Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડ ઔરંગા નદી બ્રિજ પાસે બેરીકેટમાં પીકઅપ ટેમ્‍પો ભટકાયો, મોટા વાહનોની અવરજવર થંભી ગઈ

ટેમ્‍પાએ અકસ્‍માતમાં બાઈક ચાલકને ટક્કર મારી દેતા ચાલક સારવાર હેઠળ

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.13: વલસાડ ઔરંગા નદી બ્રિજ નજીક બિલાપોર તરફથી બેફામ આવી રહેલ પીકઅપ ટેમ્‍પા ચાલકે બેરીકેટ સાથે ધડાકાભેર ટેમ્‍પો ભટકાવ્‍યો હતો. અકસ્‍માતમાં એક બાઈકને પણ ટેમ્‍પો ભટકાતા બાઈક ચાલક ગંભીર રીતે ઘાયલ થયો હતો. બાઈક ચાલક યુવાનને સારવાર માટે કસ્‍તુરબા હોસ્‍પિટલમાં ખસેડાયો હતો.
વલસાડ ઔરંગા નદી બ્રિજ ઉપર બેરીકેટ લગાડવામાં આવ્‍યા છે. ગતરોજ લીલાપોર તરફથી બેફામ આવી રહેલ પીકઅપ ટેમ્‍પો નંબર જીજે 15 એસબી 0608 ના ચાલકે બેરીકેટ સાથેટેમ્‍પો ધડાકાભેર અથડાવ્‍યો હતો. અકસ્‍માતમાં ટેમ્‍પોની આગળ જઈ રહેલ બાઈક નં.જીજે 15 એએસ 1135 ના ચાલકને પણ ટેમ્‍પાએ અડફેટમાં લીધો હતો. અકસ્‍માતમાં બાઈક ચાલક યુવાન નીચે પટકાતા ગંભીર રીતે ઘાયલ થયો હતો. તાત્‍કાલિક લોકોએ નજીકની કસ્‍તુરબા હોસ્‍પિટલમાં ઘાયલ યુવાનને સારવાર માટે ખસેડયો હતો. ઘટનાની જાણ બાદ પોલીસ અને પી.ડબલ્‍યુ.ડી.ના અધિકારીઓ ઘટના સ્‍થળે પહોંચી ગયા હતા. અકસ્‍માતમાં ટેમ્‍પો આડો થઈ જતૌ મોટા વાહનનો વહેવાર અટકી ગયો હતો. પોલીસે ટેમ્‍પો ખસેડવાની તજવીજ હાથ ધરી કાયદેસરની કાર્યવાહી કરી હતી. ટેમ્‍પો બેફામ ગતિમાં હોવાથી અકસ્‍માત સર્જાયો હતો. મોટા વાહનોની અવર જવર થંભી જતા ટ્રાફિકની સમસ્‍યા પણ સર્જાઈ હતી.

Related posts

ચીખલીના કલીયારી ગામેથી દીપડી પાંજરે પુરાતા વન વિભાગ દ્વારા કબજો લઈ તબીબી તપાસ કરાવી સુરક્ષિત સ્‍થળે ખસેડવાની તજવીજ હાથ ધરી

vartmanpravah

નાનીવહીયાળ હાઈસ્‍કૂલને પ્રથમવાર કેન્‍દ્ર ફળવાતા- કુલ 332 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી

vartmanpravah

રાજ્યના વન પર્યાવરણ મંત્રી મુકેશભાઈ પટેલની અધ્યક્ષતામાં ધરમપુરમાં આયુષ્યમાન વય વંદના કાર્ડ વિતરણ અને કેમ્પ યોજાયો

vartmanpravah

ઉમરગામ મામલતદાર એસીબીના છટકામાં આબાદ ઝડપાયા

vartmanpravah

વાપી ગોલ્‍ડ કોઈન સર્કલથી ઝંડાચોકનો રોડ વરસાદમાં ચન્‍દ્રલોકની ધરતી જેવો બની ગયો

vartmanpravah

ચીખલી તાલુકાનાં તલાવચોરા ગામે કોંગ્રેસની ન્‍યાય યાત્રા મૃતક મિરલભાઈ હળપતિનાં પરિવારને ન્‍યાય અપાવવા લડત ચલાવશે

vartmanpravah

Leave a Comment