Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડ હાઈવે ઉપર લીકર એમોનિયા ભરેલુ ટેન્‍કર પલટી મારી જતાઅફરા તફરી મચી ગઈ

ચાલક ઘાયલ : ત્રણ ક્રેઈનની મદદથી ટેન્‍કરને તાબડતોબ પૂર્વવત કરાયું

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.09: વલસાડ હાઈવે ઉપર ભાગ્‍યે જ કોઈ દિવસ પસાર થતો નથી કે અકસ્‍માત ના સર્જાયો હોય. અતુલથી ડુંગરી સુધીનો હાઈવે અકસ્‍માત ઝોન બની ગયો છે. આજે બુધવારે સવારે વધુ એક અકસ્‍માત ધરમપુર ચોકડી ઉપર સર્જાયો હતો. સુરતથી લીકર એમોનિયા ભરેલુ ટેન્‍કર વાપી તરફ જઈ રહ્યું હતું ત્‍યારે ડીવાઈડર સાથે ભટકાઈ ટેન્‍કર પલટી મારી ગયું હતું. અકસ્‍માતને લઈ અફરા તફરી સર્જાઈ હતી. વલસાડ ધરમપુર ચોકડી હાઈવે ઉપર આજે સુરતથી ટેન્‍કર નં.જીજે 15 એવી 3568 લીકર એમોનિયા ભરીને વાપી ડીલેવરી કરવા જતું હતું ત્‍યારે ચાલકે સ્‍ટેયરીંગ ઉપરથી કાબુ ગુમાવતા ટેન્‍કર ડીવાઈડર સાથે ભટકાઈ પલરી માટી ગયું હતું. અકસ્‍માતમાં ડ્રાઈવર ઘાયલ થયો હતો. તેને સારવાર માટે ખસેડાયો હતો. લીકર એમોનિયા હવામાં ફેલાયો હોત તો મોટી હોનારત સર્જાઈ શકે એમ હતી પરંતુ ત્રણ ક્રેઈનની મદદથી પોલીસ અને ફાયરની ટીમે ટેન્‍કરને પૂર્વવત ઉભુ કરી દેવાતા લોકોએ હાશકારો અનુભવ્‍યો હતો. કારણ કે એમોનિયા વાયુ શ્વાસમાં જાય તો રુંધામણ અનુભવાય છે.

Related posts

ચોમાસુ પૂર્ણ થાય ત્‍યાં સુધી દાનહના વાસોણા લાયન સફારી અને સાતમાલીયા ડિયર પાર્ક 26મી જૂનથી મુલાકાતીઓ માટે બંધ

vartmanpravah

નેશનલ કુંગ ફુ ચેમ્‍પિયનશિપમાં નવસારીની આશ્રમશાળાનાં વિદ્યાર્થીઓ ઝળકયા

vartmanpravah

વતન પ્રેમ યોજના દ્વારા ‘વતન પ્રેમીઓ’ માટે ઋણ ચૂકવવાની તક

vartmanpravah

વાપી પાલિકા દ્વારા ભડકમોરા-સુલપડમાં રોડ પહોળો કરવાની કામગીરી હાથ ધરાઈ

vartmanpravah

નાણાં મંત્રી કનુભાઈ દેસાઈનો પ્રવાસ કાર્યક્રમ

vartmanpravah

દમણ-દીવમાં હવે સત્તાનું કેન્‍દ્ર દલવાડા બનવા તરફ

vartmanpravah

Leave a Comment