September 2, 2026
Vartman Pravah
Breaking NewsOtherઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદમણદેશપારડીવલસાડવાપીસેલવાસ

દાનહ ‘આદિવાસી એકતા પરિષદ’ દ્વારા જન નાયક બિરસા મુંડાના જન્‍મોત્‍સવ અવસરે ભવ્‍ય રેલીનું આયોજન

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.10 : દાદરા નગર હવેલી ‘આદિવાસી એકતા પરિષદ’ અને ‘આદિવાસી સમન્‍વય ભારત મંચ’ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ આગામી 16 નવેમ્‍બરના રોજ જન નાયક બિરસા મુંડાના જન્‍મોત્‍સવની ઉજવણીનું આયોજન કરાશે. ‘આદિવાસી એકતા પરિષદ’ આદિવાસી સમાજને એકજૂટ કરવા માટે સતત પ્રયત્‍નશીલ છે. આ વખતે ભગવાન બિરસા મુંડાના જન્‍મોત્‍સવના અવસરે થીમ છે ‘‘આદિવાસીના હક્ક અધિકારની લડાઈ”. અમે પ્રાંતવાદથી ઉપર ઉઠી બોર્ડરલેસ થઈ આદિવાસીઓની જમીન, જળ, જંગલ અને સંવૈધાનિક અધિકાર અને સુરક્ષાના માટે દેશના દરેક આદિવાસીઓને દરેક વિવાદોથી ઉપર ઉઠી એક મંચ અને એક બેનર નીચે અહિંસક રીતે લડાઈ લડવી પડશે.દાનહ ખાતે યોજાનારા કાર્યક્રમમાં ગુજરાત રાજ્‍યના વાંસદા વિસ્‍તારના ધારાસભ્‍ય શ્રી અનંતભાઈ પટેલ, ડેડીયાપાડા વિસ્‍તારના ધારાસભ્‍ય શ્રી ચૈતર વસાવા, આદિવાસી એકતા પરિષદના રાષ્ટ્રીય અધ્‍યક્ષ ડો. શાંતિકર વસાવા, આદિવાસી સમન્‍વય મંચ ભારતના ડો. સુનિલ પરહાડ અને મધ્‍યપ્રદેશથી પોરલાલ ખરતે વિશેષ ઉપસ્‍થિત રહેશે.
‘આદિવાસી એકતા પરિષદ’ના પ્રદેશના આદિવાસીઓને હંમેશા એક દિશા આપવાનું કાર્ય કરે છે. જનનાયક બિરસા મુંડા જન્‍મોત્‍સવના કાર્યક્રમ અને મહારેલીમાં ગુજરાતના વલસાડ જિલ્લાના ઉમરગામ, વાપી, પારડી, તંબાડી, નાનાપોંઢા, કપરાડા, ધરમપુર અને અન્‍ય વિસ્‍તારમાંથી આદિવાસી સ્‍થાનીય સમાજ જોડાશે. આ એકતા મહારેલીમાં સંઘપ્રદેશના દરેકને જાહેર આમંત્રણ આપવામાં આવ્‍યું છે.

Related posts

રાજસ્‍થાનમાં દલિત બાળકની પાણી પીવા મુદ્દે થયેલી હત્‍યાના વિરોધમાં આજે દમણ-દીવ અનુ.જાતિ/જનજાતિ વિચાર મંચ દ્વારા શાંત રેલીનું આયોજન

vartmanpravah

વાપી સલવાવ બ્રીજ પાસે રિક્ષા-કન્‍ટેનર વચ્‍ચે અકસ્‍માત સર્જાયો : કન્‍ટેનરે ડિવાઈડર તોડી દીધું

vartmanpravah

દમણ આંટિયાવાડના સરપંચે સમુહ ભોજનનું આયોજન કરી પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીના જન્‍મ દિવસની કરેલી ઉજવણી

vartmanpravah

વલસાડના નાની સરોણ ગામે દિપડાએ કોઢારમાં પ્રવેશી વાછરડીનો શિકાર કરતા ગામમાં ગભરાટ

vartmanpravah

કરમબેલા વલવાડા સ્‍ટેશનથી કિરાના સ્‍ટોર્સમાંથી અનાજ અનેલોટની ચોરી કરનારા ત્રણ ઝડપાયા

vartmanpravah

માઁ શબ્‍દ મા આખુ બ્રહ્માંડ સમાઈ જાય છે : પ્રફુલભાઈ શુક્‍લ

vartmanpravah

Leave a Comment