December 1, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

નવસારીના ઉત્ત્કર્ષ મંડળ દ્વારા ‘લીલોતરી પ્રોજેક્‍ટ’ અંતર્ગત જાગૃતતા સેમિનાર યોજાયો

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
નવસારી, તા.07: ‘‘સેવા પરમો ધર્મ”ને સાર્થક કરતા કાર્યો ઉત્‍કર્ષ મંડળ વર્ષોથી કરતી આવી છે. જરૂરિયાતમંદો માટે કાયમ ખડે પગે ઉભી રહેતુ ઉત્‍કર્ષ મંડળ વવિધ સેવાકીય પ્રોજેકટસ કરતું રહે છે. હાલમાં આ મંડળે લીલોતરી પ્રોજેક્‍ટ હાથ ધર્યો છે. જે અંતર્ગત ઘરના લીલા કચરામાંથી ઘરનું લીલુંખાતર બનાવી ઘરે જ કઈ રીતે કેમિકલરહિત શાકભાજી ઉગાડી શકાય એની વિસ્‍તળત માહિતી આપી જાગૃતતા ફેલાવી રહી છે. તારીખ 6 ઓક્‍ટોબર રવિવારે સાંજે 5.30 કલાકે દુધિયા તળાવ સ્‍થિત વિવાંતા એપાર્ટમેન્‍ટ ખાતે લીલોતરી પ્રોજેક્‍ટ વિશે મંડળના પ્રમુખ હરેશભાઈ એમ. વશી તેમજ પ્રજ્ઞા વૈદ્ય દ્વારા લીલા ખાતર અંગે તેમજ ઘરે શાકભાજી ઉગાડવા બાબતે વિસ્‍તૃત સમજણ આપવામાં આવી હતી. વિવાંતા એપાર્ટમેન્‍ટના રહીશોએ ઉત્‍સાહભેર ભાગ લીધો હતો. આ મંડળ સ્‍વચ્‍છ, સ્‍વાસ્‍થ્‍ય અને કુદરતમય જીવનના હોય મંત્ર સાથે આગળ વધી રહી છે તેમજ સફળતા પણ મળી રહી છે.

Related posts

વાપીની બિલખાડીમાં પ્રદૂષણયુક્‍ત પાણી હજુ પણ બેફામ વહી રહ્યું છેઃ નિયંત્રિત કરાયાની માત્ર વાતો જ

vartmanpravah

સંઘપ્રદેશની ઔદ્યોગિક રોકાણ પ્રોત્‍સાહન યોજના અંતર્ગત સેલવાસના કલાકેન્‍દ્ર ખાતે રૂા.19 કરોડ 80 લાખની સબસીડીના ચેકનું કરાયેલું વિતરણ

vartmanpravah

ચીખલીના સાદકપોરમાં દીપડાએ બકરાનો શિકાર કરતા લોકોમાં દિવસને દિવસે ફેલાતો જતો ભયનો માહોલ

vartmanpravah

ધરમપુર ખાતે મહંત સ્‍વામીના સાનિધ્‍યમાં 35000 થી વધુ ભક્‍તોની ધર્મસભા યોજાઈ

vartmanpravah

સેલવાસના આમળીથી બે યુવતિઓ ગુમ થઈ

vartmanpravah

પાવરગ્રીડ કોર્પોરેશન દ્વારા યુ.ટી. સ્‍તરીય ચિત્રકલા હરીફાઈ-2022નું આયોજન કરાશે

vartmanpravah

Leave a Comment