October 14, 2025
Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદેશવલસાડવાપી

વલસાડ કાંજણ રણછોડ પાસેની વાંકી નદીમાં બાઈક સવાર માતા-પૂત્ર તણાયા : પૂત્રને ઉગારી લેવાયો

અટગામથી શૈલેષ પટેલ અને માતા મિરાબેન ફોઈના ઘરે રોણવેલ જવા નિકળ્‍યા હતા

(વર્તમાનપ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.16
છેલ્લા ત્રણ દિવસથી વલસાડ જિલ્લામાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે. જિલ્લાના કોઝવે, નદી, નાળા ઓવરફલો બની ચુક્‍યા છે ત્‍યારે અટગામથી ગત મોડી સાંજે ફોઈના ઘરે રોણવેલ જવા સ્‍પ્‍લેન્‍ડર લઈ નિકળેલા માતા-પુત્રનું બાઈક કાંજણ રણછોડ અને ભોમા પારડી વચ્‍ચે પસાર થતી વાંકી નદીના કોઝવે પસાર કરતા તણાઈ ગયું હતું. બુમાબુમ થતા લોકો દોડી આવ્‍યા હતા. પુત્રને બચાવી લીધો હતો તેમજ માતાની શોધખોળ શરૂ કરી હતી.
અટગામ જોટીંગ તળાવ પાસે રહેતો શૈલેષ અરવિંદભાઈ પટેલ અને તેમની માતા મીરાબેન સાથે સ્‍પ્‍લેન્‍ડર બાઈક ઉપર ગુરૂવારે સાંજે રોણવેલ ગામે રહેતા ફોઈના ઘરે જવા નિકળ્‍યા હતા. કાંજણ રણછોડ અને ભોમા પારડી વચ્‍ચે વહેતી વાંકી નદીમાં બાઈક પસાર કરતા ધસમસતા પાણીના વહેણમાં બાઈક ખેંચાઈ ગયું હતું. માતા-પૂત્ર બન્ને તણાવા લાગેલા બુમાબુમ કરતા લોકો દોડી આવ્‍યા હતા. અંધારામાં પુત્ર શૈલેષને તરવૈયાઓએ બચાવી લીધો હતો. ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્‍થળે આવી પહોંચેલી અને માતા મીરાબેનની શોધ શરૂ કરી હતી. મોડી રાત સુધી તેમની કોઈ ભાળ મળી નહોતી.

Related posts

ભારતીય રાષ્‍ટ્રીય કોંગ્રેસ દ્વારા પારડીના ડુમલાવ ખાતે 71 માં ખેડ સત્‍યાગ્રહ કિસાન રેલીનું થયું આયોજન

vartmanpravah

લીલાછમ સૌંદર્ય વાતાવરણમાં રાષ્‍ટ્રીય પક્ષી મોર પ્રિયતમા ઢેલને આકર્ષવા કળા કરી થનગનાટ કરતો કેમેરામાં કેદ થયો

vartmanpravah

સેલવાસમાં બાઈકનું હેન્‍ડલ લાગવાને કારણે રાહદારીનું સારવાર દરમ્‍યાન મોત

vartmanpravah

કાપડી સમાજ દ્વારાબે દિવસીય ક્રિકેટ ટુર્નામેન્‍ટ સંપન્ન

vartmanpravah

દીવ બીચ ગેમ્‍સ-2024ની આનંદ,ઉત્‍સાહ અને રોમાંચ સાથે પુર્ણાહૂતિ

vartmanpravah

ધરમપુરના તામછડી ગામે તણખો ઉડતા વૃધ્‍ધ આદિવાસી દંપતિનું ઘર બળીને ખાખ થયું

vartmanpravah

Leave a Comment