September 5, 2026
Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદમણદેશ

દમણ વન વિભાગ દ્વારા ‘વન્‍યજીવ સપ્તાહ’ અંતર્ગત યોજાયેલી જાગૃતિ રેલી: પરિયારી શાળાના 50બાળકોને એવિએરી (પક્ષીઘર)ની પણ કરાવેલી મુલાકાત

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.07 : 70મા ‘વન્‍યજીવ સપ્તાહ’ની તા.2 થી 8 ઓક્‍ટોબર દરમિયાન દેશભરમાં થઈ રહેલી ઉજવણીના ઉપલક્ષમાં આજે દમણ વન વિભાગ દ્વારા જમ્‍પોર ખાતે એક રેલીનું આયોજન કરવામાં આવ્‍યું હતું. જેમાં પરિયારી શાળાના 50 બાળકોએ ભાગ લીધો હતો. આ રેલીના માધ્‍યમથી વન્‍યજીવની જાળવણી અને તેના રક્ષણ માટેની જાગૃતિ કેળવવામાં આવી હતી.
રેલી બાદ પરિયારી શાળાના બાળકોને એવિઅરી(પક્ષીઘર)ની પણ મુલાકાત કરાવવામાં આવી હતી. જેમાં બાળકોને વિવિધ વિદેશી પક્ષીઓ બતાવી તેના વિશે માહિતી પણ આપવામાં આવી હતી. વિદ્યાર્થીઓ પક્ષીઘરની મુલાકાતથી રોમાંચિત થઈ ઉઠયા હતા. આ પ્રસંગે રેન્‍જ ફોરેસ્‍ટ ઓફિસર શ્રી કૈલાશ ગાયકવાડ તથા પરિયારી શાળાના શિક્ષક અને વન વિભાગના કર્મીઓ ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

નદીમાં ડુબતી મહિલાનો જીવ બચાવનાર યુવાનનું સેલવાસ પાલિકા પ્રમુખ રાકેશસિંહ ચૌહાણના હસ્‍તે સન્‍માન કરાયું

vartmanpravah

પારડીમાં હર્ષોલ્લાસથી દિવાસાના પર્વઍ ટપ્પા દાવની રમત રમાઈ

vartmanpravah

મોદી સરકારના શાસનમાં રાજભાષા હિંદીને મળી રહેલું સર્વોચ્‍ચ ગૌરવ સંસદીય રાજભાષા સમિતિના સભ્‍યોએ દમણની બે દિવસીય લીધેલી મુલાકાતઃ વિવિધ કાર્યાલયોની કરેલી સમીક્ષા

vartmanpravah

વાપી કોપરલી ગામે સરકારી વૃક્ષો કાપી નંખાતા પંચાયત સભ્‍ય અને ડીડીઓમાં લેખિત ફરીયાદ કરી

vartmanpravah

ધરમપુરમાં ક્રાંતિકારી બિરસા મુંડાની જન્‍મજ્‍યંતીની ઉજવણી કરાઈ

vartmanpravah

પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીએ દાનહના સેલ્‍ટી સહિત દેશની પ0 એકલવ્‍ય મોડલ આવાસીય શાળાનું   કરેલું શિલાન્‍યાસ

vartmanpravah

Leave a Comment