September 23, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી તાલુકાને રૂા. 3.61 કરોડના ખર્ચે તૈયાર થયેલું એસટી વર્કશોપ આજે નવા રૂપ રંગમાં મળશે

આર.સી.સી. ફ્રેમ સ્‍ટ્રક્‍ચરવાળુ સુવિધાયુક્‍ત નવું એસટી વર્કશોપ બનાવાયું

રાજ્‍યકક્ષાના મંત્રી મુકેશભાઈ પટેલના હસ્‍તે વલસાડના મોઘાભાઈ હોલથી ઈ-લોકાર્પણ કરાશે

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ, તા.10: વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાત અને દેશનું સુકાન સંભાળ્યું તેને ૨૩ વર્ષ પૂર્ણ થયા છે, ત્યારે તેમના નેતૃત્વમાં દેશ અને વિશેષ કરીને ગુજરાતમાં થયેલા વિકાસને યાદ કરવાનો અને તેનું સ્મરણ કરવાનો અવસર એટલે ‘વિકાસ સપ્તાહ’ તરીકે રાજ્યમાં ઉજવાઈ રહ્યો છે. આ વિકાસ યાત્રામાં વલસાડ પણ સહભાગી બન્યુ હોય એમ છેવાડાના આદિવાસી જિલ્લામાં પણ રાજ્ય સરકારે જનકલ્યાણને પ્રથમ પ્રાધાન્ય આપી પ્રજાની સુવિધામાં વધારો થયો છે. જેના ભાગરૂપે આજે તા. ૧૧ ઓક્ટોબરના રોજ વલસાડના મોઘાભાઈ હોલ ખાતે વિકાસ સપ્તાહની ઉજવણીના કાર્યક્રમ પ્રસંગે વાપી તાલુકાને રૂ. ૩.૬૧ કરોડના ખર્ચે નવ નિર્માણ થયેલા એસટી વર્કશોપની ભેટ મળશે. જેનું ઈ-લોકાર્પણ રાજ્યકક્ષાના મંત્રીશ્રી વન અને પર્યાવરણ કલાઈમેટ ચેન્જ, જળ સંપત્તિ અને પાણી પુરવઠા અને પ્રભારી મંત્રીશ્રી મુકેશભાઈ પટેલના હસ્તે કરાશે.
વલસાડ જિલ્લાનો વાપી તાલુકો ઔદ્યોગિક એકમોને કારણે રોજગારી મેળવવા માટેનું હબ ગણાય છે. જેથી રાજ્ય સરકારશ્રી દ્વારા પણ વાપીના વિકાસ માટે પ્રાથમિકતા અપાઈ છે. વાપીમાં ૧૯૭૭ની સાલથી એસટી વર્કશોપ હતું પરંતુ ૪૭ વર્ષનો ચાર દાયકા ઉપરાંતનો સમયગાળો પસાર થતા એસટી વર્કશોપ કાળક્રમે જર્જરિત બન્યુ હતું. જેથી નવુ વર્કશોપ બનાવવાની તાતી જરૂરીયાત વર્તાઈ હતી. મુસાફરોની સેવા માટે અવિરત દોડતી એસટી બસ ખોટકાઈ તો સત્વરે તેની રિપેરીંગ કામગીરી કરી દોડતી કરી શકાય તે માટે નવા વર્કશોપ અને આધુનિક સાધનોની જરૂરીયાતને રાજ્ય સરકારે પ્રાથમિકતા આપી ૧૭૪૦૫ ચો.મી. જમીન વિસ્તારમાં તૈયાર થનાર નવા વર્કશોપ માટે કુલ રૂ. ૩.૬૧ કરોડની ફાળવણી કરી હતી. જેથી જુના એસટી વર્કશોપનું ડિમોલીશન કરી આર.સી.સી. ફ્રેમ સ્ટ્રક્ચરવાળુ સુવિધાયુક્ત નવીન એસટી વર્કશોપ બનાવવામાં આવ્યું છે.

નવા એસટી વર્કશોપમાં ૭૦ એસટી બસ રીપેરીંગ કરવાની ક્ષમતાઃ વિભાગીય નિયામક

આ અંગે માહિતી આપતા વલસાડ એસટી ડિવિઝનના વિભાગીય નિયામક એન.એસ.પટેલે જણાવ્યું કે, આ નવા એસટી વર્કશોપમાં કુલ ૭૦ એસટી બસની રીપેરીંગ કામગીરી થઈ શકે એટલી ક્ષમતા રહેશે. આ તમામ કામગીરી અને સુપરવિઝન માટે એક ડેપો મેનેજર, ૧ જુનિ.આસિ., ૩ જુનિ. કલાર્ક, ૨૧ મિકેનીક, ૧૦ એપ્રેન્ટીસ મિકેનિક અને ૨ એપ્રેન્ટીસ કોપા મળી કુલ ૩૮ સ્ટાફ ફરજ બજાવશે. નવા મકાનમાં સુવિધાની વાત કરીએ તો ગ્રાઉન્ડ ફલોર પર એટેચ્ડ ટોઈલેટ સાથે ડેપો મેનેજરની ઓફિસ, એડમિન રૂમ, ટાયર રૂમ, ઓઈલ રૂમ, સ્ટોર રૂમ, ઈલેક્ટ્રીક રૂમ, વોટર રૂમ, સર્વિસ પીટ અને સી.સી.ટ્રી-મીક્ષ ફ્લોરીંગ હશે. જ્યારે પ્રથમ માળે મિકેનીકલ રેસ્ટ રૂમ અને એ.ડબલ્યુ.એસ રૂમ અને રેકર્ડ રૂમની સુવિધા હશે.

Related posts

વાપીથી સુરત જઈ રહેલી રિક્ષા ધરમપુર ચોકડી હાઈવે બ્રિજ પાસે પલટી મારી ગઈ : મુસાફરોનો ચમત્‍કારિક બચાવ

vartmanpravah

વંદે ગુજરાત વિકાસ યાત્રા” નવસારી જિલ્લો : પીપલખેડ ખાતેથી વિકાસરથનું કરાયુંશુભારંભ

vartmanpravah

ચીખલી-ખેરગામ માર્ગ ઉપર ગોલવાડ પાસે શેરડી ભરેલ ટેમ્‍પો પલ્‍ટી ગયોઃ કોઈ જાનહાની નહીં

vartmanpravah

વાપી હાઈવે મોહનગામ નજીક સી.એન.જી. કારમાં ભીષણ આગ લાગી : આગમાં ચાલકનો ચમત્‍કારિક બચાવ

vartmanpravah

ખાનવેલ પંચાયતની મળેલી ગ્રામસભાઃ ગ્રામજનોએ વિવિધ પ્રશ્નોની કરેલી રજૂઆત

vartmanpravah

દીવ જિલ્લા ભાજપના અધ્‍યક્ષ તરીકે મોહનભાઈ લકમને સંભાળેલો વિધિવત્‌ અખત્‍યાર

vartmanpravah

Leave a Comment