September 29, 2026
Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

સેલવાસ-નરોલી રોડ સ્‍વામિનારાયણ મંદિર પાછળ દમણગંગા નદી કિનારે દશેરાના દા’ડે મોપેડ ધોવા ગયેલા યુવાનનો પગ લપસી જતાંપાણીમાં ડૂબી જતાં થયેલું મોત

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.13: શનિવારે દશેરાના દિવસે સેલવાસ નરોલી રોડ સ્‍વામિનારાયણ મંદિર પાછળ દમણગંગા નદી કિનારે એક યુવાન પોતાની મોપેડ ધોઈ રહ્યા તે સમયે તેનો પગ લપસી જતાં પાણીમાં ગરકાવ થતાં ડૂબી ગયો હતો. નદીના પાણીમાં ડૂબી જતાં યુવકનું મોત થયું હતું.
પ્રાપ્ત માહિતી પ્રમાણે નીતીશ યાદવ રહેવાસી પીપરીયા, સેલવાસ અને મૂળ રહેવાસી ઉત્તર પ્રદેશ. જે એના મિત્ર સાથે શનિવારે દશેરા દિવસે સવારે 11:00 વાગ્‍યાના સુમારે પોતાનું જ્‍યુપીટર મોપેડ લઈને સેલવાસ-નરોલી રોડ અથાલ સ્‍વામિનારાયણ મંદિર પાછળ દમણગંગા નદીના જૂના પુલ પાસે મોપેડ ધોઈ રહ્યો હતો તે સમયે યુવાન નીતિશ યાદવનો અચાનક પગ લપસી ગયો હતો અને તે નદીના ઊંડા પાણીમાં જતો રહ્યો હતો. નીતિશને ડૂબતો જોઈ એના મિત્રએ થોડે દૂર સુધી શોધવાનો પ્રયાસ કર્યો હતો, પણ નીતીશનો ક્‍યાંય પત્તો લાગ્‍યો નહીં હતો. ત્‍યારબાદ નીતિશ યાદવના મિત્રએ તેના પરિવારને તેમજ ફાયર અને પોલીસ વિભાગને ફોન કરી ઘટના અંગેની જાણ કરી હતી. ફાયરની ટીમે તાત્‍કાલિક ઘટના સ્‍થળે પહોંચી યુવાનને શોધવાની તજવીજ હાથ ધરી હતી, પણ મળી આવેલ નહિ. સાંજે 6:00 વાગ્‍યાના સુમારે ફાયર વિભાગના લાશ્‍કરોની કઠીણ મહેનત બાદયુવાનની લાશ મળી આવી હતી.
ત્‍યારબાદ પોલીસે નીતિશ યાદવની લાશનો કબ્‍જો લીધો હતો અને પોસ્‍ટમોર્ટમ માટે સેલવાસની શ્રી વિનોબા ભાવે સિવિલ હોસ્‍પિટલમાં મોકલી આપી હતી. આ ઘટના અંગેની ફરિયાદ નોંધી વધુ તપાસ નરોલી પોલીસ કરી રહી છે.

Related posts

પવિત્ર શ્રાવણ માસનાં પહેલા સોમવારે શિવાલયો ભક્‍તોથી ઉભરાયા: ચીખલી-બીલીમોરાના શિવમંદિરો ‘હર હર મહાદેવ’ના નાદથી ગુંજી ઉઠ્‍યા

vartmanpravah

સેલવાસ ન.પા. સભ્‍ય દ્વારા રીંગ રોડ ચાર રસ્‍તા પર બેરેક લગાવવા પોલીસ અધિક્ષકને રજૂઆત કરાઈ

vartmanpravah

દમણ જિ.પં.ના સભ્‍યો અને સરપંચોએ પ્રશાસકશ્રીની લીધેલી શુભેચ્‍છામુલાકાત દરમિયાન પ્રશાસકશ્રીનું નિખાલસ મંતવ્‍ય જિલ્લા પંચાયતના પ્રમુખનો હોદ્દો રાજ્‍ય સ્‍તરના મંત્રી સમકક્ષઃ પંચાયતના સરપંચો પાસે વહીવટી સત્તા

vartmanpravah

માંડા સંત નિરંકારી મિશનનો સેવાયજ્ઞઃ રક્‍તદાન શિબિરમાં 285 બોટલ રક્‍ત એકત્રિત કરી સમાજસેવાનું રજૂ કરેલું ઉત્તમ દ્રષ્ટાંત

vartmanpravah

વાપીમાં કન્‍ટેનરમાં પાછળથી ટેમ્‍પો ઘૂસી જતા અકસ્‍માત સર્જાયો : ટેમ્‍પો ચાલકનું મોત

vartmanpravah

જિલ્લા કલેકટર ક્ષિપ્રા આગ્રેના અધ્‍યક્ષ સ્‍થાને ચીખલી તાલુકા સેવાસદનમાં યોજાયેલા તાલુકા કક્ષાના ફરિયાદ નિવારણમાં નવ જેટલા પ્રશ્નો રજૂ થયા

vartmanpravah

Leave a Comment