યા હતા. તેમણેદમણ ભાજપ કાર્યાલય અને આંટિયાવાડ ગ્રામ પંચાયતમાં સરપંચ શ્રીમતી ઉર્વશીબેન પટેલની સાથે મળી સદસ્‍યતા અભિયાનને વેગ આપ્‍યો હતો.
આજે મહિલા મોરચાએ વકિલ સુશ્રી અલ્‍પાબેન, ડો. જયશ્રી કાપડિયા, પ્રો. શિવુ ભંડારીને સભ્‍ય બનાવ્‍યા હતા.
નવરાત્રિ મહોત્‍સવના ઉપલક્ષમાં ભાજપ કાર્યાલયમાં કન્‍યા પૂજનનું પણ આયોજન કરવામાં આવ્‍યું હતું. જેમાં મહિલા મોરચાના પ્રદેશ અધ્‍યક્ષ શ્રીમતી સિમ્‍પલબેન કાટેલા, રાષ્‍ટ્રીય કાર્યકારિણીના સભ્‍ય શ્રીમતી સોનલબેન પટેલ, મહિલા મોરચાના મહામંત્રી શ્રીમતી દિપાલીબેન શાહ સહિત મહિલા મોરચાની બહેનો ઉપસ્‍થિત રહી હતી.

Related posts

ધરમપુરમાં નરાધમ બાપે સગીર દિકરી સાથે અડપલા કર્યા : નિર્લજ્જ બાપની ધરપકડ

vartmanpravah

મોટી દમણના દમણવાડા ગ્રામ પંચાયત ખાતે ડેન્‍ટલ હેલ્‍થ ચેકઅપ કેમ્‍પ યોજાયો: ડેન્‍ટલ હેલ્‍થ ચેકઅપ કેમ્‍પનો 66 જેટલા દર્દીઓએ લીધેલો લાભ

vartmanpravah

દાનહ લોકસભાની પેટા ચૂંટણી તટસ્‍થ પારદર્શક ન્‍યાયી અને ભયમુક્‍ત રીતે યોજવા ચૂંટણી તંત્રની કવાયત તેજ

vartmanpravah

માતૃશક્‍તિ જ્‍યારે સાથે છે ત્‍યારે આપણો વિજય નિヘતિ છેઃ ઉમેદવાર મહેશભાઈ ગાવિત

vartmanpravah

આંટિયાવાડના નવનિયુક્‍ત સરપંચ ઉર્વશીબેન પટેલે સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલની લીધેલી શુભેચ્‍છા મુલાકાત

vartmanpravah

ધરમપુરના આંબોસી ભવઠાણમાં બાઈક અડફેટે મહિલાનું મોત

vartmanpravah

Leave a Comment