(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
નવસારી, તા.07: ‘‘સેવા પરમો ધર્મ”ને સાર્થક કરતા કાર્યો ઉત્કર્ષ મંડળ વર્ષોથી કરતી આવી છે. જરૂરિયાતમંદો માટે કાયમ ખડે પગે ઉભી રહેતુ ઉત્કર્ષ મંડળ વવિધ સેવાકીય પ્રોજેકટસ કરતું રહે છે. હાલમાં આ મંડળે લીલોતરી પ્રોજેક્ટ હાથ ધર્યો છે. જે અંતર્ગત ઘરના લીલા કચરામાંથી ઘરનું લીલુંખાતર બનાવી ઘરે જ કઈ રીતે કેમિકલરહિત શાકભાજી ઉગાડી શકાય એની વિસ્તળત માહિતી આપી જાગૃતતા ફેલાવી રહી છે. તારીખ 6 ઓક્ટોબર રવિવારે સાંજે 5.30 કલાકે દુધિયા તળાવ સ્થિત વિવાંતા એપાર્ટમેન્ટ ખાતે લીલોતરી પ્રોજેક્ટ વિશે મંડળના પ્રમુખ હરેશભાઈ એમ. વશી તેમજ પ્રજ્ઞા વૈદ્ય દ્વારા લીલા ખાતર અંગે તેમજ ઘરે શાકભાજી ઉગાડવા બાબતે વિસ્તૃત સમજણ આપવામાં આવી હતી. વિવાંતા એપાર્ટમેન્ટના રહીશોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ મંડળ સ્વચ્છ, સ્વાસ્થ્ય અને કુદરતમય જીવનના હોય મંત્ર સાથે આગળ વધી રહી છે તેમજ સફળતા પણ મળી રહી છે.